CMV
વાયરસ
ચેપ વૃક્ષની વૃદ્ધિના કોઈપણ તબક્કે લાગી શકે છે અને તે મુખ્યત્વે પાંદડા પર જ દેખાય છે. પાંદડાની નસોને સમાન્તર સતત અથવા તૂટક છટાઓ વાળી મોઝેક ભાતો પ્રારંભિક લક્ષણો તરીકે દેખાય છે. પાંદડાઓને પટ્ટાઓ વાળો દેખાવ મળી શકે છે. સમય જતાં, પાંદડાની સપાટી સંપૂર્ણપણે વિકસ પામતી નથી અને કિનારી અનિયમિતરીતે વક્ર દેખાય છે અને તેની પર સુકાયેલ ટપકાં દેખાય છે. યુવાન પાંદડાના કદમાં પણ ઘટાડો થઈ શકે છે. સડેલ વિસ્તારો પાંદડાની સપાટી પર દેખાય છે અને તે આભાસી થડ અને કેળા સુધી ફેલાઈ શકે છે. જૂનું પાંદડા પર કાળા અથવા જાંબલી રેખાઓ તરીકે સુકાવાના સંકેતો દેખાય છે અને અંતે ખરી પડે છે. દૂષિત છોડ પરિપકવ બનવા માટે સક્ષમ નથી અને કેળાનો ઘોણ ઉત્પન્ન કરવા અસમર્થ બની શકે છે. ફળો હંમેશા લક્ષણો બતાવવા નથી, પરંતુ સામાન્ય રીતે તે નાના કદમાં અને તેના પર પીળાશ પડતી રેખાઓ અથવા સુકારો દેખાય છે.
વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી, પરંતુ એફિડ મારફતે ચેપનું જોખમ ઘટાડવું શક્ય છે. વિવિધ કુદરતી દુશ્મનો જેવા કે પરોપજીવી, પરોપજીવી લાર્વા ધરાવતાં, અથવા શિકારી જંતુઓ અને ફૂગની પ્રજાતિનો અફિડની પ્રજાતિઓ સામે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. મૂળની ગાંઠોને 40 ° C તાપમાને શુષ્ક ગરમીથી એક દિવસ માટે સારવાર પણ ચેપનું જોખમ ઘટાડવા માટે મદદ કરી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી, પરંતુ વૈકલ્પિક યજમાન અને વાહકને અમૂક અંશે નિયંત્રિત કરી શકાય છે. જો જંતુનાશકો જરૂરી બને તો, ડેમેટન-મિથાઇલ, ડાયમીથોઈટ અને માલાથિયોન ધરાવતાં ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ કરી શકાય છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે, આ રસાયણો માનવ સ્વાસ્થ્ય પર તેમજ પ્રાણીઓ પર ખૂબ જ ઝેરી અસર કરતાં હોય છે.
વાયરસના કારણે લક્ષણ નિર્માણ થાય છે. પ્રાથમિક ચેપ સામાન્ય રીતે ચેપગ્રસ્ત વાવેતરની સામગ્રી જેવી કે પ્રત્યારોપણ તરીકે વપવામાં આવતી મૂળની ગાંઠો મારફતે થાય છે. અફિડની પ્રજાતિઓ ગૌણ ચેપ માટે વાહક તરીકે વર્તે છે અને અન્ય છોડ અથવા ખેતરમાં વાયરસના કણોને ફેલાવે છે. કાકડી અને ટામેટા વાયરસ માટે નિષ્ક્રિય યજમાન પ્લાન્ટ છે, એટલે કે તે કોઈ પણ લક્ષણો બતાવ્યા વગર વાયરલ કણોને રાખી શકે છે. ચોક્કસ હવામાનની પરિસ્થિતિઓમાં, જેમ કે વારંવાર વરસાદ ઉદાહરણ તરીકે, વર્ષાઋતુ પછી કે તેના અંત ભાગમાં ચેપની તરફેણ થાય છે. કેળાંના છોડ માટે આ રોગ ખુબ ગંભીર છે અને ઉપજને ભારે નુકસાન કરી શકે છે.