અન્ય

મગકઠોળના પીળા મોઝેઇક જીવાણુ

MYMV

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા પર અનિયમિત પીળા-લીલા ટપકા - કરચલીવાળો દેખાવ આપે છે.
  • જખમ વૃદ્ધિ પામી , ઘાટ્ટા કથ્થાઈ બને છે.
  • ઓછા, નાના શીંગો, ક્યારેક ઉપર ની તરફ વળી જાયછે.
  • વિકાસ અટકે છે.
  • બીજ ની ગુણવત્તા અને જથ્થા માં ઘટાડો થાય છે.


અન્ય

લક્ષણો

નવા કુમળા પાંદડા સંપૂર્ણપણે હરિતદ્રવ્ય બની શકે છે, તે નીચે ની તરફ નમી જાય છે અથવા સુકાઈ ને સફેદ થઈ જાય છે. જુના પાંદડા પર છુટાછવાયા પીળા રંગના નાના ટપકા દેખાય છે જે પાછળથી અનિયમિત આકારના લીલા અને પીળા રંગના પટ્ટા માં પરિણમે છે. લીલા વિસ્તારો સહેજ ઉંચા થાય છે, પાંદડાને એક ચુસ્ત દેખાવ આપે છે. જખમ વધે છે અને એકરૂપ થઈ જાય છે, અને પાંદડાનું પરિગલન શરૂ કરે છે. અસરગ્રસ્ત છોડની વૃદ્ધિ અટકે છે. તેના પર ફૂલો અને શીંગો ઓછા આવે છે. તેમની શીંગો, નાની , પાતડી અને ચરબીયુક્ત હોય છે, અને ક્યારેક તેઓ ઉપરની તરફ વળી જાય છે. તેના બીજ પણ ઓછા અને નાના હોય ​​છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વાયરલ રોગો નિયંત્રિત કરવા માટે કોઈ જૈવિક પગલા લઇ શકાય નહી. જો કે, સફેદમાખીની વસ્તી ઘટાડવા માટે અને ચેપગ્રસ્ત પાક ની ઉપજ સુધારવા માટે છોડનો અર્ક જેમકે લીમડાનું તેલ અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર સાપરમેથેરીન, ડેલ્ટામેથેરીન અથવા ડીમેથોઈટનો છંટકાવ સફેદમાખીની વસ્તી ઘટાડે છે.રોગવાહક ઘટાડવા માટે, સરહદ પાક (મકાઇ, જુવાર અને મોતી બાજરી) નો જંતુનાશકો સાથે સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

વાયરસ વ્હાઇટફ્લાય બેમીસીઆ તાબેકી દ્વારા ફેલાય છે. કોઈ બીજ પ્રવાહન શક્ય નથી. એશિયા અને ઓસ્ટ્રેલિયા ના ઘણાબધા દેશોમાં આ રોગ જોવા મળે છે. પાંદડા પર પીળા પટ્ટા છોડની નોંધપાત્ર ઉત્પાદકતા ઘટાડે છે. ગરમ તાપમાન અને ભેજનું ઊંચું પ્રમાણ રોગવાહક ની વસતી વધારવા માં મદદ કરે છે.Mungbean પીળા મોઝેઇક વાયરસ ના ચેપ થી ઉપજને 100% નું નુકસાન થઈ શકે છે. કઠોળ ના પીળા મોઝેઇક વાયરસ લીલા કઠોળ કરતાં કાળા કઠોળ પર વધુ અસર કરે છે.


નિવારક પગલાં

  • જો તમારા દેશમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • ખેતર ની આસપાસ કિનારો પર પાક તરીકે જુવાર, મકાઇ અથવા બાજરી ની વાવણી કરો.રોગના લક્ષણો જાણવા માટે ખેતરની નિયમિત ચકાસણી કરો અને ચેપગ્રસ્ત છોડ દૂર કરો.
  • માખીઓ નું ધ્યાન રાખવા અને તેમને પકડવા માટે પીળી ચીકણી જાળનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો