Alternaria spp.
ફૂગ
છોડના પ્રકારને આધારે લક્ષણો થોડા બદલાય છે. ચેપવાળા બીજમાંથી ઉગાડવામાં આવેલા રોપામાં સામાન્ય રીતે નવા ઉગતા છોડ ભીના રહે છે. વિકસિત છોડમાં, કેન્દ્રિત વિકાસ વાળા , ગોળ, સ્પષ્ટ દેખાતી કિનારીવાળા ઘેરા કથ્થઈ ટપકાં પહેલાં જૂનાં પાંદડા પર વિકસે છે. સમય જતાં, આ ફોલ્લીઓનું કેન્દ્ર પાતળું અને કાગળ જેવું બને છે, આખરે પાંદડા પર "શોટ-હોલ" અસર દેખાય છે. જેમ જખમ વિસ્તરે છે અને એકરુપ થાય છે તેથી પાંદડા મૃત પેશીઓ દ્વારા ઘેરાયેલા હોઈ શકે છે. આ પરિસ્થિતિ છેવટે પાનખર તરફ દોરી જાય છે. પરિપક્વ શીંગો પર પણ ફોલ્લીઓ દેખાઈ શકે છે, જે સડો થવાના સંકેતો સાથે નાના અને વિકૃત બીજ દર્શાવે છે. જો કે, આ રોગ સામાન્ય રીતે છોડનાં પરિપક્વ થયાં બાદના તબક્કા દરમિયાન થાય છે, તેને કારણે ઉપજની માત્રામાં નહિવત ઘટાડો થાય છે અને તેને કોઈ કાળજીની જરૂર પડતી નથી.
સોયાબીનના પાંદડા પર અલ્ટરનેરીયા ટપકા સામે કોઈ જૈવિક ઉત્પાદનો ઉપલબ્ધ નથી. સેન્દ્રિય ઉપચારમાં તાંબા પર આધારિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ શામેલ છે (સામાન્ય રીતે ૨.૫ ગ્રામ/ લિટર).
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો આ રોગ મોસમનાં અંતમાં દેખાય તો ચોક્કસ સંચાલન ની જરૂર નથી હોતી. જો ચેપ મોસમની શરૂઆતમાં લાગે અને ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય તો ફૂગનાશક પરિબળો ઉપયોગી બની શકે છે. તે કિસ્સામાં મંકોઝેબ(mancozeb), એઝોક્સિસ્ટ્રોબિન(azoxystrobin ) અથવા પાયરાક્લોસ્ટ્રોબિન(pyraclostrobin ) પર આધારિત ઉત્પાદનોને લક્ષણોના પ્રથમ સંકેત પર લાગુ કરી શકાય છે.રોગ ખૂબ વધારે ફેલાય ત્યાં સુધી સારવાર માટે રાહ ન જુઓ, કારણ કે પાછળથી સફળતાપૂર્વક નિયંત્રણમાં લેવામાં ખુબ મોડું થઈ શકે છે . આ ફૂગનાશક દવાઓ દ્વારા ઉપચારિત બીજ પણ રોગના બનાવોને રોકવા માટે અસરકારક છે.
સોયાબીનમાં પાંદડા ઉપર અલ્ટરનેરીયા ટપકાં જીનસ અલ્ટરનેરીયા એસપીપી(genus Alternaria spp.) જાતિની કેટલાક ફૂગના કારણે થાય છે. આ રોગાણુઓ શિંગની દિવાલોમાંથી પ્રવેશી બીજને ચેપ લગાડે છે, જે તેમને બે મોસમની વચ્ચે રોગના પ્રસારનો મુખ્ય સ્ત્રોત બનાવે છે. ફૂગ સંવેદનશીલ નીંદણ અથવા વિઘટન ન થયેલ પાકના કચરા પર પણ શિયાળો ગાળી શકે છે. છોડ વચ્ચે ચેપનો ફેલાવો મુખ્યત્વે વાયુજન્ય હોય છે અને તે પવન, વરસાદ , હૂંફાળા કે ભેજવાળા વાતાવરણમાં સરળતાથી વેગ પકડે છે. પાંદડામાં ભીનાશનાં કારણે ફૂગ અમુક કલાકોમાં જ અંકુરિત થઈ જાય છે અને કુદરતી છિદ્રો દ્વારા અથવા જંતુઓ દ્વારા કરાયેલ જખમ દ્વારા પેશીઓમાં પ્રવેશ કરે છે. રોગનાં વિકાસ માટે આશરે ૨૦-૨૭° સે. તાપમાન આદર્શ ગણાય છે. અંકુરણના સમયગાળામાં અને મોસમના અંતમાં જ્યારે પાંદડા પુખ્ત થાય છે ત્યારે છોડ ખૂબ સંવેદનશીલ હોય છે. વરસાદ પછીની મોસમ દરમિયાન સિંચાઇ કરવામાં આવેલ સોયાબીનના પાકમાં આ ઘટના જોવા મળી શકે છે. આ ઉપરાંત છોડ પર શારીરિક અથવા પોષણને લગતો તણાવ આ પરિસ્થિતિની તરફેણ કરે છે.