PPSMV
વાયરસ
રોગના પ્રારંભિક તબક્કામાં, કુમળા પાંદડાની નસો આછા લીલા રંગની બને છે. જે વધુ વધતા આછાં અને ઘાટાં લીલા રંગની મોઝેક ભાત વિકસાવે છે. છોડની ગુચ્છાદાર વૃદ્ધિ થાય છે અને તેના પર ફૂલો અથવા શીંગો ઉત્પન્ન થતી નથી. પાંદડાનું કદ ઘટે છે.
લણણી પછી અસરગ્રસ્ત છોડના બધા અવશેષોને દૂર કરો. પ્રારંભિક તબક્કામાં, વધુ રોગ ફેલાતો અટકાવવા, તમારે ચેપગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી અને તેનો નાશ કરવો જોઈએ.
જીવાતને મારવા માટે, તમે એક લિટર પાણી દીઠ 1 મિલી કેલથેન જેવા એકરીસાઈડ્સ નો ઉપયોગ કરી શકો.
આ વાયરસ એરીઓફીડ જીવાણુઓ દ્વારા ફેલાય છે. જયારે તુવેર સાથે આંતરપાક તરીકે બાજરી અથવા જુવારની વાવણી કરવામાં આવે, ત્યારે ચેપનું જોખમ વધે છે. ગરમ અને શુષ્ક સમયમાં, લક્ષણો ઘટે છે.