Mycosphaerella pinodes and Phoma medicaginis var. pinodella
ફૂગ
કાળા ટપકાં દાંડી, પાંદડા, શીંગો અને બીજ પર ડાઘ પડે છે. ભેજવાળી પરિસ્થિતિમાં, સામાન્ય રીતે પ્રારંભિક લક્ષણો ઘટાદાર છોડમાં નીચલા પાંદડા અને દાંડી પર જોઈ શકાય છે. અનિયમિત આકારના નાના, ઘેરા કથ્થઈ રંગના ટપકાં પાંદડાની સપાટી પર વિખરાયેલા જોવા મળે છે. સતત લાંબા સમયની ભેજવાળી પરિસ્થિતિમાં, ટપકાં મોટા અને એકરૂપ બની નીચલા પાંદડાઓને સંપૂર્ણપણે બગાડે છે. થડના નીચલા ભાગમાં ડાઘ જાંબલી-કાળા રંગના રજકણો તરીકે દેખાય છે, જે છોડના મુખ્ય આધારના ભાગમાં સડાનું કારણ બને છે અને તેનાથી છોડ ઢળી શકે છે. શીંગો પર આ ટપકાં જાંબુડિયા-કાળા રંગના હોય છે અને તે એકરૂપ બની ચીમળાયેલ વિસ્તાર નિર્માણ કરી શકે છે. ચેપગ્રસ્ત બીજ વિકૃત રંગના અને જાંબુડિયા કથ્થઈ રંગના દેખાય છે.
પ્રતિકારક્ષમ જાતોનું વાવેતર કરો.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વટાણાના દરેક બીજને મૅન્કોઝબ જેવા ફૂગનાશકથી સારવાર આપવી સલાહભર્યું છે.
માયકોસ્ફેરેરેલા પિનોડ્સ, ફોમા મેડિકેજિનિસ વાર. પિનોડેલ દ્વારા નુકસાન થાય છે, જે બીજજન્ય, ભૂમીજન્ય હોય અથવા વટાણા ના કચરામાં ટકી શકે છે. સામાન્ય રીતે, વટાણાના જૂના અવશેષમાં નિર્માણ થયેલ અને સંગ્રહાયેલા ફૂગના બીજકણ જ્યારે પવન દ્વારા નવા પાકમાં ફેલાય છે ત્યારે આ રોગ સામાન્ય રીતે નિર્માણ થાય છે. છોડના વિકાસના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે. પવન અને વરસાદ ઝાપટાં દ્વારા રોગના કણો ચેપગ્રસ્ત છોડ પરથી નજીકના તંદુરસ્ત છોડ પર ફેલાય છે. ચેપગ્રસ્ત બિયારણનું વાવેતર કરવાથી પણ આ રોગ નિર્માણ થઈ શકે છે. ભેજવાળા હવામાન દરમિયાન, રોગ ઝડપથી ફેલાય છે. ચેપગ્રસ્ત બીજનું સૂકી ઋતુમાં વાવેતર કરવાથી રોગ નિર્માણ થશે નહીં, પરંતુ ભેજવાળી પરિસ્થિતિઓમાં ગંભીર રોગ નિર્માણ થવો સંભવ છે. આ ફૂગ જમીનમાં ઘણા વર્ષો સુધી ટકી શકે છે.