Puccinia kuehnii
ફૂગ
લીલા પાંદડા પર નાના મૃત ટપકાં તરીકે ચાઠાંની શરૂઆત થાય છે. જે પછીથી 4 મીમી લાંબા અને 3 મીમી પહોળા, નારંગી-કથ્થાઈ રંગના ચાઠા તરીકે વિકસિત થાય છે. સામાન્ય રીતે આ ચાઠાં પાંદડાની નીચલી બાજુએ અને જૂથમાં જોવા મળે છે. પાંદડાની નીચલી બાજુ પર નારંગી રંગના રોગના કણ ઉત્પન્ન થાય છે. ગંભીર રીતે અસરગ્રસ્ત પાંદડાની પેશીઓ નાશ પામે છે, જેનાથી પાકની ઉપરની બાજુએ આવેલ પાંદડામાં ઘટાડો થાય છે. ગંભીર કિસ્સામાં, આ ટપકાં પર્ણદંડ પર પણ દેખાય છે, જેના કારણે સમગ્ર પર્ણસમૂહ દૂરથી કથ્થાઈ રંગના દેખાય છે.
આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂગનાશકનો ઉપયોગ ઉપજમાં થતો ઘટાડો અટકાવી શકે છે. પાયરેકલોસ્ટ્રોબિન અને એઝોકસીસ્ટ્રોબિન જેવા સ્ટ્રોબિલ્યુરિન પ્રકારના ફુગનાશક નો પાક પર છંટકાવ કરવો, જેનો ઉપયોગ આ રોગની સારવાર માટે થઈ શકે છે. ઉપરાંત, મેટકોનેઝોલ અને પ્રોપીકોનેઝોલ જેવા ટ્રાયેઝોલ પ્રકારના ફુગનાશક નો 3 થી 4-અઠવાડિયાના અંતરાલે ઉપયોગ કરી શકાય છે.
પૂસીનીયા ક્યૂએહની ફૂગના કારણે રોગ નિર્માણ થાય છે. તે એક પ્રકારના કાટ જેવા પદાર્થથી ફેલાય છે જે રોગના કણ ઉત્પન્ન કરે છે જે ખુબ જ બારીક, હલકા અને સખત હોય છે, જે તેને માટે પવન અને પાણીના ઝાપટાં દ્વારા ઝડપથી ટૂંકા અને લાંબા અંતર સુધી ફેલાવા માટે સરળ બનાવે છે. જમીનમાં રહેલ છોડના અવશેષોમાં પણ તે ટકી શકે છે. સામાન્ય રીતે આ રોગ ઉનાળામાં અને પાનખરની શરૂઆતમાં ગરમ, ભીના અને અત્યંત ભેજવાળા વાતાવરણની પરિસ્થિતિમાં જોવા મળે છે. તે પરિપક્વ શેરડીને (સામાન્ય રીતે 6 મહિનાથી વધુ) ચેપ લગાડે છે. તેનો વિકાસ અને ફેલાવો 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન અને 70 થી 90% વચ્ચેના ભેજ સુધી મર્યાદિત છે. વધુ પવન અને સતત વાદળછાયું વાતાવરણ રોગના વધારાને વેગ આપે છે.