Gibberella fujikuroi
ફૂગ
પર્યાવરણીય સ્થિતિ અને રોગની ગંભીરતાને આધારે લક્ષણો અલગ અલગ હોય છે. ચેપગ્રસ્ત છોડને તેની અસામાન્ય ઊંચાઈ, વધુ વિસ્તરેલ અથવા અટકેલ, અને પીળાશ પડતા દેખાવના કારણે સહેલાયથી શોધી શકાય છે. બીજ ઈજાઓ, સડો અને વિકૃતિ દર્શાવે છે. થડ તેની છાલમાં વિકૃતિ, ભીંગડા સાથેની વૃદ્ધિ, અટકેલો વિકાસ અથવા વિકૃતિકરણ દર્શાવે છે. પાંદડાઓ અસામાન્ય રંગ અને ફૂગનો વિકાસ દર્શાવે છે. ડૂંડામાં કાળા અથવા કથ્થઈ રંગના જખ્મ, ભીંગડાં અને સડો દેખાય છે. સમગ્ર છોડ નબળો પડે છે અને વહેલું ઘડપણ અને બીજમાં ફૂગ દેખાય છે.
રોગ પેદા કરતા જીવાણુનો ફેલાવો કરતાં જંતુઓનું નિયંત્રણ કરવા લીમડાના અર્કનો છંટકાવ કરો. રોગ પેદા કરતા જીવાણુને અટકાવવા ટ્રાઇકોડર્મા એસપીપી જેવા જૈવિક નિયંત્રકો વાપરવા. સાંઠામાં સડાને નિયંત્રિત કરવા સ્યુડોમોનાસ ફ્લેયુરોસેન્સ પણ અસરકારક રહે છે. દર્શાવેલ બંને ઘટકો બીજ તેમજ માટીની સારવાર માટે વાપરી શકાય છે. 250 કિગ્રા એફ વાય એમ સાથે મજબૂતી આપો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવેતર કરતા પહેલાં તમારા બીજને 50% મેન્કોઝેબના અને 25% કારીબેંડેઝીમ ના દ્રાવણ સાથે સારવાર આપો.
ભૂમીજન્ય ફૂગ ગિબેરેલા ફુજીકુરોઈના કારણે રોગ નિર્માણ થાય છે. રોગ પેદા કરતા જીવાણુ પવન અને વરસાદ દ્વારા ફેલાઈને અને જખમો દ્વારા મકાઈના ડૂંડાંમાં દાખલ થાય છે. બીજના અંકુરણ સમયથી જ છોડને અસર થયેલ હોય છે પરંતુ તેના લક્ષણો અંતિમ ચરણમાં જ દૃશ્યમાન થાય છે. તે બીજ, પાકના અવશેષો અથવા ઘાસ જેવા વૈકલ્પિક યજમાન પર અસ્તિત્વ ધરાવે છે. તે મકાઈના રેસા, મૂળ અને સાંઠામાં રોગના બીજકણના ચેપ દ્વારા ફેલાય છે. તે મુખ્યત્વે જંતુઓના ખોરાક લેવાના કારણે ડૂંડા પર નિર્માણ થયેલ ઘાવ મારફતે તેમાં દાખલ થાય છે. તે પ્રવેશ બિંદુએથી દાણામાં વસાહતો બનાવે છે અને તેને ચેપ લગાડે છે. વૈકલ્પિક રીતે, તે છોડમાં મૂળથી શરુ કરી વસાહતો બનાવે છે અને પછી વિકાસ પામી અને પ્રણાલીગત રીતે છોડમાં ઉપર તરફ ફેલાય છે. ઘણી પર્યાવરણીય (તણાવ) પરિસ્થિતિ હેઠળ ચેપનો વિકાસ થાય છે, પરંતુ લક્ષણો ખાસ કરીને જયારે હવામાન ગરમ (26-28 ° સે) અને ભેજવાળું તથા છોડ ફૂલ આવવાના તબક્કે પહોંચી ગયો હોય ત્યારે વધુ તીવ્ર બની જાય છે.