ઝૂચીની

કાકડી પર ડાઘ પાડતો લીલો વાયરસ

CGMMV

વાયરસ

ટૂંકમાં

  • કૂમળાં પાંદડા પર હળવા લીલા અથવા પીળા રંગની ફોલ્લીઓ અને નસોનું ખવાઈ જવું.
  • પાંદડાનું પીળા પડવું, જીર્ણ થઇ જવું અને તેનાં પર વિકૃતિ દેખાવી.
  • છોડનો રૂંધાયેલો વિકાસ.
  • ડાઘવાળા, રંગીન રેખાઓવાળા અથવા વિકૃત ફળ.

માં પણ મળી શકે છે

5 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

ઝૂચીની

લક્ષણો

રોગના પ્રારંભિક તબક્કે, નાના કૂમળાં પાંદડા પર હળવા પીળા-લીલા રંગની ફોલ્લીઓ જોવા મળે છે અને નસો ખવાઈ ગઈ હોય તેવું જોઈ શકાય છે. ચેપની ગંભીર વૃદ્ધિ થતાં ક્લોરોટિક ડાઘ, પાંદડાનું જીર્ણ થવું અને વિકૃતિ દર્શાવવી તથા છોડનો વિકાસ રૂંધાવો જેવા લક્ષણો જોવા મળે છે જે આખરે નેક્રોસિસમાં પરિણમે છે. પુખ્ત પાંદડા ધોવાઈને સફેદ જેવા અથવા પીળા-સફેદ રંગના થઈ શકે છે અને અકાળે ખરી પડે છે. ફળ પરના લક્ષણોમાં ઘણીવાર ફળ પર કોઈ અસર દેખાતી નથી(મોટાભાગે બાહ્યરૂપે) અથવા ફળ પર ગંભીર માત્રામાં ડાઘ કે રેખાઓ, વિકૃતિ જેવા લક્ષણો જોવા મળે છે અને ઘણીવાર ફળ પણ ખરી પડે છે. પછીના લક્ષણો ખાસ કરીને ઊંચા તાપમાને જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં, કોઈ બાહ્ય લક્ષણો ન દર્શાવતા ફળ આંતરિક રૂપે વિકૃત અથવા નેક્રોટિક હોઈ શકે છે. ફળનું અકાળે ખરવું પણ સામાન્ય લક્ષણ છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જો તમે ત્રણ દિવસ સુધી ૭૦°C તાપમાને શુષ્ક ગરમી પર બીજની સારવાર કરો, તો તેમાંથી સક્રિય વાયરસના કણોથી મુક્ત થઇ જાય છે અને તેના અંકુર ફૂટવા પણ શક્ય છે. જો ઉપલબ્ધ હોય તો CGMMV પરીક્ષણ કીટનો ઉપયોગ કરો. છોડ ચાવી જતાં જંતુઓને લક્ષ્યાંકિત કરતાં જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. છોડ ચાવતાં જંતુઓ માટે વપરાતી રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ આ વાયરસના ફેલાવાને અટકાવી શકે છે. કાકડીમાં લીલા ડાઘ કરનાર વાયરસ જેવા વાયરલ રોગોની સીધી સારવાર શક્ય નથી.

તે શાના કારણે થયું?

આ લક્ષણો કાકડીમાં લીલા મોઝેક વાયરસ (CGMMV) દ્વારા થાય છે, જે કાકડી, તડબૂચ અને cantaloupe સહિત કુકુરબીટ પ્રજાતિને ચેપ લગાડે છે. વાયરસ જમીનમાં મૃત છોડનાં કચરા પર ઘણા લાંબા સમય સુધી સક્રિય રહી શકે છે. ચેપગ્રસ્ત બીજ, લણણીના કે ખેતીના સાધનો અને વાંદો જેવા છોડ ચાવનાર જંતુઓ દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. છોડની કલમ બનાવતા અથવા અન્ય ક્રિયાઓ, કે જેનાથી પાકને ઇજા પહોંચી શકે તેવા કાર્યો દ્વારા આ રોગ અન્ય છોડમાં પણ ફેલાઈ શકે છે. રસ ચૂસતાં જંતુઓ (દા.ત. એફિડ્સ, માઈટ, સફેદ માખીઓ) આ વાયરસને સંક્રમિત કરતા નથી. એકવાર તે છોડને ચેપ લગાડે છે, ત્યારબાદ આ વાયરસ સામે કોઈ જાણીતો ઉપાય શક્ય નથી. ખાસ કરીને ગ્રીનહાઉસમાં, આ વાયરસથી ચેપનું પ્રમાણ વધી જાય છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત સ્રોતોમાંથી આવતાં બીજ અથવા રોપાઓનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો રોગ પ્રતિકારક જાતો વાવો.
  • રોગનો ફેલાવો ન થાય તે માટે જુદા જુદા છોડને એકબીજાની નજીક વાવશો નહીં.
  • છોડના કોઈપણ ભાગો અને બીજ સાથે કામ કરતી વખતે જંતુરહિત સાધનો વડે કામ કરવાનો આગ્રહ રાખો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • આ રોગનાં લક્ષણો ચકાસવા માટે સંવેદનશીલ પાકોનું નિયમિતરીતે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત છોડ કે તેના કચરાને તરત દૂર કરો.
  • આ ચેપગ્રસ્ત કચરાને બાળી અથવા જમીનમાં ઊંડે દાટી દેવો જોઈએ.
  • વારંવાર સંવેદનશીલ પાક લેવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો