કોબી

રિંગ જેવા ટપકાં

Mycosphaerella brassicicola

ફૂગ

ટૂંકમાં

  • પીળા રંગની આભાથી ઘેરાયેલ ઘેરા રંગના ટપકાં.
  • ટપકાંની અંદર ઘેરા રંગની રિંગ જોવા મળે છે.
  • પાંદડા પીળા પડે છે.
  • અકાળે પાનખર નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

કોબી

લક્ષણો

સામાન્ય રીતે લક્ષણો જુના પાંદડા પર જોવા મળે છે, પરંતુ જો કુમળા પાંદડાને અસર થઇ હોય તો લક્ષણો વધુ ગંભીર બને છે. શરૂઆતમાં પાંદડાની સપાટી પર 3-5 મીમીના પીળા રંગથી ઘેરાયેલ નાના કદના ઘેરા રંગના ટપકાં, જોવા મળે છે. આ ટપકાં લીલા-કથ્થાઈ અથવા રાખોડી-કાળા રંગના હોય છે અને પાંદડાંની નસો પૂરતાં મર્યાદિત રહે છે અને આખરે 2-3 સે.મી. બની જાય છે. નાના કાળા રંગના ટપકાં તેના કેન્દ્રમાં રિંગ્સ બનાવે છે. ટપકાં ભેગા મળીને પાંદડાને પીળા કરી શકે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં અકાળે પાનખર સર્જાઈ શકે છે. આ ફૂગ દ્વારા નિર્માણ થતાં ટપકાં અલ્ટરનેરીએ પ્રજાતિઓના કારણે દેખાતા ટપકાં જેવા જ દેખાય છે. મુખ્ય તફાવત એ છે કે આ રોગના કારણે થતાં ટપકાંની રાખોડી રંગના અને તેની અંદરની રિંગના કેન્દ્રમાં કાળા રંગના ઉપસેલા ટપકાં હોય છે. છોડના જમીન ઉપરના બધા જ ભાગોમાં લક્ષણો જોઈ શકાય છે. એકબીજાથી અલગ ડાઘાઓમાં ઘેરા રંગની રિંગ, કાળા રંગનું ફળો નાં ભેજવાળી વાસ ધરાવતું તત્વ હોય છે, જેની ફરતે ચોક્કસપણે પીળાશ પડતો કિનારી વાળો વિસ્તાર હોય છે. તીવ્ર હુમલો થયો હોય તો બધા ટપકાં એકરૂપ થાય છે, અને સમગ્ર છોડ અસરગ્રસ્ત અને કાળા રંગનો થઈ શકે છે. બિયારણના સાંઠામાં, ફૂગ નીંદણનાશક 2,4-ડી દ્વારા થતી ઇજાઓની જેમ જ વિકૃતિ નિર્માણ કરી શકે છે. સંગ્રહિત કોબીજ પર ઘેરા રંગના ડાઘ વિકસી શકે છે અને તે ઊંડે સુધી જઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ વિષે જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તમારા બીજની વાવેતર પૂર્વે થીરમ અથવા મૅનકોઝેબથી સારવાર કરો. ઠંડા અને ભેજવાળા હવામાન દરમિયાન ક્લોરોથેનોનિલ, મૅન્કોઝબ અથવા કોપરનો છંટકાવ કરો. મોટી સંખ્યામાં હવાજન્ય રોગના કણને લીધે જ્યાં ખુબ જ વનસ્પતિ ઉત્પાદન થાય છે, ઠંડી અને ભેજવાળી પર્યાવરણીય પરિસ્થિતિઓ હોય છે, જે ચેપના ફેલાવાની તરફેણ કરે છે, ત્યાં રોગનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ હોય છે.

તે શાના કારણે થયું?

હવાજન્ય પરોપજીવી માયોકોસ્ફેરેરેલા બ્રાસિસિકોલા દ્વારા નુકસાન થાય છે. રોગના કણ પાણીના ઝાપટાં, પવન અને વરસાદ દ્વારા ફેલાય છે. આ ફૂગને પ્રજનન માટે ઓછામાં ઓછા ચાર દિવસ સુધી 100% ભેજની જરૂર હોય છે. 16-20 ડિગ્રી સે. તાપમાન અને પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા ના કારણે પરોપજીવીના વિકાસને સરળતા મળે છે. આ રોગ મોટેભાગે બિયારણના ઉત્પાદન માટે એક સમસ્યા છે, અને બિયારણ પરોપજીવીનું વહન કરી શકે છે. ચેપગ્રસ્ત યજમાન નીંદણ અને યજમાન પાક અથવા તેના અવશેષો પર ફૂગ ઠંડી દરમિયાન ટકી રહે છે. રોગના કણ પવન દ્વારા ફેલાય છે. ઠંડુ ભેજવાળું હવામાન રોગના વિકાસની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • પાંદડાં પરના ટપકાં માટે તમારી વાડીનું નિરીક્ષણ કરો, અસરગ્રસ્ત પાંદડાંને દૂર કરો, અથવા જો વધારે પાંદડા પર ફોલ્લીઓ હોય તો સંપૂર્ણ છોડનો નાશ કરો.
  • તમારા ખેતરમાં ફક્ત તંદુરસ્ત રોપાઓની રોપણી કરો.
  • તમારા ખેતર અને આસપાસ નીંદણને દૂર કરો કારણ કે તે વૈકલ્પિક યજમાન હોઈ શકે છે.
  • પાકના અવશેષોને એકત્રિત કરી બાળીને અથવા દાટીને તેનો નાશ કરો.
  • વૈકલ્પિક રીતે અસરગ્રસ્ત અવશેષો પર હળ ફેરવી શકો છો.
  • ખેતરમાં રોપણી કરતાં પહેલા તેમાં રહેલા અવશેષો સંપૂર્ણપણે વિઘટિત પામી ચુક્યા હોય તેની ખાતરી કરો.
  • બિન-યજમાન પાક સાથે 2-3 વર્ષે પાકની ફેરબદલીનું આયોજન કરો.
  • 30 મિનિટ માટે 122 ° F ગરમ પાણીથી બીજની સારવાર કરો.
  • આનથી બીજજન્ય રોગનો ભરાવો થતો અટકશે.
  • તમામ બીજની સારવાર કરતા પહેલા થોડા માત્રામાં બીજ લઇ તેની સારવાર બાદ અંકુરણનું પરીક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો