Taphrina maculans
ફૂગ
સામાન્ય રીતે આ રોગ પાંદડાની નીચેની સપાટી પર દેખાય છે. ટપકાં 1 - 2 મીમી જેટલા નાના અને મોટે ભાગે લંબચોરસ હોય છે. આ ટપકાં પાંદડાંની નસોને સમાંતર હરોળમાં ગોઠવાયેલ અને એકરૂપ થઈને અનિયમિત આકારનું જખમ બનાવે છે. શરૂઆતમાં, તે આછા પીળા રંગની વિકૃતિ તરીકે દેખાય છે અને ત્યારબાદ ઘેરા પીળા રંગના બને છે. ચેપગ્રસ્ત પાંદડા વિકૃત બને છે અને લાલાશ પડતો કથ્થઈ રંગ દર્શાવે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સાઓમાં, છોડ બળી ગયો હોય તેવો દેખાય છે અને હળદરની ગાંઠોની ઉપજ ઓછી થાય છે.
જ્યારે રોગનું પ્રમાણ ઓછું હોય ત્યારે સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ અને ટ્રાઇકોડર્મા હાર્ઝિયનમ ધરાવતા ઉત્પાદનો રોગના ઉપદ્રવને ઘટાડી શકે છે. આસોપાલવના (પોલિઆન્થિયા લોન્ગીફોલીયા) પાંદડાંનો અર્ક અથવા ડુંગળીનો ઘરે બનાવેલ અર્ક પણ ઉપદ્રવને ઘટાડી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. વાવેતરની સામગ્રીને એક લીટર પાણી દીઠ 3 ગ્રામ અથવા એક લીટર પાણી દીઠ 1 ગ્રામ કાર્બેન્ડાઝિમ સાથે 30 મિનિટ સુધી સારવાર આપો અને વાવણી પહેલાં તેને છાયડાં નીચે સુકવી લો.
મુખ્યત્વે આ ફૂગ હવાજન્ય હોય છે અને તેનો પ્રારંભિક ચેપ નીચેનાં પાંદડા પર લાગે છે. ખેતરમાં પડી રહેલા યજમાન છોડના સૂકા પાંદડાઓમાં તેનો ભરાવો થાય છે. ત્યારબાદ આગળનો ચેપ એસ્કોસ્પોર્સને કારણે ફેલાય છે જે ક્રમિક રીતે પરિપક્વ બને છે અને તાજા પાંદડાને ચેપ લગાડે છે. આ પરોપજીવી ઉનાળા દરમિયાન પાંદડાના કચરામાં રહેલ એસ્કોજેનસ કોષો અને જમીનમાં અને ખરી પડેલ પાંદડાઓમાં એસ્કોસ્પોર્સ અને બ્લાસ્ટસ્પોર્સમાં ટકી રહે છે. માટીમાં વધુ પડતો ભેજ, 25 ° સે તાપમાન અને પાંદડાની ભીનાશ રોગની તરફેણ કરે છે.