મકાઈ

મકાઇના પાંદડાં માં રેખા નિર્માણ કરતાં વાઇરસ

MSV

વાયરસ

ટૂંકમાં

  • ચેપના પ્રાથમિક તબક્કામાં પાંદડાંના પાયામાં નાના, પીળાશ પડતાં, ગોળાકાર ટપકાં જોવા મળે છે.
  • પછી ટપકાંની સંખ્યામાં વધારો થાય છે અને તેઓ એકરૂપ બને છે.
  • તેનાથી સાંકડી, સફેદ કે પીળો રેખાઓ નિર્માણ થાય છે કે જે પાંદડાની શિરાને સમાંતર વિકાસ પામે છે.
  • તે આખા પાંદડાંને આવરી શકે છે અને જેનાથી છોડનો વિકાસ અટકે છે, ડૂંડાંનો અપૂર્ણ વિકાસ થાય છે અને દાણા બરાબર ભરાતા નથી.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

રોગના લક્ષણો છોડની પ્રજાતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને સહેજ જુદા હોય છે. ચેપના પ્રાથમિક તબક્કામાં પાંદડાંના પાયામાં નાના, પીળાશ પડતાં, ગોળાકાર ટપકાં જોવા મળે છે. જેમ જેમ ચેપ વધે છે, ટપકાંની સંખ્યામાં વધારો થાય છે અને તેઓ એકરૂપ બને છે. સંવેદનશીલ છોડની પ્રજાતિમાં, ટપકાંથી સાંકડી, સફેદ કે પીળો રેખાઓ નિર્માણ થાય છે કે જે પાંદડાની શિરાને સમાંતર વિકાસ પામે છે. જો છોડની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં ચેપ લાગે તો, તે આખા પાંદડાંને આવરી શકે છે અને જેનાથી છોડનો વિકાસ અટકે છે, ડૂંડાંનો અપૂર્ણ વિકાસ થાય છે અને દાણા બરાબર ભરાતા નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને એમએસવી સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરસના રોગ માટે કોઈ જ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી. વાહકની વસતીમાં ઘટાડો કરવાથી સામાન્ય રોગના ફેલાવાનો દર ઘટે છે. ડાયમિથોએટ અથવા માલાથિયોન પર આધારિત ઉત્પાદનો પાંદડાં પર લાગુ કરી શકાય, પરંતુ આ ઉપાયને ઉપજને થતું સંભવિત નુકશાન અને રોગચાળાના ફેલાવાની અનિશ્ચિતતા સાથે કાળજીપૂર્વક મૂલવવો જોઈએ.

તે શાના કારણે થયું?

મકાઇના પાંદડાં માં રેખા મુખ્યત્વે આફ્રિકન રોગ છે, પરંતુ તેની દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ જાણ થઇ છે. તે એક વાયરસ દ્વારા નિર્માણ થાય છે કે જે સિકાડુલીના તીતીઘોડાની કેટલીક પ્રજાતિઓ દ્વારા ફેલાય છે. કુમળા વધતાં પાંદડા પર ખોરાક લેવાથી વાયરસ લાગે છે. હવામાનની પરિસ્થિતિઓ પર આધાર રાખીને જંતુનું વૃદ્ધિ ચક્ર 22-45 દિવસનું હોય છે. 20 થી 35 ° સે આસપાસનું તાપમાન તેના વિકાસ માટે યોગ્ય હોય છે, અને તેના પરિણામે પાક માટે રોગનું જોખમ વધુ હોય છે. અનાજનું મોટું જૂથ (ઘઉં, ઓટ્સ, રાઈ, જવ, જુવાર ... વગેરે) વાયરસ માટે વૈકલ્પિક યજમાન તરીકે કામ આપે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડમાંથી અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બિયારણ જ વાપરો.
  • જો ઉપલબ્ધ હોય તો, સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતો જ ઉપયોગમાં લો.
  • આંતર-પાક તરીકે તીતીઘોડાને આકર્ષે તેવા વૈકલ્પિક યજમાન પસંદ કરો જેથી પાક પર ચેપની સંખ્યામાં ઘટાડો થાય.
  • તીતીઘોડાનાં હલનચલનને મર્યાદિત કરવા અવરોધોનો ઉપયોગ કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને રોગગ્રસ્ત છોડને શોધી લઇ તેનો નાશ કરો.
  • ખેતરમાં અને આસપાસમાં નીંદણનું નિયંત્રણ કરો.
  • એક જ ખેતરમાં એક પછી એક એમ બે મકાઈના પાકનું વાવેતર ટાળો.
  • ચોળા જેવા કઠોળ અથવા અન્ય બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો