Colletotrichum capsici
ફૂગ
શરૂઆતના સંકેતો તરીકે પાંદડા પર રાખોડી કેન્દ્રવાળા આછા રંગના લંબગોળ ટપકાં જોવા મળે છે. ટપકાં નાના, 1-2 મીમી વ્યાસ ના હોય છે. ટપકાં એકરૂપ થઈ સામાન્ય રીતે 4-5 સે.મી. લંબાઈ અને 2-3 સે.મી. પહોળાઇના બની જાય છે. ઉપદ્રવના આગળના તબક્કામાં, ટપકાં કાળા રંગના કેન્દ્ર વાળી રિંગ બની જાય છે. રાખોડી રંગનું કેન્દ્ર પાતળું અને છેવટે ફાટી જાય છે. ગંભીર હુમલાના કિસ્સાઓમાં, પાંદડાની બંને બાજુ પર સેંકડો ટપકાં દેખાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પાંદડાં કરમાય અને સુકાઈ જાય છે.
રોગનાં બનાવો ઓછા કરવાના પુરાવા દર્શાવેલ ટી. હરજિનમ, ટી વિરિડી જેવા બાયોએજન્ટ લાગુ કરો. ઉપરાંત, પી લોન્ગીફોલીઆ છોડનો અર્ક પણ રોગના નિયંત્રણ માટે અસરકારક છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. બિયારણને લીટર પાણી દીઠ 3ગ્રા મેન્કોઝેબ અથવા લીટર પાણી દીઠ 1ગ્રા કારીબેંડેઝીમ સાથે 30મિનિટ સુધી સારવાર આપો અને ત્યાર બાદ વાવેતર પહેલા છાંયડામાં સુકવી લો. એક લીટર પાણીમાં 2.5ગ્રા મેન્કોઝેબ અથવા 1ગ્રા કારીબેંડેઝીમ ઉમેરી આંતરે દિવસે 2-3 છંટકાવ કરો.
ભૂપ્રકાંડની છાલ પર રહેલ ફૂગથી રોગ નિર્માણ થાય છે કે જે વાવેતર દરમિયાનના ચેપનો પ્રાથમિક સ્રોત છે. પાછળથી પવન, પાણી અને અન્ય ભૌતિક અને જૈવિક પરિબળોનાં કારણે ફેલાવો થાય છે. રોગ પેદા કરતા જીવાણુનું એક વર્ષ સુધી ચેપગ્રસ્ત કચરામાં જીવી શકે છે.