મકાઈ

મકાઈમાં કથ્થાઈ રંગના પટ્ટા વાળી રેસાદાર ફૂગ

Sclerophthora rayssiae var. zeae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાં ઉપર લાંબી પીળા રંગની, બીપી જે પાછળથી કથ્થઈ રંગની બને છે એવા પટ્ટાઓ નો ઉદ્ભવ.
  • પાંદડાની નીચેની સપાટી પર ફૂગ નો વિકાસ.
  • અકાળે પાંદડા ખરી પડવા.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

પ્રારંભિક તબક્કાના લક્ષણો સૌથી નીચેના પાંદડા પર, બારીક કણો કે મસા તરીકે જોવા મળે છે, જે તેને બળેલો દેખાવ આપે છે. આ લક્ષણ લંબાઈ પ્રમાણે અને બે પેશીની વચ્ચે એકરૂપ થઈ પાતળી પટ્ટી (3-7 મીમી) ની જેમ વધે છે અને તે સંપૂર્ણ લંબાઈ જેટલી વધી શકે છે. આ પીળા રંગની પટ્ટીઓ પીળાશ પડતી સોનેરી રંગની કે જાંબલી રંગની અને છેવટે કથ્થઈ રંગની બને છે. આ જખમ પાંદડાની નીચેની સપાટી પર સાંકડી સુકાયેલ અથવા 3-7 મિમિ પહોળી સુસ્પષ્ટ કિનારી સાથે અને પેશીઓ દ્વારા વિભાજિત પીળા રંગની પટ્ટી નિર્માણ કરે છે. વધુ ભેજની પરિસ્થિતિમાં, પાંદડાની નીચેની સપાટી પર રાખોડી- સફેદ રંગની રેસાવાળી ફૂગ નો વિકાસ થાય છે. પાંદડાની શિરાને અસર થતી નથી તેથી પીળો દેખાવ અસામાન્ય છે. ફક્ત ગંભીર ચેપ ના કિસ્સામાં પાંદડાં ફાટી જાય છે. રોગના પાછલા તબક્કામાં, પાંદડાનું અકાળે ખરવું અને ડૂંડાનો ઉદ્ભવ અટકતો જોવા મળે છે. ટોચ પર રોગની સરખામણીથી, રેસાવાળી ફુગના રોગમાં કોઈ ખોડખાંપણ હોતી નથી, વિકાસ રૂંધાઇ છે અથવા જાડા પાંદડાં દેખાતા નથી. બીજનું નિર્માણ અટકે છે અને જો ફૂલ આવતાં પહેલાં ચાઠાં નિર્માણ થાય તો છોડ મૃત્યુ પામી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, રેસાવાળી ફૂગ સામે કોઈ જ અસરકારક જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ જાણીતી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રક્ષણાત્મક ફુગનાશક તમારા છોડમાં ચેપને રોકવા માટે મદદ કરી શકે. તમારા બીજને એસાયલેલેનીન મેટલેકસીલ ફુગનાશક સાથે, અને વાવણી પછી પછીના 30 દિવસ સુધી પાંદડાં પર છંટકાવ દ્વારા સારવાર આપો. મેફેનોકસામનો પણ તે જ પ્રણાલીગત રીતે ઉપચાર અને રક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

સ્ક્લેરોફથોરા રાયસીએ વાર ઝીએ ફૂગ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે અને તે વારંવાર વરસાદ (વાર્ષિક 100 સે.મી. વરસાદ) અને ગરમ તાપમાન (22-25 ° સે) વાળા વિસ્તારોમાં અત્યંત વિનાશક બની શકે છે. રોગના વિકાસ માટે પાકની ટોચ પર ભેજનું ઊંચું પ્રમાણ જરૂરી છે. પવનથી ઉડતાં ચેપગ્રસ્ત પાંદડાંનો કચરો, સ્પર્શ, અસરગ્રસ્ત બિયારણ અને વરસાદના છાટાં દ્વારા રોગનો ફેલાવો થાય છે. ફુગના તરલ કણોના વિકાસ માટે 18-30 ° સે તાપમાન શ્રેષ્ઠ રહે છે. રોગ પેદા કરતા જીવાણુ આ તરલ કણોના સ્વરૂપે જમીનમાં અસ્તિત્વ ધરાવે છે જે 3 વર્ષ સુધી સધ્ધર હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિરોધક અથવા સંકર જાતો પસંદ કરો.
  • વાવણી પહેલાં, બીજ ની સુકવણી દ્વારા તેમાં રહેલ ભેજનું પ્રમાણ 14% સુધી ઘટાડો અને તેને કેટલાક મહિનાઓ સુધી સંગ્રહ કરી રેસાવાળી ફૂગનો ઉપદ્રવ ઘટાડો.
  • છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • ખેતર અને તેની આસપાસ માંથી નીંદણનું નિયંત્રણ કરો.
  • ખેતરમાંથી પાકના કચરાને દૂર કરો.
  • સાધન અને સામગ્રીને ચોખ્ખી રાખો.
  • ચેપગ્રસ્ત માટી અને સામગ્રીની વિતરણ ન કરવું.
  • જમીન પર ફેલાતા ઘાસ, જુવાર, અને શેરડી એ એસ.
  • રેસીયે વાર.
  • ઝીએ ના અન્ય યજમાન છે.
  • ચેપગ્રસ્ત છોડને પ્રારંભિક તબક્કે જ કાઢી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો