ડુંગળી

ડુંગળીમાં પીળાશ અને નાનો છોડ

OYDV

વાયરસ

ટૂંકમાં

  • પુખ્ત પાંદડા પર પીળા પટ્ટાઓ - ભાત.
  • કરચલીઓ, નબળાઈ, વાંકળિયા અને કરમાયેલા પાંદડા.
  • અટકેલો વિકાસ.
  • સમગ્ર છોડનું પીળા પડવું.

માં પણ મળી શકે છે

2 પાક

ડુંગળી

લક્ષણો

ચેપ વૃદ્ધિના કોઈપણ તબક્કે લાગી શકે છે અને પ્રથમ તે એક વર્ષના છોડના પુખ્ત પાંદડા પર જોઈ શકાય છે. અનિયમિત, પીળી રેખાઓ તરીકે પ્રારંભિક લક્ષણો દેખાય છે, જે ધીમે ધીમે મોઝેક ભાતમાં પરિણામે છે. જેમજેમ લક્ષણો વધે છે, આ પાંદડા કરચલીવાળા, નરમ, વાંકળિયા બને છે અને છેલ્લે કરમાઈ શકે છે. જ્યારે ચેપ ખુબ વધારે હોય છે, ત્યારે પાંદડા સંપૂર્ણ પીળા પડે છે અને છોડનો વિકાસ અટકેલો દેખાય છે. બલ્બનો વિકાસ થતો નથી, અને જો થાય તો, તેઓ કદમાં નાના હોય છે અને અકાળે ફૂટી નીકળે છે, ઉદાહરણ તરીકે, સંગ્રહ દરમિયાન. બીજ ઉત્પાદન માટે વપરાતા ડુંગળીના છોડમાં ફૂલની દાંડીમાં વિકૃતિ આવે છે,, ફૂલો અને બીજમાં ઘટાડો થાય છે તેમજ બીજની ગુણવત્તામાં ઘટાડો થાય છે. અંકુરણ દરમાં નોંધપાત્ર અસર થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગમાં સારવાર માટે આ ક્ષણે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી. એફિડ સામે સારવાર માટે 5% લીમડાના તેલનો અને 2% લીંબોળીના બીજના ગર્ભના અર્ક (એન.એસ.કે.ઈ.) નો સમાવેશ કરી શકાયછે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વિષાણુના કિસ્સામાં રાસાયણિક સારવાર શક્ય નથી. એફિડ સામે સારવાર માટે એમામેકટીન બેન્જોયેટ, ઈન્ડોક્ષાકાર્બ અથવા એન.એસ.કે.ઈ. નો સમાવેશ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ઓનિયન યલો દ્વાર્ફ વાયરસ(ઓ.વાય.ડી.વી.) વિષાણુના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે ખેતરમાં પાકના કાટમાળમાં લાંબા સમયગાળા સુધી જીવી શકે છે. સામાન્ય રીતે વિષાણુ છોડના ચેપગ્રસ્ત ભાગ જેવા કે બલ્બ, ઝુમખા તથા ખેતરમાં ઉગી નીકળેલી વનસ્પતિઓ દ્વારા ફેલાય છે. તે મર્યાદિત યજમાન શ્રેણી, એલિયમ (ડુંગળી, લસણ, લાંબી ડુંગળી અને થોડી એલિયમ) ની પ્રજાતિઓ પૂરતું મર્યાદિત છે. કેટલીક અફિડની જાતિઓ (ઉદાહરણ માયઝુસ પર્સિકે) મારફતે પણ રોગ અનિયમિત રીતે ફેલાય છે. તેઓ તેમના મોઢામાં વિષાણુનું વહન કરે છે અને જ્યારે છોડનો રસ ચૂસીતી વખતે તે તંદુરસ્ત છોડમાં તેનો ફેલાવો કરે છે. ઘણી વાર, વિષાણુ એક જ છોડમાં અન્ય વિષાણુ સાથે સંયોજનમાં જોઈ શકાય છે. તેને આધારિત, ચેપથી વત્તે ઓછે અંશે ઉપજમાં ઘટાડો થઇ શકે છે. ઉદાહરણ તરીકે, જયારે છોડ લીક પીળા પટ્ટાવાળા વિષાણુથી પણ અસર પામેલ હોય તો ઉત્પાદનમાં ઘણું નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત વાવેતર સામગ્રીનો ઉપયોગ અથવા પ્રમાણિત જગ્યાના જ બીજ વાપરવા માટે સાવધાની રાખો.
  • વિસ્તારમાં ઉપલબ્ધ હોય તેવી સક્ષમ અથવા પ્રતિકારક જાત જ વાપરવી.
  • જો તમને ખાતરી ન હોય કે વાવેતર સામગ્રી તંદુરસ્ત છે કે નહિ, તો બલ્બ અથવા જૂથના બદલે સાચા બીજનો જ ઉપયોગ કરવો.
  • રોગના ચિહ્નો માટે નિયમિત તમારા છોડ અથવા ખેતરને તપાસો.
  • રોગનો ફેલાવો અટકાવવા, અફિડની વસતીને નિયંત્રણમાં રાખો.
  • વૈકલ્પિક યજમાન તરીકે વર્તતા નીંદણને દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડ અને છોડના ભાગોને દૂર કરો અને ઉદાહરણ તરીકે બાળીને તેનો નાશ કરો.
  • બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો