Phyllachora maydis
ફૂગ
પ્રાથમિક લક્ષણો તરીકે પાંદડાની બંને બાજુએ નાના કદના, કાળા રંગના કેન્દ્ર સાથે પીળા-કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે. આ ટપકાં ઘણીવાર ગોળાકાર, ઘેરા રંગની કિનારી વાળા કથ્થાઈ રંગના ઝખ્મથી ઘેરાયેલા હોઈ શકે છે, જેને સામાન્ય રીતે "માછલીની આંખ" કહેવાય છે. ગોળાકાર, અંડાકાર, ક્યારેક કોણીય અથવા અનિયમિત આકારના ટપકાં ભેગા મળીને 10 મીમી લાંબી પટ્ટાઓની રચના કરી શકે છે. આખું પાંદડું ટપકાંથી ભરાઈ જાય છે અને સુકાઈ જાય છે. આ લક્ષણો સૌ પ્રથમ નીચલા પાંદડા પર દેખાય છે, અને ત્યારબાદ ઉપરના પાંદડાઓમાં ફેલાય છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં આ ટપકાં ડૂંડા અને પર્ણદંડ પર પણ દેખાય છે. 21 થી 30 દિવસમાં પાંદડા સંપૂર્ણપણે નાશ પામે છે. આનાથી વેચાણક્ષમતામાં ઘટાડો થાય છે.
આ રોગ સામે જૈવિક રીતે નિયંત્રણનો કોઈ ઉકેલ ઉપલબ્ધ નથી. જો તમને કાંઈ ખબર હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજ દિન સુધી, આ રોગ માટે કોઈપણ પ્રકારની રાસાયણિક સારવાર વિષે જાણ થઇ નથી. જો તમને કાંઈ ખબર હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
ત્રણ જાતની ફૂગની પ્રજાતિઓ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે: ફાયલાકોરા મેઇડિસ, મોનોગ્રાફલા મેઇડિસ અને હાયપરપેરેસાઇટ કોનિયોથિરિયમ ફિલાકોરે. પી. મેઇડિસ નો ચેપ લાગ્યાના બે કે ત્રણ દિવસ પછી ઝખ્મ પર એમ. મેઇડિસ નું આક્રમણ થાય છે. પાકના કચરામાં ફૂગ 3 મહિના અથવા તેથી વધુ સમય સુધી ટકી શકે છે. પવન અને વરસાદ દ્વારા રોગના કણ ફેલાય છે. 16-20 ડિગ્રી સે. જેવું ઠંડુ તાપમાન અને વધુ ભેજ રોગના ફેલાવા ની તરફેણ કરે છે. તેથી નદી કાંઠાના વિસ્તારોમાં આ રોગ થવાની શક્યતા વધુ છે.