કેળા

કેળાંના રેખાવાળા વાઇરસ

Banana Streak Virus

વાયરસ

ટૂંકમાં

  • પાંદડાની મુખ્ય પેશીથી કિનારી સુધી પીળા રંગની રેખાઓ.
  • જે બાદમાં કથ્થાઈ કે કાળા રંગની બને છે, અને તેમાં વચ્ચે વચ્ચે પીળા ડાઘા નિર્માણ થાય છે.
  • પાંદડાની મુખ્ય શીરા કિનારી તરફથી નાશ પામવાનું શરુ કરે છે.
  • વિકાસ અટકે છે.

માં પણ મળી શકે છે


કેળા

લક્ષણો

રોગના લક્ષણો વાયરસના પ્રકાર તથા સામેલ સંખ્યા, છોડની જાત અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને જુદા જુદા હોઈ શકે છે. પાંદડાની મુખ્ય શીરાથી લઈને કિનારી સુધી ફેલાયેલ એકસરખી અથવા તૂટક પીળા રંગની રેખાઓની રચના એ સૌથી સામાન્ય લક્ષણ છે. આ રેખાઓ બાદમાં કથ્થાઈ કે કાળા રંગની બને છે, અને તેમાં વચ્ચે વચ્ચે પીળા ડાઘા અથવા આંખના આકારની ભાત નિર્માણ થાય છે. પાંદડાની કિનારી પાસેથી સુકારો શરુ થાય છે, અને ક્યારેક મુખ્ય શીરા અને પર્ણદંડ ને પણ અસર કરે છે. ક્યારેક, થડની આંતરિક પેશીઓમાં પણ સડો નિર્માણ થઈ શકે છે. પછીના લક્ષણ ખાસ કરીને નીચા તાપમાને અને ટૂંકા દિવસો દરમ્યાન દેખાય છે. બધા પાંદડાને અસર થતી નથી, પરંતુ સામાન્ય રીતે છોડની વૃદ્ધિ અટકે છે, જ્યારે ઘોણ અને ફળોના કદમાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પરોપજીવી ભમરી, લેસવિન્ગ્સ કે હોવર માખી અને લેડી બર્ડ જેવા જૈવિક નિયંત્રકો મેલીબગની વસતી નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે. જયારે વસતી ઓછી હોય ત્યારે થોડું ખનિજ તેલ અથવા લીમડાના અર્કનો પાંદડા પર છંટકાવ પણ અસરકારક રહે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરલ રોગો માટેની કોઈ રાસાયણિક સારવાર નથી. મેલીબગની ઉપરનું મીણ જેવું રક્ષણાત્મક પડ તેને મારવાનું મુશ્કેલ બનાવે છે. ડેલ્ટામેથ્રિન જેવા જંતુનાશકોને મેલીબગની વસતી નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

એક જટિલ વાયરસના કારણે રોગ નિર્માણ થાય છે. છોડ પર વાયરલ કણોની સાંદ્રતા પરથી લક્ષણોનો પ્રકાર નક્કી થાય છે. તાપમાન અને હવામાનનો પ્રકાર, પણ ચેપના પરિણામ અસર કરે છે. મેલીબગ(સ્યુડોકોકીડે)ની ઘણી પ્રજાતિઓ દ્વારા વિવિધ વૃક્ષોમાં અને ખેતરમાં વાયરસ ફેલાય છે. ચેપગ્રસ્ત ખેતીની સામગ્રી અથવા બીજના ઉપયોગથી અન્ય રીતે લાંબા અંતર સુધી ચેપનો ફેલાવો થાય છે. આ માટીજન્ય રોગ નથી અને તેથી ખેતરમાં કામ કરતી વખતે છોડને થતી યાંત્રિક ઇજાઓ મારફતે તેના ફેલાવાની શક્યતા ઓછી છે. આ સમસ્યા વિશ્વભરમાં છે, જે કેળા અને અન્ય પ્રજાતિઓને અસર કરે છે અને છોડની વૃદ્ધિ, ફળની ઉપજ અને ગુણવત્તા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. વાયરસ કાપણીના સાધનો પર અથવા યાંત્રિક રીતે ફેલાય તેવી શક્યતા નથી.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ વાઈરસ મુક્ત વાવેતરની સામગ્રીનો ઉપયોગ કરવો.
  • ચેપગ્રસ્ત છોડ કાપી અને નાશ કરવો જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો