કાકડી

કાકડીમાં મોઝેક વાયરસ

CMV

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા અને ફળો પર પીળી મોઝેક ભાત.
  • પાંદડા અને દાંડીઓનું નીચેની તરફ વળી જવું અને ક્ષીણ થઇ જવું.
  • રૂંધાયેલો અને વિકૃત વિકાસ.
  • ફૂલો પર સફેદ રેખાઓ.

માં પણ મળી શકે છે

7 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

કાકડી

લક્ષણો

સંક્રમિત છોડની પ્રજાતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે રોગનાં લક્ષણો બદલાય છે. કેટલાક કિસ્સાઓમાં, વાયરસ હાજર હોય છે પરંતુ લક્ષણો છુપાયેલા રહે છે. પાંદડા અને ફળો પર પીળા રંગનાં ડાઘ અથવા આછા લીલા કે પીળા રંગનો ઉપસેલ ભાગ જોઇ શકાય છે. છોડની બહારની બાજુની શાખાઓ અને પાંદડાની દાંડીઓમાં રેખાંશ વૃદ્ધિમાં જોવા મળે છે, જેનાથી પાંદડા અને ડાળીઓ નીચેની તરફ વળે છે. યુવાન પાંદડા કરચલીવાળા અને સાંકડા દેખાય છે અને આખા છોડનો વિકાસ રૂંધાયેલો અને વિકૃત જોવા મળે છે. ફૂલો પર સફેદ રેખાઓ જોવા મળે છે. ફળો પર ઉપસેલા ભાગો જોવા મળે છે જેથી તે વેચવા લાયક રહેતા નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ખનિજ તેલના સ્પ્રેનો ઉપયોગ કરવાથી એફિડને પાંદડા પર પોષણ મેળવતા અટકાવી શકાય છે અને તેથી તેની વસ્તીને નિયંત્રિત કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. CMV સામે કોઈ અસરકારક રસાયણો ઉપલબ્ધ નથી, અથવા એવા પણ કોઈ રસાયણ ઉપલબ્ધ નથી, જે છોડને ચેપ લાગવાથી બચાવી શકે. એફિડ સામે સ્પ્રે તરીકે સાયપરમેથ્રિન અથવા ક્લોરપાયરીફોસ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો કાકડીમાં મોઝેક વાયરસ (CMV)નાં કારણે જોવા મળે છે, જે વિવિધ જાતિઓ (જેમ કે કાકડી, પાલક, લેટીસ, કેપ્સિકમ અને સેલરી તેમજ ઘણા ફૂલો, ખાસ કરીને લીલી, ડેલ્ફિનિયમ, પ્રિમ્યુલા અને ડેફનેસ)ને અસર કરે છે. આ વાયરસનું સંક્રમણ અને વહન એફિડની ૬૦-૮૦ જુદી જુદી જાતિઓ દ્વારા થઈ શકે છે. સંક્રમણની અન્ય શક્યતાઓમાં ચેપગ્રસ્ત બીજ કે રોપા કારણ હોઈ શકે છે, તથા કામદારના હાથ કે ખેતરમાં વપરાતા સાધનો દ્વારા થયેલ ચેપના કારણે પણ આ રોગ થઇ શકે છે. CMV ફૂલોના બાર માસ સુધી ટકતા નીંદણમાં અથવા ઘણીવાર પાકના મૂળ, બીજ કે ફૂલો પર શિયાળો વિતાવે છે. શરૂઆતના તબક્કામાં લાગેલ ચેપમાં, વાયરસ નવા રોપાઓમાં પ્રણાલીગત રીતે વધે છે અને ઉપરના પાંદડા સુધી પહોંચે છે. આ છોડ પર પોષણ મેળવતા એફિડ વાયરસને અન્ય યજમાન(ગૌણ ચેપ) સુધી લઈ જાય છે. વાયરસ છોડના વિવિધ અવયવો વચ્ચે લાંબા અંતરના પરિવહન માટે છોડની ચેતાક્ષ પેશીઓનો ઉપયોગ કરે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતમાંથી આવતા વાયરસ મુક્ત બીજ અને રોપાઓનો જ ઉપયોગ કરો.
  • છોડની પ્રતિરોધક અથવા સ્થિતિસ્થાપક જાતો વાવો(પાલક અને કાકડીની આવી ઘણી બધી જાતો ઉપલબ્ધ છે).
  • રોગના લક્ષણ માટે નિયમિતપણે ખેતરની દેખભાળ કરતા રહો.
  • મોઝેક ભાત દેખાતી હોય તેવા દરેક છોડને દૂર કરો.
  • તમારા પાકની નજીક વિકાસ પામતા અન્ય વૈકલ્પિક યજમાનોને દૂર કરો.
  • ખેતરમાં ઉપયોગમાં લેવાતા સાધનોની જીવાણુરહિત હોય તેની ખાતરી કરો.
  • પાક વિકાસના પ્રારંભિક અઠવાડિયા દરમિયાન એફિડથી ખતરો ન થાય, તે માટે છોડને કોઈ ખુલ્લા આવરણથી પાકને ઢાંકો.
  • આ મહત્વનો સમયગાળો પસાર થાય પછી આવરણને દૂર કરો, જેથી પરાગધાન (ફૂલ આવવાની પ્રક્રિયા) જરૂર થાય છે.
  • ખેતરની આસપાસ અવરોધરૂપે એવા છોડ વાવો કે જે એફિડને આકર્ષિત કરે.
  • ઘણાં એફિડને એકસાથે પકડવાં માટે ચીકણી જાળીનો ઉપયોગ કરો.
  • એલ્યુમિનિયમના વરખ જેવા એફિડને રોકનાર આવરણથી જમીનને ઢાંકી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો