Pseudocercospora abelmoschi
ફૂગ
શરૂઆતમાં, પાંદડાની નીચેની બાજુએ ઓલિવ રંગના ટપકાં દેખાય છે. મોટાભાગે જમીનની નજીક રહેલા જૂના પાંદડા, રોગથી પ્રભાવિત થાય છે. અસરગ્રસ્ત પાંદડાની સપાટી પર આછા કથ્થઈ કે રાખોડી રંગની ફૂગ જોવા મળી શકે છે. રોગ જેમજેમ વધે તેમતેમ પાંદડા સુકા બની જાય છે અને તે પાંદડાની ઉપરની સપાટી પર પણ જોઈ શકાય છે ચેપગ્રસ્ત પાંદડા આખરે સુકાઈને ખરી પડે છે. થડ તથા ફળો પર પણ આવા જ લક્ષણો હોઇ શકે છે. જો વધારે માત્રામાં ચેપ લાગેલ હોય તો છોડ પરથી બધા જ પાંદડાં ખરી શકે છે. લક્ષણો સી. માલયીનસીસ ફૂગ જેવા જ લાગી શકે છે.
આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથે હંમેશાં એક સંકલિત અભિગમ પર વિચાર કરો. બપોરે પાંદડાઓની નીચલા બાજુ પર ફૂગનાશકનો છંટકાવ કરવો. વાવણીના એક મહિના બાદ કોપર ઓક્સિક્લોરાઇડ @ 0.3%, @ 0.25% મેન્કોઝેબ અથવા @ 0.2% ઝીનેબ નો રક્ષણાત્મક ફુગનાશક તરીકે છંટકાવ કરવો અને રોગની તીવ્રતાના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. રોગનું નિયંત્રણ કરવા માટે 15 દિવસના અંતરાલએ 50 ડીએફ @ 0.1% કાર્બેન્ડાઝિમ ના ઉપયોગથી પણ આશાસ્પદ પરિણામો મળ્યા છે.
સ્યુડોસર્કોસ્પોરા એબેમોશિ ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે જમીનમાં રહેલ ચેપરસ્ત છોડના કચરા પર નિષ્ક્રિય કાળમાં ટકી રહે છે અને આ રીતે ભીંડાના મૂળ અને નીચલા પાંદડાને ચેપ લગાડે છે. ત્યારબાદ રોગના કણો પવન, વરસાદ, સિંચાઇ અને યાંત્રિક સાધનો દ્વારા આગળ વધુ ફેલાય છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે તેથી ભેજવાળા મોસમ દરમિયાન(ફૂલ આવવાના તબક્કે) પાંદડાં પર ટપકાં જોવા મળવા ખૂબ જ સામાન્ય છે.