MLND
વાયરસ
ચેપની શરૂઆતના તબક્કામાં પીળા-લીલા પટ્ટાવાળી ભાતો દેખાય છે, જે ઘણી વખત પાંદડાની નસોને સમાંતર હોય છે અને આધાર પાસેથી શરૂ થાય છે. જેમ જેમ રોગનો વિકસ થાય છે, પાંદડા સૂકાય છે અને સામાન્ય રીતે કિનારી તરફથી પાંદડા સૂકવાનું શરૂ થાય છે અને વચ્ચેની નસ તરફ વધે છે. ગંભીર ચેપના કિસ્સામાં, ચેપ ધીમે ધીમે છોડના બાકીના ભાગમાં ફેલાય છે અને સાંઠા ને કાપતાં તેની અંદર વિકાસ પામતી મુખ્ય પેશીઓ નાશ પામેલી દેખાય છે. ચેપગ્રસ્ત છોડની વૃદ્ધિ અટકે છે, દાણા જંતુરહિત, અને ડૂંડા દૂષિત, નાના અને આંશિક જ ભરેલા હોય છે. અસરગ્રસ્ત છોડ નબળો પડે છે અને તકવાદી ફૂગ અને નેમાટોડ માટે લક્ષ્ય બની જાય છે, જેનાથી સડો નિર્માણ થાય છે, અને અનાજનો જથ્થો અને ગુણવત્તા નીચે આવે છે.
માફ કરશો, આ રોગ માટે કોઇ જૈવિક નિયંત્રણના પગલાં અમને ખબર નથી.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરસ રોગો માટે કોઈ પણ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી. વાયરસ ફેલાવતા જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવા, જંતુનાશકો નો ઉપયોગ બિયારણની સારવાર અને છંટકાવ માટે કેટલાક કરી શકાય છે.
બધા જ મકાઈના છોડ આ રોગ માટે સંવેદનશીલ હોય છે. જોકે, હાજર વાયરસનો સંયોગ, પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિની વૃદ્ધિના તબક્કા પર આધાર રાખીને રોગના લક્ષણોમાં નોંધપાત્ર બદલ દેખાય છે. રોગ વાસ્તવમાં મકાઈના કલોરોટીક મોટલ વાયરસ અને બીજા વાયરસ, મોટાભાગના કિસ્સામાં શેરડીના મોઝેઇક વાયરસ, આ બે વાયરસ ના સંયોગથી લક્ષણો નિર્માણ થાય છે. ખેતરમાં અને આસપાસમાં ચેપ મુખ્યત્વે મકાઇ કીડા, મૂળના કીડા અને પાંદડાના કીટક તેમજ અનાજના પાંદડા પરના ફૂદાં જેવા વાહકોના કારણ ફેલાય છે. દુકાળ, ઓછી ફળદ્રુપ માટી અને અપૂરતી કૃષિ પ્રક્રિયાઓ જેવી વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રોગના લક્ષણો વધુ વણસી જાય છે.