સફરજન

સફરજનમાં મોઝેઇક વાયરસ

APMV

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા પર તેજસ્વી પીળા ટપકાં અથવા પટ્ટા.
  • લક્ષણો પ્રથમ એક જ અંકુર પર દેખાય છે.
  • ઝાડનો વિકાસ ઘટે છે.

માં પણ મળી શકે છે

8 પાક
બદામ
સફરજન
જરદાળુ
ચેરી
વધુ

સફરજન

લક્ષણો

શરૂઆતમાં, પાંદડા પર મુખ્ય શિરા સાથે તેજસ્વી પીળા ટપકાં અથવા પટ્ટા પાંદડા પર અંકુરિત થતાં એક જ પાંદડાં પર દેખાય છે. જેમ જેમ રોગ ફેલાય છે, આ લક્ષણો અંકુરના બધા જ પાંદડા પર દેખાય છે. અસરગ્રસ્ત પાંદડા અકાળે ખરી પડે છે. વૃક્ષોની વૃદ્ધિમાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ વાયરસના રોગને મટાડી શકાતો નથી. અન્ય વૃક્ષોમાં તેનો ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વૃક્ષને દૂર કરવા જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ વાયરલ રોગ માટે કોઈ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

આ લક્ષણો સરફજનના મોઝેઇક વાયરસ થી નિર્માણ થાય છે, અને તે સખ્ત લાકડાંવાળી વનસ્પતિ અને વર્ષોવર્ષ ઊગી નીકળતાં ફૂલઝાડવાળા છોડ સહિત વિશાળ યજમાનની શ્રેણી ધરાવે છે. આ વાયરસનો કોઇ કુદરતી વાહક નથી. દૂષિત શાખાઓનો જયારે કલમ બનાવવા ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વાયરસનું વહન કરે છે. વાયરસ મૂળ દ્વારા પણ ફેલાઈ શકે છે. વસંત જેવા તાપમાન ધરાવતા વર્ષમાં લક્ષણો વધારે દેખાય છે.


નિવારક પગલાં

  • વાયરસ-મુક્ત પ્રમાણિત સામગ્રી જ વાપરો.
  • કલમ બનાવવા માટે ચેપગ્રસ્ત વૃક્ષોની ડાળીનો ઉપયોગ કરશો નહીં.
  • વાયરસને ફેલાયા બાદ અટકાવવા માટે 24 થી 32 દિવસો માટે 38 ° C તાપમાન પર થર્મોથેરાપીનો ઉપયોગ કરો.
  • તમારા ખેતરમાંથી ચેપગ્રસ્ત છોડના ભાગ અને નીંદણ દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો