દ્રાક્ષ

દ્રાક્ષના પાંદડાનું વળવું

GLD

વાયરસ

ટૂંકમાં

  • લાલ પ્રજાતિમાં પાંદડાની નસો વચ્ચેનો ભાગ ઘેરા લાલ રંગનો અને સફેદ પ્રજાતિના વેલામાં પીળા રંગનો બને છે.
  • પાંદડાનું નીચેની તરફ વળવું અને મુખ્ય કિનારી કપ જેવા આકારમાં પણ નજરે ચડે છે.
  • વેલાની વૃદ્ધિ ઘટી શકે છે, વાંસ ટૂંકા અને ટોચ પર ઓછા પાંદડાં હોઈ શકે છે.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

રોગના લક્ષણો વ્યાપક રીતે દ્રાક્ષની વિવિધ પ્રજાતિની વાયરસ પ્રત્યે સંવેદનશીલતા પર આધાર રાખીને બદલાય છે અને ઉનાળાના અંત ભાગમાં અથવા પાનખર વધુ જોવા મળે છે. લાલ પ્રજાતિમાં પાંદડાની નસો વચ્ચેના કોષો ઘેરા લાલ-જાંબલી રંગના બને છે અને પાંદડાની કિનારી નીચેની તરફ વળે અથવા કપ જેવો આકાર લે છે. સફેદ પ્રજાતિમાં, પાંદડાની કિનારી વળવા અથવા કપ જેવો આકાર સાથે, પાંદડાના કોષો પીળા રંગના બને છે. સામાન્ય રીતે, મુખ્ય શિરા લીલા રંગની જ રહે છે, જોકે કેટલાક કિસ્સાઓમાં વિકૃતિકરણ પાંદડાંની સમગ્ર પેશીઓને અસર કરે છે. વેલાની વૃદ્ધિ ઘટી શકે છે, વાંસ ટૂંકા અને ટોચ પર ઓછા પાંદડાં હોઈ શકે છે. વર્ષો પછી, આ રોગથી ફળ મોડા અને અકાળે પાકવા, મીઠાશમાં ઘટાડો, દ્રાક્ષના રંગમાં વિકૃતિકરણ અને ખટાશમાં વધારો નિર્માણ કરી શકે છે. વર્ષો વીતતાં, દ્રાક્ષના વેલામાં ઘટાડો દેખાય છે અને જેનાથી અસરગ્રસ્ત વેલાનો જીવનકાળ ઘટે છે. વિશ્વભરમાં ખુબ મહત્વ ધરાવતો આ દ્રાક્ષના વેલાનો એક ગંભીર રોગ છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને દ્રાક્ષના પાંદડાનું વળવું રોગ સામે કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માં મદદ થઈ શકે તે વિશે તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ રોગો થી સારવાર રાસાયણિક સંયોજનો વડે કરી શકાતી નથી. વાડીમાં મેલીબગસ સામે મોસમ દરમિયાન કોઈપણ સમયે ટપક સિંચાઈ સાથે કેટલાક જંતુનાશકો નો ઉપયોગ કરી શકાય છે. જે વાડીઓમાં ટપક પદ્ધતિ થી સિંચાઈ કરવામાં આવી નથી ત્યાં એસીટામીપ્રાઇડ ધરાવતા ઉત્પાદનો થી પાંદડાં ,થડ અને મુખ્ય શાખાઓ પર છંટકાવ કરી શકાય છે. મેલીબગસ અને ભીંગડા ના નિયંત્રણ માટે અન્ય ખેતી ની અને જૈવિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે.

તે શાના કારણે થયું?

દ્રાક્ષના પાંદડાનું વળવું એ રોગનાં લક્ષણો વિવિધ દસ વાયરસના જૂથ દ્વારા નિર્માણ થાય છે કે જેને સામૂહિક રીતે દ્રાક્ષના પાંદડાને વળવા સાથે સંલગ્ન વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિનો ફેલાવો, ચેપગ્રસ્ત ખેતીની સામગ્રીનું પરિવહન અને કલમ બનાવવી એ સામાન્ય રીતે રોગ દૂરના સ્થળો સુધી ફેલાવતાં સૌથી સરળ માર્ગો છે. વધુમાં, બે જંતુ પ્રસારક, મિલીબગ અને નરમ ભીંગડા, પણ તેને સ્થાનિક વેલામાં અને ક્યારેક બગીચાઓ વચ્ચે વહન કરી શકે છે. આ વાયરસ કાપણી સાધનો અથવા લણણી મારફતે યાંત્રિક રીતે, અથવા બીજ દ્વારા વહન પામી ફેલાતા જોવા મળેલ નથી. ફોસ્ફરસ અને પોટેશિયમની ખામીના કારણે નિર્માણ થતાં લક્ષણો આ રોગના લક્ષણોને મળતાં આવે છે. તેથી, તેની સારવારની વ્યવસ્થા કે આયોજન કરતાં પહેલા રોગની પુષ્ટિ કરવી ખુબ જ જરૂરી છે.


નિવારક પગલાં

  • જો તમારા દેશમાં લાગુ હોય તો સંસર્ગનિષેધ વિનિયમો તપાસો.
  • દ્રાક્ષના પાંદડાને વળતાં વાયરસથી મુક્ત પ્રમાણિત વાવેતર સામગ્રી પસંદ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • રોગના લક્ષણો માટે નિયમિતપણે બગીચાનું નિરીક્ષણ કરો.
  • આ રોગની પુષ્ટિ સાથે વાડીમાં મેલીબગ અને નરમ ભીંગડાની હાજરી તપાસો.
  • શંકા હોય તો, પ્રયોગશાળામાં તમારા વેલાઓનું વાયરસ માટે પરીક્ષણ કરવો.
  • મૂળ સાથે, વાયરસથી પ્રભાવિત વેલાને દૂર કરો અને નાશ કરો.
  • વેલાના ટોચમાં કલમ ચઢાવવાનું ટાળો, કારણ કે તે મૂળને સંક્રમિત કરી શકે છે.
  • સંભવિત ચેપી સામગ્રીનું અન્ય બગીચાઓમાં પરિવહન થતું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો