Epicoccum sorghinum
ફૂગ
પ્રારંભિક લક્ષણો તરીકે પીળા રંગની કિનારીવાળા ઘેરા લીલા થી લાલાશ પડતાં કથ્થાઈ રંગના, નાના, વિસ્તરાયેલા, અંડાકાર ટપકાં દેખાય છે. જૂના લક્ષણો અનિયમિત રેખા અને લાલ કથ્થાઈ કિનારી સાથે, મોટા અને વિસ્તરેલ જખમની લાક્ષણિકતા ધરાવે છે. ટપકાં એકરૂપ થઈ મોટા પટ્ટાઓ રચે છે, જે પીળાશ અને સુકારામાં પરિણમી શકે છે.
ગોળાકાર ટપકાંની ગંભીરતા ઓછી કરવા માટીમાં બદલાવ કરવા માટે કેલ્શિયમ સિલિકેટ સ્લેગ નો ઉપયોગ કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજ દિન સુધી આ રોગ સામે કોઈ રાસાયણિક નિયંત્રણની પદ્ધતિઓ વિકસાવવામાં આવી નથી.
એપીકોકમ શોરગીનમ ફૂગ ના કારણે નુકશાન થાય છે, અને તે પવન અથવા વરસાદ જન્ય ફૂગના બીજ દ્વારા ફેલાય છે. ફૂગને ગુણાન્વિત થવા માટે ગરમ, ભેજવાળી સ્થિતિ જરૂરી હોય છે. તે સામાન્ય રીતે, સૌથી જૂના પાંદડાને અસર કરે છે અને તેથી તેને ઓછા આર્થિક મહત્વ વાળો એક સામાન્ય રોગ તરીકે ગણવામાં આવે છે.