Alternaria triticina
ફૂગ
યુવાન છોડ રોગ પેદા કરતા જીવાણુના પ્રતિકારક છે. હંમેશા સૌથી નીચેના પાંદડામાં પ્રથમ ચેપના સંકેતો દેખાય છે, જે ધીમે ધીમે ઉપરના પાંદડા પર ફેલાય છે.ચેપની શરૂઆત નાના, અંડાકાર, મૃત જખમથી થાય છે જે અનિયમિત રીતે સૌથી નીચેના પાંદડા પર પથરાયેલા હોય છે, ધીમે ધીમે ઉપરના પાંદડા પર ફેલાય છે. સમય જતાં, જખમ મોટા થાય છે, અનિયમિત આકારના થાય છે અને ઘાટા કથ્થઈ અથવા રાખોડી સુકાઈ ગયેલા જખમમાં વિકસે છે. જખમ તેજસ્વી પીળી કિનારીવાળા હોઈ શકે છે અને તેનો વ્યાસ 1 સેમી અથવા તેથી વધુ પણ હોઈ શકે છે. ભેજવાળા વાતાવરણ દરમિયાન, જખમ પર કાળા પાવડરી કણોનું આવરણ થઈ શકે છે. રોગના અંતિમ ચરણના સમયે, જખમ ભેગા થઇ સમગ્ર પાંદડાંનો નાશ કરી શકે છે. ગંભીર ચેપના કિસ્સાઓમાં, પાંદડાંનું આવરણ, ઘઉંના ડૂંડા અને પર્ણ દંડ ને પણ અસર થાય છે અને તે બળેલો દેખાવ ધરાવે છે.
બીજજન્ય ચેપને નિયંત્રિત કરવા માટે બીજની વીતાવેક્સ @ 2.5 /કિલો બીજ સાથે સારવાર કરી શકાય છે. ટ્રાઇકોડર્મા વિરિડી અને વીતાવેક્સ નું મિશ્રણ અસરકારક રીતે ચેપનો વધુ ફેલાવો (98.4% સુધી) અટકાવે છે. પ્રથમ અને બીજા છંટકાવમાં યુરિયાને @ 2 - 3% ઝીનેબ સાથે મિશ્રણ કરવું. લીમડાના પાંદડાંનો પાણીમાં બનાવેલ અર્ક લાગુ કરવો. બીજજન્ય ચેપ ઓછો કરવા ફૂગનાશક અને ગરમ પાણીથી સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. રોગને વધુ ફેલાતો અટકાવવા માટે ટ્રાઇકોડર્મા વિરિડી (2%) અને ટી હરઝીયાનમ (2%), એસ્પેરેગિલ્સ હ્યુમિકોલા અને બેસિલસ સબટાઇટલિસ જેવા જીવાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગની ગંભીરતામાં 75% ઘટાડો અને વધુ પાકની ઉપજ સાથે એ ટ્રીટીસીના ને ફુગનાશક સાથે સારવાર કરવાથી નિયંત્રિત કરી શકાય છે. મેન્કોઝેબ, ઝીરામ, ઝીનેબ (0.2%), થિરામ, ફાયટોલેન, પ્રોપીનેબ, ક્લોરોથેલોનીલ અને નેબામ, પ્રોપિકોનેઝોલ (0.15%), ટેબ્યુકોનેઝોલ અને હેક્સાકોનેઝોલ(0.5%) ને ફુગનાશક તરીકે લાગુ કરી શકાય છે. મેન્કોઝેબ સામે રોગની સહનશીલતાનો વિકાસ થતો અટકાવવા માટે ફુગનાશકનાં સંયોજનનો ઉપયોગ કરવો જોઈએ.
અલ્ટરનેરીયા triticinaના ફુગના કારણે નુકસાન થાય છે. ચેપ બંને ભૂમિજન્ય અને બીજજન્ય હોય શકે છે અને તે પવન દ્વારા ફેલાઈ શકે છે. દૂષિત બીજ તંદુરસ્ત કરતા નાના હોઇ શકે છે અને ઘણી વખત કથ્થઈ રંગની વિકૃતિ સાથે, ચીમળાયેલ હોય છે. જ્યારે છોડને ચેપગ્રસ્ત જમીનમાં વાવવામાં આવે અથવા તે ચેપગ્રસ્ત પાકના અવશેષોના (દા.ત., વરસાદના છાટાં અથવા સીધા સંપર્ક દ્વારા) સંપર્કમાં આવે ત્યારે તેને અસર થાય છે. ફૂગ ઉનાળા દરમિયાન પાકના કચરામાં જમીનથી ઉપર બે મહિના માટે, પરંતુ દફનાવેલ કચરામાં ચાર મહિના સુધી અસ્તિત્વ ધરાવે છે. છોડની ઉંમર સાથે સંવેદનશીલતામાં વધારો થાય છે કારણ કે એ ટ્રીટીસીના કુમળા ઘઉંના રોપાઓ જેની ઉંમર આશરે ચાર અઠવાડિયાની છે તેને સંક્રમિત કરવા માટે અસમર્થ છે. છોડ જ્યાં સુધી સાત અઠવાડિયાનો ન થાય ત્યાં સુધી સામાન્ય રીતે લક્ષણો સ્પષ્ટ થતાં નથી. ચેપ અને રોગના વિકાસ માટે 20° સે - 25° સે વચ્ચેનું તાપમાન શ્રેષ્ઠ છે. ગંભીર પરિસ્થિતિમાં, ઉપજને 80% સુધી નુકસાન થઇ શકે છે.