Lasiodiplodia theobromae
ફૂગ
ડાળી અને શાખાઓ સુકાય અને નાશ પામે છે, જેનાથી પાનખર નિર્માણ થાય છે. પાંદડા ઘેરા રંગના બને છે અને કિનારીથી વળી જાય છે. ડાળી નાશ પામીને ઝાડ પરથી પડી શકે છે. ચેપની આસપાસ ઉધઈ દેખાય છે અને પછી સુકાઈ જાય છે (છોડનો અસરગ્રસ્ત ભાગ ઘેરા રંગનો બનવો) અને લાકડા પણ નાશ પામે છે. ડાળીઓ પર ગુંદર જેવા ટીપાં પણ જોવા મળી શકે છે જે પછીથી ડાળીના મોટાભાગને આવરી લે છે. મોટેભાગે ફળ ઉતારી લીધા બાદ તેમાં સડો જોવા મળે છે અને તેની શરૂઆત ફળના મુખ પાસેથી થાય છે. અસરગ્રસ્ત ભાગ પહેલા કથ્થઈ અને પછી કાળો થઇ જાય છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં આખું ફળ સંપૂર્ણપણે સડે અને સુકાઈ જાય છે. ફળના અંદરના ભાગે પણ રંગીન વિકૃતિ જોવા મળે છે. ફળોમાં, ટોચ પરની દાંડીનો ભાગ ઘેરા રંગનો બને છે. અસરગ્રસ્ત વિસ્તાર મોટા ગોળાકાર, કાળો ભાગ બનાવે છે જે ભેજવાળી ગરમીમાં ઝડપથી વિસ્તરે છે અને બે કે ત્રણ દિવસની અંદર આખા ફળને કાળું બનાવે છે. ફળની અંદરનો ગર કથ્થઈ અને નરમ બની જાય છે.
રોગને નિયંત્રિત કરવા માટે બેસિલસ સબટિલીસ અને ઝાંથમોનાસ ઓર્ઝે પીવી. ઓર્ઝે નો ઉપયોગ કરી શકાય છે. ટ્રાયકોદર્મા હર્ઝિયનોમ પણ લાગુ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગના ફેલાવાને રોકવા માટે કાપણી પછી કપાયેલ મોટા ભાગ પર તમે ફૂગનાશકો (રંગ, પેસ્ટ) લગાડી શકો છો. રોગની તીવ્રતા ઘટાડવા માટે 1 પીપીએમ એ.આઇ. કાર્બેન્ડઝિમ (50 WP) અથવા થિયોફેનેટ-મિથાઇલ (70 WP) નો છંટકાવ કરો. ડાળીના અંતભાગ માં થતા સડા ના રોગને ઘટાડવા માટે લણણીના 15 દિવસ પહેલા કાર્બેન્ડઝિમ (0.05%) અને પ્રોપેકોનાઝોલ (0.05%) નો છંટકાવ કરવો અસરકારક માનવામાં આવ્યું છે. લણણી બાદ ફળોને ગરમ પાણી અને કાર્બેન્ડઝમ સાથે સારવાર કરવું એ ડાળીના અંતભાગ માં થતા સડા સામે આંશિક અસરકારક રહે છે. યોગ્ય તાપમાને સંગ્રહેલ ફળોને ડાળીના અંતભાગ માં થતા સડાથી બચાવવા માટે ગરમ કાર્બેન્ડઝિમ અને ત્યારબાદ પ્રોકલોરેઝ એમ બંનેથી સારવાર જરૂરી છે.
ભૂમીજન્ય ફૂગ લાસિઓડપ્લિડિયા થિયોબ્રોમાના કારણે નુકસાન નિર્માણ થાય છે, તે વિશાળ માત્રામાં યજમાન ધરાવે છે અને તે સમગ્ર વિષુવવૃત્તીય અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. તે ખેતરમાં અને સંગ્રહ કરેલ પાકને નુકસાન પહોંચાડે છે. તે પાકના અવશેષો પર રહેલ સૂક્ષ્મ છિદ્રોમાં અસ્તિત્વ ધરાવે છે. પવન અને વરસાદના ઝાપટાં દ્વારા રોગના કણ ફેલાઈ શકે છે અને યજમાન વૃક્ષના તાજા કપાયેલ અથવા ક્ષતિગ્રસ્ત ભાગો માં દાખલ થઇ શકે છે. પાણીની ઉણપ ધરાતા વૃક્ષ પર તેના લક્ષણો વધુ ગંભીર દેખાય છે. વધુ તાપમાન અને વરસાદ રોગ માટે અનુકૂળ રહે છે.