ટામેટા

એન્થ્રેકનોઝ

Colletotrichum spp.

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા, દાંડી, શીંગો કે ફળો પર પાણી શોષાવા જેવા જખમ જોવા મળે છે.
  • ચમકદાર રંગ થી ઘેરાયેલ લંબગોળ જખમ.
  • થડનો નીચેનો ભાગ ઘેરા કથ્થાઈ રંગ નો અને ખરબચડો હોય છે.
  • પાનખર, છોડ ઢળી પડવો અથવા ઉપરની ડાળીઓનો નાશ થાય છે.

માં પણ મળી શકે છે

25 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

ટામેટા

લક્ષણો

પાક નો પ્રકાર, પ્રજાતિ અને હવામાનની પરિસ્થિતિ લક્ષણોની ગંભીરતા વધારે છે. પાંદડાં, થડ, શીંગો કે ફળો પર રાખોડી થી સોનેરી રંગના જખમ દેખાય છે. આ ટપકા ગોળાકાર, લંબગોળ કે અનિયમિત આકારના અને તેની ફરતે ઘેરા કથ્થઈ, લાલ અથવા જાંબલી રંગની કિનારી ધરાવે છે. અનુકૂળ હવામાનની પરિસ્થિતિ હેઠળ, પ્રક્રિયામાં વધારો થવાથી તેની સંખ્યામાં વધારો, વિકાસ અને એકરૂપતા, અને ઘેરા કથ્થઈ કે કાળા રંગમાં પરિવર્તન થતું જોવા મળે છે. સમયાંતરે તેનું કેન્દ્ર રાખોડી રંગનું બને છે, અને ચેપના પાછળના તબક્કામાં તેના પર કાળા રંગના નાના રજકણો ફેલાયેલા જોવા મળે છે. કેટલાક પાકમાં પાંદડાની મુખ્ય શીરામાં લાલ રંગની વિકૃતિ પણ જોવા મળે છે. ગંભીર કિસ્સામાં, પાંદડા નબળા, સૂકા અને ખરી પડે છે, જેનાથી છોડમાં અકાળે પાનખર નિર્માણ થાય છે. દાંડી પરના જખમ, વિસ્તરેલ, કથ્થઈ રંગના અને શોષાયેલ, તથા ફરતે ઘેરા રંગની કિનારી પણ જોવા મળે છે. જેમ જેમ તે મોટા થાય છે, તે થડને ફરતે ઘેરો કરે છે, જેનાથી છોડ કરમાય છે અને નમી પડે છે. ઉપરની ડાળીઓ કે થડનો નાશ પણ સામાન્ય હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વાવેતર પહેલા બીજને ગરમ પાણીમાં રાખી મુકવાથી રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે (તેનું તાપમાન અને સમય પાક પર આધાર રાખે છે). ચેપને નિયંત્રિત કરવા જૈવિક એજન્ટો પણ મદદ કરી શકે છે. બીજની સારવાર માટે ટ્રાઇકોડર્મા હરજિનમ અને બેક્ટેરિયા સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ, બેસીલસ સબટાઇટલિસ અથવા બી. માયલોલીકવેફેન્સીંસ ફૂગ પર આધારિત ઉત્પાદનોનો પણ ઉપયોગ કરી શકાય છે. એક વાર લક્ષણો ઓળખવામાં આવે પછી આ રોગની સામે, ઘણા બધા પાકમાં જૈવિક રીતે મંજુર થયેલ કોપર મિશ્રણોનો છંટકાવ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. વાવેતર પહેલાં ફૂગને મારવા માટે બીજને આવરિત કરી શકાય છે. ચેપનું જોખમ ઓછું કરવા, નિવારક પગલાં તરીકે, પાંદડાં પર એઝોકસીસ્ટ્રોબીન, બોસ્કેલિડ, ક્લોરોથેલોનીલ, માનેબ, મેન્કોઝેબ અથવા પ્રોથીઓકોનેઝોલ ધરાવતાં ફુગનાશકનો છંટકાવ કરી શકાય છે (તમારા પાક માટે ચોક્કસ મિશ્રણ અને ભલામણોની તપાસ કરો). આમાંથી કેટલાક ઉત્પાદનો પ્રત્યે કેટલાક કિસ્સાઓમાં પ્રતિકાર દર્શાવવામાં આવ્યો છે. કેટલાક પાકો માટે કોઈપણ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી. છેલ્લે, જે ફળોનું પરદેશમાં પરિવહન કરવાનું જ છે તેમાં રોગના બનાવો ઓછા કરવા લણણી પછીની સારવાર તરીકે ખાદ્ય મીણ લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

જીનસ કોલેટોટ્રીચમ એસપીપી ફુગની ઘણી પ્રજાતિઓના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તેઓ બીજ સાથે સંકળાયેલ માટીમાં, અથવા છોડના કચરા કે વૈકલ્પિક યજમાનો પર વધુમાં વધુ ચાર વર્ષ સુધી ટકી રહે છે. બે રીતે છે કે જેના દ્વારા ચેપ નવા છોડ પર ફેલાઈ શકે છે. પ્રાથમિક ચેપ જયારે માટી- અથવા બીજ જન્ય રોગાણુ રોપાઓને અંકુરણ દરમ્યાન સંક્રમિત કરે છે ત્યારે લાગે છે અને ત્યાર બાદ તેની પેશીઓમાં વ્યવસ્થિતિ રીતે વધે છે. અન્ય કિસ્સામાં, વરસાદના ટીપાં રોગાણુ છોડના નીચલા પાંદડા પર પડે છે અને પછી તેનો ફેલાવો ઉપર તરફ શરૂ થાય છે. જ્યારે પાંદડા અથવા ફળ પરના જખમની અંદર ઉત્પન્ન થયેલ રોગાણુ વરસાદના છાંટા, ઝાકળ, ચૂષક કીટકો, અથવા ખેતમજૂરો દ્વારા છોડના ઉપરના ભાગો અથવા અન્ય છોડ પર વિખરાય છે ત્યારે થાય છે. ઠંડુ કે હુંફાળું તાપમાન (20 થી 30° સે શ્રેષ્ઠ હોય છે), વધુ પીએચ વાળી જમીન, લાંબા સમય સુધી પાંદડામાં ભીનાશ, વારંવાર વરસાદ અને છોડની ગાઢ ઘટા રોગની તરફેણ કરે છે. સંતુલિત ખાતર પાકને અન્થ્રિકનોઝ પ્રત્યે ઓછો સંવેદનશીલ બનાવે છે.


નિવારક પગલાં

  • જો શક્ય હોય તો ઓછા વરસાદ વાળી જગ્યાની પસંદગી કરો.
  • ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • તંદુરસ્ત છોડના અથવા પ્રમાણિત સ્ત્રોત તરફથી મેળવેલ બીજનો જ ઉપયોગ કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ જાતની પસંદગી કરો.
  • વાવેતર દરમિયાન છોડ વચ્ચે વધુ જગ્યા રાખો.
  • રોગના લક્ષણો માટે ખેતર અથવા વાડીનું નિરીક્ષણ કરો.
  • ખેતર અને તેની આસપાસમાંથી જાતે ઉગી નીકળેલ વનસ્પતિ અથવા નીંદણને દૂર કરો.
  • ખેતરની આસપાસમાં છટકાં જેવા પાક અથવા ઝાડ ઉછેરો.
  • ખેતર અથવા વાડીની સ્વચ્છતા જાળવી રાખવાની ટેવ રાખો, ઉદાહરણ તરીકે પાક.નો કાટમાળ દૂર કરીને.
  • જ્યારે પાંદડા ભીના હોય ત્યારે ખેતરમાં યંત્ર અથવા માણસોની અવરજવર ન થવા દો.
  • તમારા સાધન સામગ્રીને સાવધાની પૂર્વક સાફ કરો.
  • જો સિંચાઇની જરૂરિયાત હોય તો, તેના માટે વહેલી સવારે યોજના કરો અને સંધ્યાકાળ પહેલા પાંદડા સુકાઈ જાય તેની ખાતરી કરો.
  • ગંભીર લક્ષણો નિર્માણ ન થાય તે માટે વહેલી લણણી કરી લો.
  • સારા હવા-ઉજાસ વાળી જગ્યાએ ફળનો સંગ્રહ કરો.
  • ફુગનું જમીન પર ઝડપથી વિઘટન થતું હોવાથી છોડના કચરાને જમીન ઉપર જ રહેવા દો.
  • વૈકલ્પિક રીતે, વિઘટનની પ્રક્રિયા સરળ બનાવવા માટે છોડના અવશેષોને જમીનમાં ઊંડે દફનાવી દો.
  • લાંબા સમયગાળા માટે પાકની બિન-યજમાન પાક સાથે ફેર બદલી કરો (3-4 વર્ષ કે તેથી વધુ).

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો