TYLCV
વાયરસ
જ્યારે અંકુરણ દરમિયાન છોડને ચેપ લાગે છે, TYLCV છોડના પાંદડા અને મૂળનો વિકાસ ગંભીર રીતે અટકાવે છે, જેનાથી છોડ ઝાંખરા જેવો દેખાય છે. જુના છોડમાં, ચેપના કારણે વધુ પડતી ડાળીઓ નિર્માણ થાય છે, પાંદડાં જાડાં અને વળેલા બને છે તથા પાંદડાંની સપાટી ઉપર શિરાઓની વચ્ચે પીળાશ દેખાય છે. રોગના પાછલા તબક્કામાં, તે ચામડા જેવા બને છે અને એમની પીળાશ પડતી કિનારી ઉપર અને અંદરની તરફ વળે છે. જો ફુલ આવતા પહેલા ચેપ લાગે તો, લક્ષણો સામાન્ય રીતે દેખાતા ન હોવા છતાં, ફળોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
માફ કરશો, અમને TYLCV સામે કોઇ જ વૈકલ્પિક સારવાર વિષે ખબર નથી.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાઇરેથ્રોઇડ પરિવારના જંતુનાશકથી માટીને પલાળવાથી અથવા બીજાંકુરણના તબક્કામાં તેનો છંટકાવ કરવાથી સફેદમાખીની વસ્તી ઘટાડી શકાય છે. જો કે, તેનો વ્યાપક ઉપયોગ સફેદમાખીની વસતીમાં પ્રતિકારક્ષમતા વિકાસાવી શકે છે.
TYLCV બીજજન્ય નથી અને તે યાંત્રિક રીતે ફેલાતો નથી. તે બેમીસીયા તાબાકી પ્રજાતિની સફેદ માખી ના કારણે ફેલાય છે. આ સફેદ માંખી પાંદડાની નીચેની સપાટી પર નભે છે અને નાના કુમળા છોડથી આકર્ષાય છે. ચેપનું આખું ચક્ર પૂરું થતાં ૨૪ કલાક લાગે છે અને ઊંચા તાપમાન વાળું સૂકુ હવામાન તેની તરફેણ કરે છે.