Fusarium/Aspergillus/Phytophthora/Rhizopus/Diplodia
ફૂગ
ઉત્તરોત્તર લક્ષણોની પ્રગતિ દ્વારા કપાસમાં ફુગજન્ય રોગ છે તે નક્કી થાય છે. શરૂઆતમાં, કપાસના કુમળા લીલા રંગના ઝીંડવા પર નાના કથ્થઈ અથવા કાળા રંગના ટપકાં દેખાય છે, જે પછી આખા ઝીંડવાને આવરી લે છે. અસરગ્રસ્ત ઝીંડવા ઘેરા કથ્થઈ કે કાળા રંગના બને છે, પોચા અને પાણીમાં પલાળેલા હોય તેવા દેખાય છે. જેમ જેમ રોગ વધે છે, તેમ તેમ તે અંદરની પેશીઓમાં પ્રવેશ કરે છે, કપાસિયા અને કપાસને બગાડે છે. ગંભીર કિસ્સાઓમાં, ફૂગના કારણે ઝીંડવા અકાળે ફાટી શકે છે, જેનાથી કપાસના રેસા ઉતારતી કક્ષાના અને ડાઘાવાળા બને છે. ભેજવાળી પરિસ્થિતિમાં, ઝીંડવા પર ફૂગની વૃદ્ધિ દેખાઈ શકે છે.
માત્ર ઓર્ગેનિક અને જૈવિક પદ્ધતિ દ્વારા કપાસના સડા નું સંપૂર્ણપણે નિયંત્રિત કરવું મુશ્કેલ છે. સંશોધકો ટ્રાઇકોડર્મા વિરાઇડ જેવા વિકલ્પો અજમાવી રહ્યા છે, પરંતુ હજુ તે વેપારી ધોરણે ઉપલબ્ધ નથી.
શરૂઆતમાં રોગના ફેલાવાને અટકાવવા માટે પાંદડા અને બિયારણ પર કોપર ઓક્સીક્લોરાઇડ અને મેન્કોઝેબનો છંટકાવ કરો. ઉપરાંત, વિવિધ જીવાણુ સામે લડવા માટે ફ્લુક્સાપીરોક્સાડ અને પાયરાક્લોસ્ટ્રોબિન સસ્પેન્શનનું મિશ્રણ કરો. જ્યારે તમને રોગ દેખાય ત્યારે આ મિશ્રણ લાગુ કરો અને સંપૂર્ણ નિયંત્રણ માટે દર 15 દિવસે આ સારવારનું પુનરાવર્તન કરો. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.
જમીન અને બિયારણમાં રહેલ વિવિધ ફૂગના કારણે કપાસના ઝીંડવા પર સડો નિર્માણ થાય છે. વધુ પડતો નાઇટ્રોજન, વધુ પડતું પાણી, વરસાદ અને ભેજ જેવા પરિબળો જોખમ વધારે છે. આ રોગ છોડના તળિયે રહેના ફાટ્યા ન હોય તેવા ઝીંડવામાં, અને સામાન્ય રીતે વાવણીના 100 દિવસ બાદ જોવા મળે છે. ઘણીવાર રૂ જેવા જંતુઓ અને કપાસમાં જોવા મળતા લાલ જંતુઓ ઝીંડવા પર તિરાડો અને ઝખ્મ નિર્માણ કરે છે જેના દ્વારા ફૂગ અને બેક્ટેરિયા તેમાં પ્રવેશ કરે છે. ચેપગ્રસ્ત ઝીંડવા પરની ફૂગ દ્વારા નિર્માણ થયેલ ફૂગના કણો હવાના માધ્યમથી વિખેરાવાના કારણે પણ આ રોગનો ફેલાવો થાય છે.