આદુ

રોપાઓનું ભીંજાયેલું રહેવું

Pythium spp.

ફૂગ

ટૂંકમાં

  • જો પાક ઉગ્યાં પહેલાનાં તબક્કામાં ચેપ લાગે તો, બીજ જમીનમાં સડે છે અને પાક ઉગતા પહેલા રોપા મરી જાય છે.
  • પાક ઉગ્યાં પછીનાંતબક્કામાંચેપ લાગે તો, દાંડીના નીચેના ભાગ પર પાણી ભરેલા, ભૂખરા, છીકણી અથવા કાળા રંગની પેશીઓ જેવું દેખાય છે.
  • યુવાન છોડ અથવા ઝાડ જમીનનાં ઉપરના સ્તર પર પહોંચતાં જ તૂટી પડે છે અને સફેદ અથવા ભૂખરા જેવા રંગની ફૂગ જેવી રચના તેમને આવરી લે છે.

માં પણ મળી શકે છે

37 પાક
જવ
કઠોળ
કારેલા
કોબી
વધુ

આદુ

લક્ષણો

આ રોગ પાકનાં વિકાસ દરમિયાન બે તબક્કામાં થઇ શકે છે, પાક ઉગ્યાં પહેલા અથવા પાક ઉગ્યાં પછી. પાક ઉગ્યાં પહેલાનાં તબક્કામાં આ ઘટના બને તો, વાવણી પછી તરત જ ફૂગ બીજ પર વસાહત કરે છે, જેનાથી બીજ સડી થાય છે અને અંકુરણમાં અવરોધ પેદા થાય છે. પાક ઉગ્યાં પછીના તબક્કામાં આમ થતાં, રોપાઓનો નબળો વિકાસ થાય છે અને દાંડીનો નીચેનો ભાગ સડવાનું શરૂ થાય છે, જેના પર પાણી પોચા, ભૂખરા, છીકણી અથવા કાળા જખમ દેખાય છે. યુવાન છોડ અથવા ઝાડ ક્લોરોટિક બની જાય છે અને નમવા લાગે છે, છેવટે નીચે પડી જાય છે, તેને જોતાં એવું લાગે છે કે જાણે કે તેના પાયા કાપી નાખવામાં આવ્યાં હોય. મૃત છોડ અથવા જમીનની સપાટી પર સફેદ અથવા ભૂખરાં રંગની ફૂગ જેવું આવરણ દેખાય છે. જ્યારે વ્યાપક પ્રમાણમાં પાકમાં નુકસાન જોવા મળે છે, ત્યારે ફરીથી વાવણી કરવી જરૂરી બની શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

Trichoderma viride, Beauveria bassiana જેવી ફૂગ અથવા Pseudomonas fluorescens અને Bacillus subtilis જેવા બેક્ટેરિયા પર આધારિત જૈવિક ફૂગનાંશકોનો ઉપયોગ બીજનાં ઉપચાર અથવા વાવેતરના સમયે મૂળની આજુબાજુ છંટકાવ કરવા માટે થઇ શકે છે, જેથી આ રોગનો ઉદ્ભવ થતો રોકી શકાય અથવા તેને નિયંત્રિત કરી શકાય. કેટલાક કિસ્સાઓમાં, કોપર ઓક્સિક્લોરાઇડ અથવા બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર ફૂગનાશક દ્વારા બીજનો ઉપચાર કરવાથી આ રોગને થતો અટકાવી શકાય છે અને તેની તીવ્રતા ઘટાડવામાં પણ મદદ મળે છે. Eupatorium cannabinum છોડના અર્ક પર આધારિત ઘરેલું સંયોજન આ ફૂગના વિકાસને સંપૂર્ણપણે અવરોધે છે. "ધુમાડાવાળું-પાણી" (છોડનાં કચરાને બાળીને તે ધુમાડાને પાણીમાં ઓગાળીને ધુમાડાવાળું પાણી તૈયાર કરવામાં આવે છે) ફૂગ પર અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગથી બચવા માટે ખેતરમાં કામ કરતી વખતે નિવારક પગલાં ધ્યાનમાં રાખવા અને સાવચેતીભર્યું વર્તન કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે. જ્યાં ભીનાશના કારણે ભૂતકાળમાં આ રોગ લાગેલ હોય તેવી જમીનમાં અથવા જ્યાં પાણીના નિકાલની સમસ્યાઓ હોય ત્યાં ફૂગનાશક દવાઓનો નિવારક પગલાં તરીકે ઉપયોગ કરો. metalaxyl-Mવડે બીજની સારવાર કરી, તેનો ઉપયોગ કરવાથી પાક ઉગ્યાં પહેલાનાં તબક્કામાં થતાં આ રોગને નિયંત્રિત કરી શકાય છે. વાદળછાયા વાતાવરણ દરમિયાન captan@ ૩૧.૮% અથવા metalaxyl-M @ ૭૫% નો પર્ણિયા સ્પ્રે તરીકે ઉપયોગ કરવાથી પણ મદદ મળી શકે છે. વાવેતરના સમયથી દર પખવાડિયામાં એકવાર છોડની માટી અથવા તેના મૂળને કોપર ઓક્સિક્લોરાઇડ અથવા captan છાંટવાથી આ રોગથી બચી શકાય છે.

