CTV
વાયરસ
CTV ચેપના લક્ષણો વિવિધ પ્રકારનાં હોય છે અને તે યજમાન, વાયરસની તીવ્રતા અને પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવા ઘણા પરિબળો પર આધાર રાખે છે. મુખ્ય ત્રણ લક્ષણો આ પ્રમાણે છે: પાકમાં નબળાઈ(tristeza), થડ અને ડાળીઓ પર ખાડાનો ઉદ્ભવ અને પાંદડાઓનું પીળા પડવું. પાંદડા ક્લોરોટિક બને છે અને ચેપગ્રસ્ત ઝાડ મૃત બને છે. આ પ્રક્રિયા ધીમી હોઈ શકે છે, પ્રાથમિક લક્ષણો દેખાયા બાદ ઘણાં મહિના કે વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલતી રહે છે. ઘણીવાર આ પ્રક્રિયા એકદમ ઝડપી પણ હોઈ શકે છે, પ્રાથમિક લક્ષણો દેખાયા બાદ થોડા જ દિવસોમાં જ યજમાન ઝાડ મરી જાય છે. ચેપગ્રસ્ત ઝાડના થડ અને ડાળીઓ પર મોટી સંખ્યામાં ખાડા જોવા મળે છે. કેટલીક જાતોમાં ફળ પર ગુંદર જેવું દેખાય છે અને તૈલીય અથવા છીકણી ડાઘ જોવા મળે છે.
પરોપજીવી માખીઓ અને gall midges દ્વારા કેટલાક પરીક્ષણ હજી ચાલી રહ્યા છે, જેથી સાઈટ્ર્સમાં કુદરતી રીતે એફિડ પર નિયંત્રણ મેળવી શકાય. એફિડની વસ્તીને નિયંત્રણમાં લાવવાં વાણિજ્યિક રીતે મળતાં સંયોજનો (જેમ કે કુદરતી પાયરેથ્રમ, ફેટી એસિડ), ચેપનાશક સાબુ અથવા બાગાયતી તેલ (છોડ કે માછલીનાં તેલ)નો ઉપયોગ કરી જુઓ.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ વાયરસને સીધા કોઈ રસાયણ દ્વારા નિયંત્રણમાં લઈ શકાતો નથી. એફિડ પર નિયંત્રણ માટેના ઉપાયોની માહિતી ચકાસો.
સાઈટ્રસ Tristeza (ટ્રિસ્ટિઝા) વાયરસ દ્વારા આ લક્ષણો જોવા મળે છે, જે સાઈટ્ર્સમાં વિનાશક અને જીવલેણ પુરવાર થાય છે. Toxoptera citricida, સાઈટ્ર્સની કાળી એફિડ દ્વારા તે અસતતપણે ફેલાય છે. આ એફિડ જયારે ૫-૬૦ મિનીટ માટે ચેપગ્રસ્ત પાક પરથી પોષણ મેળવે છે, ત્યારે તેને આ વાયરસ લાગી જાય છે, પરંતુ ૨૪ કલાક બાદ તે આ વાયરસનું વહન કરી શકતી નથી. આ જ પરિવારની અન્ય જીવાતો પણ આ વાયરસના ફેલાવામાં ફાળો આપી શકે છે (જેમ કે કપાસની એફિડ, Aphis gossypii). કલમ બનાવવામાં ચેપગ્રસ્ત સામગ્રીનો ઉપયોગ કરવાથી પણ બીજા બાગોમાં આ વાયરસ ફેલાઈ શકે છે. લક્ષણોની ગંભીરતા મુખ્યત્વે વાયરસની તીવ્રતા પર આધાર રાખે છે. ઘણી જાતોમાં નોંધપાત્ર લક્ષણો જોવા મળતાં નથી, જયારે અન્ય જાતિમાં છોડ પર ગંભીર અસર જોવા મળે છે, તથા થડ અને ડાળીઓ પર ઊંડા ખાડા જોવા મળે છે. વાયરસથી ચેપ લાગવામાં અને બેવડાવામાં ૨૦-૨૫°C નું તાપમાન આદર્શ ગણાય છે.