મકાઈ

મકાઇ ના પાંદડા પર ટપકા

Cochliobolus lunatus

ફૂગ

ટૂંકમાં

  • આછી આભાવાળા અથવા મૃત વિસ્તારો સાથે પાંદડા પર નાના ટપકા.
  • રંગ માં વિકૃતિ ,ખાલી અનાજ, અને બીજ પર જખમ.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

શરૂઆતમાં, પાંદડા પર આછા રંગની આભા સાથે , 0.5 સે.મી. સુધી ના વ્યાસના નાના મૃત ટપકા દેખાય છે. ગંભીર ચેપ ને કારણે આખું પાંદડું પીળું થઈ શકે છે. બીજ પર જખમ અને ફૂગ દેખાય છે ,આખરે રોપામાં ફૂગ અને બીજ અંકુરણ ની નિષ્ફળતા માં પરિણમે છે. પાંદડાઓ પર અસામાન્ય રંગો વાળા સુકાયેલ વિસ્તારો દેખાય છે. બીજ ના રંગ માં વિકૃતિ ,બીજ પર જખ્મ , ફૂગ , અને સડો દેખાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, અમે આ રોગ સામે ઉપલબ્ધ કોઈ પણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ માટે જાણતા નથી. જો તમે લક્ષણોના બનાવ અને ગંભીરતા ઘટાડવા માટે ની કોઇ સફળ પદ્ધતિ વિશે જાણતા હોય, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મંકોઝેબ , કલોરોથલોનીલ અને મનેબ જેવા ફુગનાશકોનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

લક્ષણો સી. લુનાટ્સ ફૂગ ને કારણે થાય છે. આ ચેપ હવા જન્ય કોનીડિયા અને એકસ્પોરિસ, વરસાદ ના છાંટા તેમજ સિંચાઈ ને કારણે થઈ શકે છે, અને જૂના પાકના અવશેષો મારફતે પણ જમીનમાં ટકી શકે છે. રોગ ગરમ, ભેજવાળા વિસ્તારોમાં , 24-30 ° સે ના શ્રેષ્ઠ તાપમાન હેઠળ સામાન્ય છે.


નિવારક પગલાં

  • વાવણી માટે ઉપલબ્ધ રોગ મુક્ત બીજ અને પ્રતિકારક જાતો નો ઉપયોગ કરો.
  • અનાજમાં ફૂગ નું પ્રમાણ ઘટાડવા માટે વહેલા લણણી ની યોજના બનાવો.
  • દરેક મોસમ પછી પાકના અવશેષો દૂર કરો અને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો