શેરડી

શેરડીના પાંદડાનું બળવું

Stagonospora sacchari

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પીળા રંગની આભા સાથે અસામાન્ય બારીક ઘેરા લાલ રંગના ટપકાં જોવા મળે છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

પ્રારંભિક લક્ષણો તરીકે પાંદડાની સપાટી પર સફેદથી પીળા રંગના નાના ટપકાં જોવા મળે છે, અને તે સામાન્ય રીતે જમાવટના 3 થી 8 દિવસ પછી જોવા મળે છે. નવા પાંદડાં પર લાલ અથવા લાલ-કથ્થઈ રંગના ટપકાં દેખાય છે અને ધીમે ધીમે ફરતે સ્પષ્ટ પીળી રિંગ સાથે સ્પિન્ડલ આકારમાં વિકસિત થાય છે. રોગની તીવ્રતા વધુ હોય તો, આ ટપકાં એકરૂપ બની પાંદડાંની સપાટી પર રહેલ વાહક પેશીઓની જેમ જ ફેલાય છે અને સ્પિન્ડલ આકારની રેખાઓ નિર્માણ કરે છે. શરૂઆતમાં આ જખમો લાલ-કથ્થઈ રંગના હોય છે, જે પછીથી ફરતે લાલ રંગની કિનારી સાથે સુકાયેલ ઘાસ જેવા રંગના બને છે. મૃત પાંદડાની પેશીઓમાં નાના કાળા રંગના કપ જેવી રચના પણ નિર્માણ થાય છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત પાંદડા સૂકાય છે અને અકાળે ખરી પડે છે. ચેપના કારણે શેરડીની ઊંચાઈ, જાડાઈ અને ખાદ્ય ભાગની સંખ્યા તેમજ લીલા પાંદડાની સંખ્યામાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજ સુધી, આ રોગ માટે કોઈપણ પ્રકારની જૈવિક નિયંત્રણ પદ્ધતિથી ઉપલબ્ધ હોય તેવું અમને ખબર નથી. જો તમે લક્ષણોની ઘટનાઓ અથવા તેની તીવ્રતા ઓછી કરતી કોઈપણ સફળ પદ્ધતિ વિશે જાણો છો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કારીબેંડેઝીમ અને મેન્કોઝેબ જેવા ફૂગનાશકો લાગુ કરો. બોર્ડેક્સનું મિશ્રણ અથવા ક્લોરથેલોનિલ, થિઓફેનેટ-મિથાઇલ, અને ઝિનેબ નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

સ્ટેગોનોસ્પોરા સાચીના ફૂગના પરોપજીવીના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે વિપુલ માત્રામાં ફુગનું કારણ બને છે અને છોડની પ્રકાશસંશ્લેષણની પ્રવૃત્તિને મોટા પ્રમાણમાં ઘટાડે છે. આ રોગ મુખ્યત્વે વરસાદ પછી અથવા જ્યારે ખેતરમાં જરૂર કરતાં વધુ સિંચાઈ કરવામાં આવે ત્યારે નિર્માણ થાય છે. આનાથી કાર્યક્ષમ પાંદડાના વિસ્તારમાં ઘટાડો થાય છે. આ રોગ માટી, શેરડીના બિયારણ અને ખેતીના સાધનો દ્વારા ફેલાઈ શકાતો નથી. તે મુખ્યત્વે હવા, પવન અને વરસાદ દ્વારા ફેલાય છે. સુકા હવામાનમાં, રેખાઓની રચના ઝડપી બને છે. મોટાભાગની રેખાઓ વિકાસ પાણી એકરૂપ બને છે, પાકના વિકાસમાં અવરોધ નિર્માણ કરે છે અને તેનો રંગ બદલે છે. સામાન્ય રીતે વસંત અને પાનખર દરમિયાન તે સહજ નિર્માણ થઇ શકે છે અને પરંતુ પરોપજીવી માટે શિયાળાના ઠંડા તાપમાન દરમિયાન ટકી રહેવું અઘરું હોય છે. છેવટે, પાંદડાની આખી સપાટી એક લાક્ષણિક બળેલો દેખાવ આપે છે.


નિવારક પગલાં

  • સ્વચ્છતાને લગતા યોગ્ય પગલાં લેવાથી ભરાવો ઘટાડવા માટે મદદ કરે છે.
  • પ્રતીકરક્ષમ જાતોનું વાવેતર કરો.
  • સેક્ચરમ સ્પૉન્ટેનમ, ઇમ્પેરાટા સિલિન્ડ્રીકા, અને રોટ્બોએલીઆ કોચિન્ચિનેન્સિસ જેવા વૈકલ્પિક યજમાનોને દૂર કરો.
  • ચેપગ્રસ્ત પાંદડાને દૂર કરો.
  • રોગની ઘટના ટાળવા માટે જ્યારે વરસાદ અને ભેજ ઓછો હોય ત્યારે વાવેતર કરવું જોઈએ.
  • લણણી પછી, ગંભીર રીતે અસરગ્રસ્ત ખેતરમાં પાકના કચરા અને જમીનમાં રહેલ કપ જેવી રચનાની અંદર ટકેલ પાયકનીઓસ્પોર ને મારવા માટે ખેતરને સળગાવી શકાય છે.
  • વધુ પ્રમાણમાં કાર્બનિક, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો પુરા પાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો