ખાટાં ફળો

ખાટાં ફળોમાં એક્ઝોકોર્ટિસ વાયરોઇડ

CEVd

વાયરસ

ટૂંકમાં

  • ઝાડની છાલમાં તિરાડ અને છોલાવું.
  • ઝાડની ટોચ પીળી પડવી અને કરમાશ.
  • ગંભીરપણે અટકેલો વિકાસ.
  • ઉપજમાં ઘટાડો.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

સંવેદનશીલ કલમમાંથી ઉગાડેલ ઝાડ જ્યારે ચાર વર્ષનું થાય ત્યારે, સામાન્ય રીતે તેમાં લક્ષણો જોવા મળે છે. ઝાડની છાલ પરના ભીંગડા, ઝાડની ટોચ પરના પાંદડાં ગંભીર રીતે પીળા પડવા અને ઝાડના ભયંકર રીતે અટકી પડેલા વિકાસ દ્વારા સામાન્ય રીતે લક્ષણો જોવા મળે છે. અહીં ઝાડની છાલ પણ ના ભીંગડા એટલે જ્યાં કલમ ચડાવવામાં આવેલી હોય તેનાથી થોડે નીચે ઝાડની છાલ માં તિરાડ પડવી અને છાલ ઉખડી જવી. પોનસીરસ ટ્રાયફોલિએટ (ટ્રાયફોલિએટ સંતરાં) ની કલમમાંથી ઊગેલ ઝાડ ગંભીર રીતે અસર પામે છે. અન્ય ખાટા ફળોની કલમમાંથી ઉગાડવામાં આવેલ ઝાડમાં રોગના લક્ષણો થોડા મોડેથી નિર્માણ થાય છે, તેમાં ઝાડનો વિકાસ પણ માત્ર થોડો ઘણો જ અટકેલો દેખાય છે અને ઝાડની છાલમાં ભીંગડા ના લક્ષણો જોવા મળતા નથી. અન્ય સંવેદનશીલ કલમ માં, ઝાડ ત્રાંસુ થઈ શકે છે અને કોઇકવાર કલમ ના પાયા માં આવેલી છાલ ઉપર રજકણો જોવા મળી શકે છે. એક્સોકોટિસની ફળની ગુણવત્તા ઉપર કોઈ સીધી અસર થતી નથી, પરંતુ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઓછી થવાના કારણે ઉપજમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને આ વાયરસ સામે કોઇ જૈવિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. ખાટા ફળોની ખેતી માટે વપરાતા સાધનો 1% બ્લીચ ના દ્રાવણ (1% ઉપલબ્ધ કલોરિન) વડે જંતુરહિત કરવા જરૂરી છે.

તે શાના કારણે થયું?

એક્સોકોર્ટિસ વાયરોઇડ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. કોઈપણ પ્રકારના લક્ષણો દર્શાવ્યા વગર, તે ખાટા ફળો ની તમામ જાતોમાં હાજર હોઇ શકે છે. અને જ્યારે ફૂલની કળીઓ સાથેની કલમ બીજા કોઈ સંવેદનશીલ ઝાડ(ટ્રાયફોલિએટ સંતરાં, સિટ્રેન્જ) ઉપર ચડાવવામાં આવે ત્યારે તેના લક્ષણો જોવા મળે છે. છોડમાં રહેલ સત્વ મારફતે વાયરોઈડ નું વહન થાય છે અને જ્યારે એક ઝાડથી બીજા ઝાડ ઉપર પરાગનયન અથવા કલમ ચડાવવામાં આવે ત્યારે તેનો ફેલાવો થાય છે. ચેપગ્રસ્ત સાધનોથી કાપણી કરવાથી પણ રોગનું પરિવહન થઈ શકે છે. કુદરતી રીતે ઝાડના મૂળ ગંઠાવાથી પણ બે ઝાડ વચ્ચે રોગનું વહન થઇ શકે છે. અન્યથી વિરુદ્ધ, ખાટા ફળોમાં જોવા મળતા અન્ય વાયરસની જેમ, ઝાડનું સત્વ ચૂસતા જંતુઓ મારફતે એક્સોકોર્ટિસનું પરિવહન થતું નથી, અને આ રોગ માટે હજુ સુધી એવા કોઈ વાહક જંતુઓ પણ જાણવા મળ્યા નથી. બીજ દ્વારા થતું પરિવહન પણ જાણવામાં આવ્યું નથી. એક્સોકોર્ટિસ વાઇરોઇડ ઊંચું તાપમાન અને સુકી પરિસ્થિતિ એ બંને માટે ખૂબ જ પ્રતિકાર ક્ષમતા ધરાવે છે અને તેથી તેનો ફેલાવો કરતી સામગ્રી અને કાપણી માટે ઉપયોગમાં લેવાતા સાધનો લાંબા સમય સુધી ચેપગ્રસ્ત રહી શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી કળીઓ વાળી કલમ મેળવવા માટે ખાતરી કરો.
  • વાયરસ ની હાજરી માટે છોડ અને ફેલાવો કરતી સામગ્રીની પ્રયોગશાળામાં ચકાસણી કરો.
  • રોગના લક્ષણો જોવા માટે વાડીનું નિયમિત નિરીક્ષણ કરો.
  • વાયરોઈડનું અન્ય ઝાડ અથવા જગ્યાએ પરિવહન ન થાય તે માટે વાડીમાંથી અસરગ્રસ્ત ઝાડને દૂર કરો અને તેનો નાશ કરો.
  • મૂળમાંથી અંકુરણ ન ફૂટે તે માટે મૂળના ભાગને દૂર કરો.
  • ખાટા ફળોની કાળજી માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને કામદારોમાં સ્વચ્છતાના યોગ્ય ધોરણો જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો