સફરજન

સફરજનના શ્યામ રંગના ચાઠાં

Phyllachora pomigena

ફૂગ

ટૂંકમાં

  • ફળની સપાટી પર ઘેરાં લીલા થી કાળા રંગની ફૂગનો વિકાસ.
  • ગોળાકાર કે અનિયમિત આકારના પટ્ટા.

માં પણ મળી શકે છે

1 પાક

સફરજન

લક્ષણો

ફળની સપાટી પર અનિયમિત આકારની રેખાઓવાળા કથ્થાઈ કે આછા કાળા રંગના ચાઠાં હોય છે, જે 5 મીમી કે તેથી મોટા વ્યાસના હોઈ શકે છે. બધા ચાઠાં એક સાથે મળીને આખા ફળને આવરી શકે છે. ચાઠાં ફળની સપાટી પર ઘેરાં અથવા ધબ્બા વાળા દેખાઇ શકે છે. આ ચાઠાં અનિશ્ચિત રૂપરેખા સાથે ઓલિવ ગ્રીન રંગના હોય છે. સામાન્ય રીતે આ ચાઠાં એક ચતુર્થાંશ ઇંચ અથવા તેથી મોટા વ્યાસ ધરાવતા હોય કે અને ક્યારેક સાથે મળી ફળના મોટાભાગને આવરી લે છે. સેંકડો નાના, ઘેરાં રંગના એકબીજાથી ઘેરાં રંગના છૂટક તાંતણાં થી જોડાયેલ કાણાં ના કારણે છૂંછા જેવો દેખાવ નિર્માણ થાય છે. સામાન્ય રીતે ઘેરા રંગના ચાઠાં નિર્માણ કરતી ફૂગ બાહ્ય સપાટી સુધી મર્યાદિત છે. કેટલાક કિસ્સાઓમાં, ફુગના તાંતણાં બહારના કોષોની દિવાલો અને છાલ અંદર ઘૂસી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઉનાળા દરમિયાન નારિયેળના સાબુથી સારવાર કરવાથી રોગની ઘટનાઓને સહેજ ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સ્ટ્રોબિલ્યુરિન, ક્રેકઝીમ મિથાઇલ અથવા ટ્રાયફ્લોકસીસ્ટ્રોબીન જેવા ફૂગનાશકનો છંટકાવ ઘેરાં રંગના ચાઠાંનું નિયંત્રિત કરવા માટે સક્ષમ છે તેમ જાણવામાં આવ્યું છે. અને થિયોફેનેટ-મેથિલ. કેપ્ટન (સુપર અને અન્ય પ્રી-મિક્સ) સારું નિયંત્રણ પૂરું પાડે એવું માનવામાં આવે છે પરંતુ તે ખાસ અસરકારક નથી. મેન્કોઝેબ 75% ડબ્લ્યુજી (3 ગ્રા/લી) પાણીના છંટકાવનો ઉપયોગ કરો અને વૃક્ષ દીઠ 10 લિ પ્રવાહી ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

આ રોગ ફાયલાકોરા પોમિગાના (કેટલાક અસંબંધિત ફૂગ) દ્વારા નિર્માણ થાય છે. પવન ફુંકાવાથી ફૂગના બીજકણ રોપાઓમાં ફેલાય છે. લાંબા સમય સુધી સતત ઉનાળાના સામાન્ય કરતાં વધુ તાપમાને વારંવાર વરસાદ અને વધુ ભેજવાળી પરિસ્થિતિમાં આ રોગનો ફેલાવો વધુ થાય છે. ફૂગનો વિકાસ પાછળથી રંગમાં વિકૃતિ છોડી શકે છે. તે કડક અને ઔષધીય છોડની વિશાળ શ્રેણીના પાંદડા, ડાળીઓ અને ફળોને અસર કરે છે. વસંત અને ઉનાળાના પ્રારંભિક તબક્કામાં રોગના કણ ઉત્પન્ન થાય છે.


નિવારક પગલાં

  • ખેતર અને તેની ફરતે શેઢા પરથી સેતુર જેવા વૈકલ્પિક યજમાન વૃક્ષને દૂર કરો.
  • ઉનાળામાં વૃક્ષોની ઘટાને ખુલ્લી કરવા અને હવાઉજાસ માટે તથા વરસાદ પછી ફળની સૂકવણીને સરળ બનાવવા માટે વૃક્ષની વધારાની ડાળીઓને કાપી સરખું કરો.
  • ફળના ઝુમખાને અલગ કરવા અને રોગની ઘટનાઓને અટકાવવા માટે વૃક્ષોની ડાળીઓને કાપી સરખી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો