સોયાબીન

સોયબિનના થડમાં ફૂગ

Diaporthe phaseolorum var. sojae

ફૂગ

ટૂંકમાં

  • થડ, પાંદડાંના ડીટાં, અને શીંગો પર કાળા કણોની સુરેખ પંક્તિઓ.
  • બીજની ગુણવત્તામાં ઘટાડો.
  • બીજની સપાટી પર સફેદ ચૂના જેવું આવરણ.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

ડાળીની ફૂગનું સૌથી નોંધપાત્ર લક્ષણ પાયકનીડીયાની હાજરી (ફળાઉ ફૂગવાળા ભાગ) છે, જે થડ, શીંગો પર જોવા મળતા નાના, કાળા પંક્તિમાં ગોઠવાયેલ ઉપસેલા ટપકાં છે, અને ઋતુના પાછળના ભાગમાં પાંદડાંના ડીંટા ખરી પડે છે. ચેપગ્રસ્ત વનસ્પતિનો ઉપરનો ભાગ પીળો પડે છે અને નાશ પામી શકે છે. ડાળીની ફૂગથી અસર પામેલ બીજ ઘણીવાર તિરાડ વાળા, સંકોચાયેલ અને નીરસ અને રાખોડી આવરણથી ઢંકાયેલ હોઈ શકે છે. છોડના દુષિત ભાગ અકાળે નાશ પામી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ અસરકારક જૈવિક નિયંત્રણ પદ્ધતિ ઉપલબ્ધ નથી. જો તમે ચેપના બનાવ અથવા લક્ષણોની ગંભીરતામાં ઘટાડો કરવાની કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો મહેરબાની કરી અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. દાણા આવવાની શરૂઆતમાં ફુગનાશકથી છંટકાવ કરવામાં આવે તો બીજ ગુણવત્તા સુરક્ષિત રાખી શકે છે. શીંગો આવવાથી લઈને શીંગોના અંતિમ તબક્કા સુધી તેના પર ફુગનાશકનો ઉપયોગ કરવાથી ચેપના બનાવ ઘટે છે. દૂષિત બિયારણને વાવણી પહેલાં (બેનોમિલ જેવા ફુગનાશકથી) સારવાર આપવી જોઇએ .

તે શાના કારણે થયું?

ડાળીની ફૂગ એ ડાયપોર્થે ફાસિઓલોરમ ની ફુગની પ્રજાતિઓ દ્વારા નિર્માણ થાય છે, ઘણીવાર તેને ફોમોપ્સીસ સોજે તરીકે પણ ઓળખવામાં આવે છે. ફૂગ શિયાળા દરમિયાન ચેપગ્રસ્ત બીજ અને પાકના અવશેષો બંનેમાં ટકી રહે છે. દૂષિત બીજ, તિરાડ વાળા, સંકોચાયેલ અને રાખોડી આવરણથી ઢંકાયેલ હોઈ શકે છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત બીજનું અંકુરણ થતું નથી. શિંગના વિકાસ અને પરિપક્વતા દરમિયાન લાંબા સમયગાળાનું ગરમ, ભેજવાળું હવામાન, શિંગમાંથી બીજમાં રોગને ફેલાવે છે. ખૂબ જ ભેજવાળી અવસ્થા શિંગ ભરાવાના તબક્કા દરમ્યાન ચેપની તરફેણ કરે છે. રોગ પેદા કરતા જીવાણુ ઉપજમાં નોંધપાત્ર નુકસાન કરે છે અને બીજની ગુણવત્તા ઘટાડે છે.


નિવારક પગલાં

  • વાવેતર માટે ઉચ્ચ ગુણવત્તાના રોગ મુક્ત બીજ વાપરો.
  • જે ખેતરમાં અગાઉ થડની ફૂગ દ્વારા અસર થઇ હોય ત્યાં સોયાબીનનું વાવેતર કરવાનું ટાળો.
  • થડની ફૂગની હાજરી ચકાસવા માટે, શિંગો આવવાથી લઈને લણણીની પરિપક્વતા સુધી દર બે અઠવાડિયે છોડનું પરીક્ષણ કરો.
  • તમારા ખેતરને વેલવેટ લિફ અને પિગવિડ જેવા વૈકલ્પિક નીંદણ યજમાનથી મુક્ત રાખો.
  • વિલંબથી લણણી કરવાથી થડની ફૂગનું જોખમ વધે છે, કારણ કે તેનાથી છોડને ઠંડુ અને ભીનું વાતાવરણ મળી રહેશે જે રોગના વિકાસની તરફેણ કરે છે.
  • સમયસર યોગ્ય ખેડ અને લણણી કરવાથી ચેપની અસર ઘટાડી શકાય છે.
  • મકાઈ કે ઘઉં જેવા બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો