BGMV
વાયરસ
પ્રારંભિક લક્ષણો સામાન્ય રીતે ત્રણ-પાંદડી ધરાવતા પાંદડા પર દેખાય છે. નવા ઉગેલા પાંદડા પર તેજસ્વી પીળા રંગની પીળાશ પડતી નસો દેખાય છે. પેશીઓની પીળાશ વધુ ફેલાય છે અને પીળા રંગની નસ સામે ચોખ્ખો ઘાટો લીલો રંગ ધરાવતા કોષો સાથે સીધો જ વિરોધાભાસથી, પાંદડાંને જાળી જેવી લાક્ષણિકતા આપે છે. પાછળથી, પીળા રંગની વિવિધ ચિત્તદાર ભાત સાથે વિસ્તારીને પીળાશ, પાંદડાના બાકીના ભાગને આવરી લે છે. જે પાંદડાં લક્ષણો નિર્માણ થયા બાદ ઉગે છે તે વિકૃત, વાંકળિયા, અક્ક્ડ અને ચામડા જેવા હોઈ શકે છે. શીંગોનો વિકાસ થતો નથી અને તે નીચે તરફ વળેલી પણ હોઈ શકે છે. ખૂબ જ શરૂઆતના તબક્કામાં ચેપ લાગેલ છોડ પર શીંગો ઓછી અને તેમાં ઓછા દાણા હોઈ શકે છે તેમજ બીજની ગુણવત્તા પણ નીચલા સ્તરની હોઈ શકે છે.
ઈરેસીન હરબસ્તિ (હર્બસ્ટ બ્લડલીફ) અને ફાયટોલિકા થાયરસીફ્લોરા ના પાંદડાંના અર્કથી સારવાર વાયરસના ચેપને અંશતઃ રોકી શકે છે અને ખેતરમાં તેના બનાવને ઘટાડી શકે છે. બેમીસીયા તબાસી ના વયસ્ક, ઈંડા અને બાળ જંતુ સામે લાભદાયી ફૂગ બેઉવેરીયા બેસીયાનાનો અર્ક જંતુનાશક ગુણધર્મો ધરાવે છે.
હંમેશા શક્ય જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાઇરલ ચેપની રાસાયણિક સારવાર શક્ય નથી. સફેદમાખી ના નિયંત્રણ માટે, જૂજ સારવાર જ અસરકારક હોય છે.
બેમીસીયા તાબાકી દ્વારા વાયરસ સતત ફેલાય છે. ખેતરમાં કામ કરતી વખતે યાંત્રિક ઈજા મારફતે પણ છોડને ચેપ લાગી શકે છે. વાયરસનો એક છોડ પરથી બીજા પર પદ્ધતિસરનો ફેલાવો થતો નથી, તેમજ તે બીજ અથવા પરાગરજ જન્ય હોતો નથી. સામાન્ય રીતે જયારે જાતે ઉગી નીકળેલ વનસ્પતિઓ અથવા યજમાન નીંદણ ખેતરમાં હાજર હોય ત્યારે કઠોળને ચેપ લાગી શકે છે. છોડની વાહક પેશીઓમાં વાયરસ ગુણાન્વિત થાય છે, જે દર્શાવે છે કે શા માટે પ્રથમ અસર શિરા ને થાય છે. 28° સે ની આસપાસનું વધતું તાપમાન દેખીતા લક્ષણો અને તેની ગંભીરતા માટે સાનુકૂળ રહે છે. ઠંડી પરિસ્થિતિમાં (22 ° સે ની આસપાસ) વાયરસની વૃદ્ધિનો ગુણોત્તર અને લક્ષણોના વિકાસમાં વિલંબ થઈ શકે છે.