કેરી

કાળા પટ્ટાઓનો રોગ

Peziotrichum corticola

ફૂગ

ટૂંકમાં

  • કાળા રંગની મખમલ જેવી ફૂગનો વિકાસ.
  • ડાળીઓ પર કાળા ડાઘ.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

ડાળીઓ ,શાખાઓ ,પાંદડાની નસો અને તેના મધ્યભાગ પર કાળા પટ્ટા દેખાય છે. ગંભીર કિસ્સાઓ સિવાય મુખ્ય થડને ભાગ્યે જ અસર થાય છે. જેમ જેમ રોગ આગળ વધે છે તેમ તેમ કાળા મખમલી ડાઘા મોટા થઈ ફેલાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

છોડને કેટલાક રોગોથી બચાવવા માટે, બોર્ડેક્સ અથવા કોપર ઓક્સીક્લોરાઇડની પેસ્ટ લગાવી શકાય તેમજ બોર્ડેક્સ (1%) અથવા કોપર ઓક્સીક્લોરાઇડ (0.3%) ના મિશ્રણનો છંટકાવ કરી શકાય. જો તમને રોગના લક્ષણો દેખાય તો અસરગ્રસ્ત ભાગોને ઘસીને તેના પર તમે કોપર મિશ્રણનો રંગ કરી શકો છો. અસરકારક સારવાર માટે, 5 કિલો કોપર સલ્ફેટ અને 5 કિલો હાઇડ્રેટેડ ચૂનાને 50 લિટર પાણીમાં ભેળવી બનાવેલ બોર્ડેક્સ મિશ્રણનો છંટકાવ કરો. તે માટે સૌપ્રથમ, કોપર સલ્ફેટને 25 લિટર પાણીમાં ઓગાળો, બાકીના 25 લિટરમાં હાઇડ્રેટેડ ચૂનો મિક્સ કરો, અને પછી સતત હલાવતા રહી બંનેને ભેળવી દો.

રાસાયણિક નિયંત્રણ

આ રોગના નિયંત્રણ માટે 50% WP કાર્બેન્ડાઝીમ નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. 5% EC હેક્સાકોનાઝોલ અને 75% WP ક્લોરોથાલોનિલ જેવા અન્ય ઉત્પાદનોનો પણ ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

છોડ પર રહેલ જંતુઓના ભીંગડાં પર ફૂગનો વિકાસ થાય છે; જે ડાળીઓનો નાશ કરતી નથી પરંતુ ડાળીઓના નુકશાન માટે ભીંગડાવાળા જંતુઓ મુખ્ય કારણ છે. તે ચોમાસા દરમિયાન વિકાસ પામે છે અને ઉનાળામાં વિકાસ અટકી જતાં કાળા રંગના પટ્ટા નિર્માણ થાય છે.


નિવારક પગલાં

  • રોગ માટે સંવેદનશીલ જાતો ટાળો.
  • રોગનાં ફેલાવાને રોકવા માટે ગંભીર રીતે ચેપગ્રસ્ત ડાળીઓ અને શાખાઓને દૂર કરી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો