ચોખા

ચોખામાં પીળો મૉટલ વાયરસ

RYMV

વાયરસ

ટૂંકમાં

  • નવા પાંદડા પર પીળી લીટીઓ અને ડાઘાઓ.પીળાથી લઇને નારંગી રંગના ડાઘા, મોટા પાંદડા પર ઘાટા ડાઘા.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

કૂણાં પાંદડામાં પીળાથી લીલા ડાઘા થવા લાગે છે. ચેપ લાગ્યા પછી (2 અઠવાડિયા) આ ડાઘા પાંદડાની નસોની સમાંતર વિસ્તરે છે. પીળી લીટીઓની મધ્યમાં, ગાઢ ડાઘા વિકસે છે. મોટા જૂના પાંદડા પીળા અથવા નારંગી રંગના દેખાય છે. છોડનો વિકાસ અટકી શકે છે અને ઉપજમાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત છોડનો નાશ કરો અને ચેપગ્રસ્ત છોડના અવશેષોને ખેડી દો અથવા તેને વધુ સારી રીતે બાળી નાખો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વાયરસને નિયંત્રિત કરવા માટે કોઈ સીધી રાસાયણિક સારવાર નથી.

તે શાના કારણે થયું?

આ વાયરસ કેટલીક જાતના ભમરા અથવા તીતીઘોડા તેમજ ગાયો, ઉંદરો અને ગધેડાઓની ઘણી પ્રજાતિઓ દ્વારા ફેલાય છે. તે છોડના રસની હલચલથી ઉદા. તરીકે સિંચાઇના પાણીથી અથવા તુંદરસ્ત છોડ અને ચેપી છોડનો સંબંધ થવાથી અને નાશ નહી પામેલો અને ખેડેલ પાકનો બચેલો કચરો – ઘાસ દ્વારા પણ ફેલાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો વધુ પ્રતિરોધક ક્ષમતાવાળી જાતોનું વાવેતર કરો.
  • આ કિટકની વસ્તી વધારો ટાળવા માટે વહેલા વાવણી કરો.
  • ખેતરમાં અને ખેતરની આજુબાજુ નિંદામણ – ઘાસ દૂર કરો.
  • લાભકારી કીટકોને અસર ન પહોંચે તે માટે જંતુનાશકોનું નિયમન કરો.
  • ચેપગ્રસ્ત છોડવાઓના અવશેષો ઉપર ખેડાણ કરો અથવા તેને બાળી નાંખવુ વધારે સારુ છે.
  • વૈકલ્પિક રીતે લણણી પછી ચેપગ્રસ્ત છોડવાઓનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો