PRSV
વાયરસ
ચેપના સમયે છોડની વય, શક્તિ અને વાયરસની તીવ્રતાના આધારે લક્ષણો થોડા બદલાઈ શકે છે. ઘાટા-લીલા ફોલ્લા જેવી રચનાઓ પ્રથમ પાંદડા પર દેખાય છે. પછીથી, આ લીલા રંગના વિવિધ શેડ વિસ્તૃત પેટર્નમાં વિકસે છે. રોગના પછીના તબક્કે, પાંદડા એકદમ પાતળો દેખાવ ધરાવે છે અને પીળા તથા છીકણી નેક્રોટિક ડાઘ સાથે મોઝેઇક પેટર્ન દર્શાવે છે. પાંદડાના કદમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, પરિણામે વિકાસ રૂંધાય થાય છે અને છોડનો ઘેરાવો ઓછો થાય છે. પાણીથી ભરેલ ક્લોરોટિક ફોલ્લીઓ અને તૈલીય છટાઓ પણ દાંડી અને ડાળીઓ પર દેખાય છે. ચેપગ્રસ્ત ફળો અસંખ્ય, ઘેરા લીલા, મોટાભાગે ઊંડા, તેલયુક્ત રિંગ જેવા ડાઘ ધરાવે છે, જેનું કદ નાનું અને વિકૃત આકારનું લાગે છે. જો ચેપ પ્રારંભિક તબક્કે લાગે છે, તો ફળો વેચવા યોગ્ય રહેતા નથી.
એફિડ દ્વારા વાયરસના ઉપભોગ અને ફેલાવામાં અવરોધ પેદા કરવા માટે ૧% ની સાંદ્રતામાં સફેદ તેલના મિશ્રણનો છંટકાવ કરો. કેટલાક પ્રકારનાં બેક્ટેરિયા, યીસ્ટ્સ, એક્ટિનોમિસેટ્સ અને પ્રકાશસંશ્લેષણના બેક્ટેરિયા સહિતના ફાયદાકારક સુક્ષ્મસજીવોના મિશ્રણો આ રોગને ઘટાડી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વાયરલ ચેપ માટે કોઈ સીધી રાસાયણિક સારવાર નથી. જો કે, ડી-મેથોએટ અથવા અઝાડીરાક્ટીનનો સ્પ્રે એફિડની વસ્તી ઘટાડી શકે છે. પ્રથમ લક્ષણો દેખાય તે પછી દર પખવાડિયે આ સ્પ્રેનો છંટકાવ કરો.
વાયરસ અસંખ્ય જાતિના એફિડ દ્વારા અવિરત રીતે ફેલાય છે. તે એફિડ્સ પર અસર કરતો નથી, તેથી એક છોડમાંથી બીજા છોડમાં સંક્રમણ ટૂંકા ગાળાની (એક મિનિટથી ઓછા સમયમાં) અંતર્ગત થવું જોઈએ. વાયરસમાં વિવિધ પ્રકારના વૈકલ્પિક યજમાનો છે, જેમ કે તરબૂચ અને અન્ય કુકરબીટ્સ, પરંતુ તેમનો પસંદીદા પ્રકાર પપૈયા છે. જો તે પાંખવાળા એફિડની મોટી વસતી સાથે એક જ ખેતરમાં થાય તો ચેપ ઝડપથી ફેલાય છે. ઠંડુ હવામાન પણ પાંદડા (મોઝેઈક પેટર્ન અને વિકૃતિ) પરના લક્ષણોને તીવ્ર કરે છે.