તે શાના કારણે થયું?

આ રોગથી અનેક પાકને અસર થઈ શકે છે અને તે પાયથિયમ જીનસ નામની ફૂગથી થાય છે, જે ઘણા વર્ષો સુધી માટી અથવા છોડના અવશેષોમાં ટકી શકે છે. જ્યારે હવામાન ગરમ અને વરસાદી હોય, જમીન વધુ પડતી ભેજવાળી હોય અને છોડ ગીચ વાવેલ હોય, ત્યારે આ ફૂગ વૃદ્ધિ પામે છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓ, જેમ કે પાણી ભરાઈ રહેવું અથવા ઉચ્ચ પ્રમાણમાં નાઇટ્રોજન હોવાથી છોડ નબળાં પડે છે અને રોગના વિકાસની તરફેણ થાય છે. આ રોગનો ફેલાવો ચેપગ્રસ્ત સાધનો અથવા ઉપકરણો તથા કપડાં કે પગરખાં પર લાગેલ કાદવ દ્વારા શકે છે. આ ઉપરાંત પણ તેઓ તેમના સમગ્ર જીવનચક્ર દરમિયાન પાક પર હુમલો કરી શકે છે, જો કે અંકુરિત બીજ અથવા નાના રોપાઓ તેમનાથી વધુ સંવેદનશીલ હોય છે. આ રોગ એક ઋતુથી બીજી ઋતુ સુધી ત્યાં જ ટકી રહે તે જરૂરી નથી, પરંતુ જ્યાં અને જ્યારે પરિસ્થિતિઓ તેમને અનુકૂળ બને ત્યારે ત્યાં આ ફૂગ ઉદ્ભવી શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત રોપાઓ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી આવતાં બીજનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • પાણી નિકાલની નબળી ક્ષમતાવાળી અથવા ભીની જમીનમાં વાવણી માટે ઊભી ઢાળવાળી રચનાનો ઉપયોગ કરો.
  • છોડ બરાબર રીતે કોરા થઇ જાય તે માટે વાવેતર વખતે બીજ કે રોપાઓ વચ્ચે વધારે જગ્યા રાખો.
  • વાવણી કરતી વખતે રોપાઓ ખૂબ ઊંડા રોપશો નહીં.
  • સૌપ્રથમ વાર જો કોઈ છોડ પર લક્ષણો દેખાય તો, તે ચેપગ્રસ્ત છોડને તરત જ દૂર કરો.
  • વિભાજીત રૂપે નાઇટ્રોજન સાથે સંતુલિત ખાતર આપવાની યોજના બનાવો.
  • પાણી નિયમિતપણે માપસર માત્રામાં આપો.
  • વહેલી સવારે પાણી આપો, જેથી સાંજ સુધીમાં જમીનની સપાટી કોરી થઈ જાય.
  • સિંચાઈ માટે રીંગ પદ્ધતિ અપનાવો, જેથી પાણી સીધું ડાળીઓના સંપર્કમાં ન આવે.
  • અજાણતાં એક ખેતરથી બીજા ખેતરમાં કાદવનું વહન ન થાય, તેની કાળજી લો.
  • ખેતરમાં વપરાતાં સાધનો અને ઉપકરણોને ઘરેલુ બ્લીચ જેવા રસાયણથી સંપૂર્ણપણે જીવાણુનાશિત કરો.
  • લણણી પછી વધેલા છોડના અવશેષોને દૂર કરો અને તેનો નાશ કરો.
  • બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલીની યોજના બનાવો.
  • જો શક્ય હોય તો, પ્લાસ્ટિક મલ્ચ નાખી બીજ પથારીને સૂર્યપ્રકાશમાં સામે લાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો