CCDV
વાયરસ
કુમળા પાનની સપાટીની બંને બાજુ પર, ટોચ પાસે વી આકારના કાપાનો વિકાસ થાય છે અને ધીમે ધીમે નીચે તરફ વળે છે. જુના પાંદડા કદમાં નાના અને કરચલી વાળા બને છે. એમાં કરચલીઓ, પીલ્લું વળવું અથવા ઊંધા કપ જેવો આકાર(નાવડી જેવા પાંદડાં) જેવી વિવિધ વિકૃતિઓ પણ જોવા મળે છે. રોગના પરિણામે પાંદડાંમાં પોષક તત્વોની ઉણપ નિર્માણ થાય છે, જેથી પાંદડામાં પીળાશ પડતા રજકણો અથવા તેમાં વિવિધ રંગના કોષો દેખાવા પણ સામાન્ય છે. બે ગાંઠનું વચ્ચેનું અંતર ઓછું થવાના કારણે પાંદડા ગુચ્છેદાર અને અટકેલો વિકાસ દર્શાવે છે. પરિપક્વ ઝાડની ટોચના વિસ્તારમાં જ લક્ષણો અસર કરે છે અને વસાહત નિર્માણ થયાના 5 થી 8 અઠવાડિયા પછી, પહેલો અથવા બીજો નવો વિકાસ થયા બાદ જ દેખાવાનું શરૂ થાય છે. લક્ષણોનો વિકાસ 20° થી 25° સે ની વચ્ચે જ જોવા મળે છે અને 30° થી 35° સે વચ્ચે વધુ સામાન્ય હોય છે.
માફ કરશો, સીસીડીવી ની ઘટના અને ગંભીરતામાં ઘટાડો કરવા માટે કોઈ જૈવિક સારવાર જાણીતી નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની રાસાયણિક રીતે સારવાર થઇ શકતી નથી. એસિટેમીપ્રીડ, બ્યુપ્રોફેઝીન અને પાયરીપ્રોક્સિફેન જેવા સક્રિય ઘટકો દ્વારા બેબેરી સફેદ માખી (પેરાબેમિસિયા માયરિસે) ની સારવાર કરી શકાય છે.
સાઇટ્રસ કલોરોટીક ડ્રાફ્ટ વાયરસ (સીસીડીવી) ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ચેપ લાગ્યા ના પહેલા વર્ષે, વૃક્ષ પર સામાન્ય રીતે જ ફૂલ અને ફળ આવે છે, પરંતુ પછીના વર્ષે ફૂલ અને ફળના વિકાસ, તેમજ ઝાડની તાજગી માં પણ ઘટાડો જોવા મળે છે. તેને મુખ્યત્વે કલમના પરિવહનના કારણે નિર્માણ થતી વિકૃતિ માનવામાં આવે છે. પરંતુ બેબેરી સફેદ માખી(પેરાબેમિસિયા માયરિસે), જેવા વાહક જંતુઓ દ્વારા પણ તેનું પરિવહન જોવા મળ્યું છે, જેનાથી રોગનો ફેલાવો વધુ ઝડપી અને મોટા વિસ્તારમાં થાય છે. ઘણી વાર ફળના કદ અને સંખ્યામાં ખુબ જ ઘટાડો(દ્રાક્ષમાં 50% સુધી) થવાના કારણે, કેટલીક પ્રજાતિઓમાં તેને ગંભીર રોગ તરીકે ગણવામાં આવે છે. આ રોગ પ્રત્યે કેટલીક પ્રજાતી એ પ્રતિકાર ક્ષમતા વિકસાવી છે પરંતુ જેમાં લક્ષણો દેખાતા નથી તેવા ચેપગ્રસ્ત છોડ ચેપના સ્ત્રોત તરીકે વર્તી શકે છે.