કઠોળ

અડદના પાંદડાને કરચલીઓ પાડતો વાયરસ

ULCV

વાયરસ

ટૂંકમાં

  • સામાન્ય રીતે અડદના(સીવી.ટી-9) બીજની રોપણીના 3 અઠવાડિયા પછી ચેપ દેખાય છે.
  • શરૂઆતમાં લક્ષણોમાં ત્રિ-પર્ણ માં ત્રીજા પાનનો આકાર વધે છે અને આછા લીલા રંગનું બને છે.
  • ત્યારબાદ પાંદડામાં કરચલી વધુ સ્પષ્ટ જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે


કઠોળ

લક્ષણો

ચેપગ્રસ્ત બીજના છોડના ત્રિ-પર્ણમાં ત્રીજા પાનનો આકાર સામાન્ય કરતા ઘણો વધારે હોય છે. આ પાંદડાનો રંગ સામાન્ય કરતા વધુ આછો હોય છે. પાંદડાંની દાંડી ટૂંકી અને પાંદડાની નસો જાડી હોઈ શકે, અને સાથેસાથે લાલ રંગની વિકૃતિવાળા લક્ષણ જોઈ શકાય છે. વાવણીના એક મહિના પછી, પાંદડા સંકોચાઇ અને કરચલીઓ પડે છે, અને ખરબચડા અને ચામડા જેવા બને છે. જે છોડ પાછળથી ચેપગ્રસ્ત બને છે, તેમાં જુના પાંદડા એમ ના એમ રહે છે પણ નવા પાંદડામાં ચેપના લક્ષણો જોઈ શકાય છે. પાંદડાઓમાં ક્લોરોસિસ નજરે જોઈ શકાય છે, અને ફૂલો વિકૃત બને છે. ફૂલની કળીઓ ઘણી નાની અને વિકાસ અટકેલો જોઇ શકાય છે. કેટલાક ઉત્પાદક ફૂલોમાં, રંગની વિકૃતિ અને મોટા બીજ દૃશ્યમાન થાય છે. પરાગની ફળદ્રુપતા અને શીંગની રચનામાં ભંગાણ પડે છે અને, ઉપજમાં ભારે નુકસાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપને નિયંત્રિત કરવા માટે વિવિધ જૈવિક માધ્યમો મદદ કરી શકે છે. સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ સ્ટ્રેન્સ નો જમીન અથવા પાંદડાં પર છંટકાવ રોગવાહકની વસતી નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે. એવું જાણવામાં આવ્યું છે કે છાશ અને પનીરનું પ્રોટીન દ્રવ્ય રોગના સંક્રમણ પર અસર કરે છે. મિરાબિલિસ જલપા,કેટરાનાથન્સ રોસિસ , ધતૂરા મેટલ, બોગનવિલા સ્પૅક્ટબિલિસ , બોઅરહાવિઆ ડિફયુસા અને અજદિરાચટા ઇન્ડિકા જેવા કેટલાક છોડના અર્ક ની ખેતરમાં વાયરસ પર અસર થઈ હતી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.વાયરસ સામે કોઈ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી, પરંતુ પ્રણાલીગત જંતુનાશકો નો રોગવાહકની વસતી નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે.સામાન્યરીતે ઇમીડાકલોપરીડ 70 WS @@ 5 મિલી / કિલો સાથે બીજ ની સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. ડીમેથોએટ પર આધારિત જંતુનાશકોનો પણ પાંદડાં પર છંટકાવ કરી શકાય છે. સંયોજન 2,4-ડીક્ષોહૅક્ષાહાઈડ્રો1,3,5-ટ્રીઆઝીન (ડીએચટી- DHT) વાયરસના સંક્રમણ ને અવરોધે છે અને તેના સેવન નો સમયગાળો વધારે છે.

તે શાના કારણે થયું?

વાયરસ ઘણીવાર બીજમાં જન્મેલા હોય છે, જેથી રોપાઓમાં પ્રાથમિક સ્તરે જ ચેપ જોઈ શકાય છે. છોડમાં આનુષંગિક ચેપ કીટકો,જેવાકે એફિડની કેટલીક પ્રજાતિ( ઉદાહરણ તરીકે, એફીસક્રાસીવોરા અને એ.ગોસિપી), સફેદમાખી(બેમીસીયા તાબાસી) અને પાંદડા ખાતો ભમરો(હેનોસેપીલાકના ડોડેકાસ્ટીગ્મા), જે વાયરસના વાહકો છે અને છોડના સત્વ પર નભે છે, તેના દ્વારા ફેલાય છે. વાયરસના ફેલાવાની માત્રા અને રોગની ગંભીરતા વનસ્પતિઓની સહનશીલતાનું પ્રમાણ, ખેતરમાં વાહકોની સંખ્યા અને પ્રવર્તમાન આબોહવાની સ્થિતિ દ્વારા નક્કી થાય છે. ચેપ લાગવાના સમયને અનુસાર, આ વાયરસ, 35 થી 81% સુધી અનાજની ઉપજ ઘટાડે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડના બીજનો અથવા પ્રમાણિત જીવાણુ મુક્ત બીજ નો ઉપયોગ કરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સક્ષમ અથવા પ્રતિકારક જાતનો ઉપયોગ કરો.
  • રોગના ચિહ્નો જોવા માટે તમારા ખેતરની નિયમિત રીતે દેખરેખ કરો.
  • ચેપી દેખાવવાળા છોડને દૂર કરો અને દાટી દો.
  • તમારા પાકની નજીક અતિશય નીંદણની વૃદ્ધિને (નીંદણ વૈકલ્પિક યજમાન તરીકે વર્તી શકે છે) ટાળો.
  • મકાઇ, જુવાર અને મોતી બાજરી જેવા અવરોધાત્મક વાવો, કારણ કે તે રોગોને ફેલાતા અટકાવે છે.
  • લણણી પછી પાકના કચરાને દૂર કરો અને બાળી નાખો.
  • ચેપના વાહક માટે યોગ્ય ન હોય તેવા પાક સાથે વાવણી માટે ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો