Citrus leprosis virus sensu lato
વાયરસ
વાયરસના કારણે પાંદડા, થડ અને ફળોમાં સ્થાનિક લક્ષણો જોવા મળે છે. પાંદડા ઉપર લાક્ષણિક રીતે જોવા મળતા જખમ, ઘણીવાર પીળા અથવા ઘેરા કથ્થઈ રંગના, મોટા અને ગોળાકાર(5 થી 12 મીમી વ્યાસ) હોય છે, તથા સાથે તેના કેન્દ્રમાં 2-3 મીમી વ્યાસનું સુકાયેલ ટપકું હોય છે. ખોરાકની પ્રવૃત્તિના કારણે નિર્માણ થયેલ ટપકાંની ફરતે પીળાશ પડતી આભા હોય છે, જે 1-3 કેન્દ્રિત વર્તુળો ધરાવે છે. જુના જખ્મો માં, કેન્દ્રમાં ઘેરા રંગનું ટપકું પણ જોઈ શકાય છે. કુમળી ડાળીઓમાં, આ જખમ નાના, પીળાશ પડતા અને છીછરા હોય છે. સમય જતાં, એ ડાળીની લંબાઈની દિશામાં વધે છે અને એકરૂપ, સુકાયેલ, ઘેર કથ્થઈ કે લાલાશ પડતા બને છે. જેને વધતી ધરીની દિશામાં કાપવાથી ડાળીની અંદર પણ જખમ નો વિકાસ જોવા મળે છે. ફળો પર, મોટી સંખ્યામાં ઘેરા રંગના અને ચપટાં જખમ જોવા મળે છે અને ફક્ત બહારના ભાગને જ અસર કરે છે. ફળ ખરી પડે છે અથવા વેચાણપાત્ર રહેતા નથી.
ઘણીવાર જે વાતાવરણમાં બ્રેવિપલપસ પ્રજાતિ જોવા મળે છે ત્યાં જ આ સૂક્ષ્મ જીવાતો માટેના શિકારી પણ જોવા મળે છે. જીનસ યુસેઇયસ, ઍમ્બ્લીસેઈયુ, ફાઇટોસેઇયુલસ અથવા ઇફીસેઈઓડીશ ઝુલુઅંગાઈ જેવી ફાયટોસેઇડે પરિવારની સૂક્ષ્મ જીવાત બી. વાહક માટે સૌથી મહત્વની કુદરતી દુશ્મન છે. વસ્તી ઘટાડવા માટે જીનસ મેતારહીઝીયમ અથવા હિરસુતેલા થોમ્પસોની પ્રજાતિની શિકારી ફૂગ ધરાવતાં સંયોજનો નો પણ ઉપયોગ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. ખાટા ફળોમાં કોઢ નિર્માણ કરતાં વાયરસનું વહન કરતી સૂક્ષ્મ જીવતો સામે એક્રીનેટ્રીન, એઝોસાયક્લોટીન, બાયફ્રેન્ટ્રીન, સાયહેકસૅટિન, ડાયકોફોલ, હેકસીથીએઝોક્સ ફેનબ્યુટેટીન ઓક્સાઇડ ના સક્રિય ઘટક ધરાવતાં સૂક્ષ્મ કીટનાશક નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ત્રણ વાયરસ ના સમુહ દ્વારા લક્ષણો નિર્માણ થાય છે, જે આ ખાટાં ફળો ના યજમાન ઝાડમાં એક જ પ્રકારના લક્ષણો નિર્માણ કરે છે. થોડી ઘણી કાર્યક્ષમતા સાથે જીનસ બ્રેવિપેલ્પસ ની ઘણી બધી સૂક્ષ્મ જીવતો દ્વારા આ વાયરસનો ફેલાવો થાય છે. ઉદાહરણ તરીકે કેલિફોર્નિયામાં રોગનું પરિવહન કરતી ત્રણ સૂક્ષ્મ જીવાત આ પ્રમાણે છે, બી. કેલિફોર્નિક્સ, બી. ઓબોવેટસ અને બી. ફોએનિસિસ, જેમાં બાદમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવાતને મુખ્ય વાહક ગણવામાં આવે છે. ખાટા ફળો ના ઝાડ ઉપરાંત, તેઓ વ્યાપકપણે અન્ય યજમાન પણ ધરાવે છે અને બહોળા પ્રમાણમાં વહેંચાયેલ છે. સૂક્ષ્મ જીવાત તેના દરેક સક્રિય તબક્કા(લાર્વા, બાળ કિડાં અને પરિપક્વ) દરમિયાન વાયરસને ધારણ અને પરિવહન કરી શકે છે, તેમ છતાં એવું જાણવા મળ્યું છે કે લાર્વા વાયરસનું વહન વધુ અસરકારક રીતે કરી શકે છે.