Fusarium mangiferae
ફૂગ
ફુગની પ્રજાતિ, ફ્યુસિરિયમ મેંગીફેરે, ના કારણ રોગ થાય છે. ઉત્પાદનમાં નિર્માણ થતી વિકૃતિ સામાન્યરીતે યુવાન રોપાઓમાં જોવા મળે છે. રોપાઓમાં નાના ભીંગડાંવાળા પાંદડા સાથે નાના અંકુરણ નિર્માણ થાય છે જેનાથી અંકુરની ટોચ પર ઝુમખા જેવો દેખાવ દેખાય છે. રોપાઓનો વિકાસ અટકે છે અને છેવટે નાશ પામે છે. ફાલમાં વિકૃતિ સાથે જુદા જુદા મોર જોઇ શકાય છે. ખુબ જ વિકૃત પામેલ મોર સઘન અને ફૂલોના વધુ પડતાં કદના કરેને ગીચ દેખાય છે. અસરગ્રસ્ત છોડ ગાઢ અંકુર અને ફૂલો સાથે વિકૃત વિકાસ દર્શાવે છે. પાંદડાં, ડાળીપરના અંકુર જેવા વધતાં ભાગો ગાંઠો વચ્ચેની ઓછી જગ્યા અને બરડ પાંદડાને કારણે વિકૃત આકારના અંકુરની પેદા કરે છે. તંદુરસ્ત છોડની સરખામણીમાં પાંદડાઓ નોંધપાત્ર રીતે નાના હોય છે. એક જ છોડ પર તંદુરસ્ત અને દૂષિત વૃદ્ધિ બંને એકસાથે હાજર હોઈ શકે છે.
ધતૂરો (આલ્ક્લોઇડ), આંકળો અને લીમડાના(એઝાડિરેક્ટિન) પાંદડાનો અર્ક ચેપ ઘટાડે છે. ટ્રાઇકોડર્મા હરજિનમ પણ રોગ પેદા કરતા જીવાણુની વૃદ્ધિને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક છે. રોગગ્રસ્ત છોડનો નાશ કરવો જોઈએ. વાવણી માટે રોગ-મુક્ત સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. કલમની આંખ ચડાવવા ચેપગ્રસ્ત વૃક્ષોની લાકડીનો ઉપયોગ ન કરવો જોઈએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 0.1% કેપ્ટાન રોગને ફેલાતો અટકાવવામાં મદદ કરે છે. નિયંત્રણના માપદંડ તરીકે ફોલીડોલ અથવા મેટાસિસ્ટોક્સ જંતુનાશકોનો છંટકાવ કરવો. મોર આવવાના સમય દરમ્યાન 10, 15, અથવા 30 દિવસનાગાળામાં 0.1% કારીબેંડેઝીમ નો છંટકાવ કરવો. 100 કે 200 પીપીએમ માત્રામાં નેપ્થેલિન એસિટિક એસિડ (એનએએ) આગામી ઋતુમાં રોગની અસર ઘટાડે છે. મોર આવતાં પહેલા અને ફળ ઉતારી લીધા પછી ઝિન્ક, બોરોન અને કોપર ઘટકો ધરાવતાં છંટકાવ વિકૃતિ નિયંત્રિત કે ઓછી કરવા માટે અસરકારક પુરવાર થયા છે.
મુખ્યત્વે ખેતી માટેની ચેપગ્રસ્ત સામગ્રીના કારણે રોગ ફેલાય છે. અતિશય ભેજવાળી માટી, સૂક્ષ્મ જીવાતનો ઉપદ્રવ, ફૂગનો ચેપ, વાયરસ, શાકાહારી અને અન્ય ઝેરી સંયોજનો ફૂગના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે. લોખંડ, જસત અને કોપરની ઉણપથી પણ ખોડખાંપણ સર્જાઈ શકે છે. અસરગ્રસ્ત વાડીમાં રોગ ધીરે-ધીરે પ્રસરે છે. મોર આવવાના સમય દરમ્યાન 10 થી 15 ° સે વચ્ચેનું તાપમાન વૃદ્ધિને ટેકો આપે છે.