ખાટાં ફળો

ખાટો સડો

Geotrichum candidum

ફૂગ

ટૂંકમાં

  • ફળોમાં નરમ, પાણીયુક્ત, કથ્થાઈ રંગનું નુકશાન.
  • વિનેગાર જેવી ગંધ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

જેમાં સડાની શરૂઆત થાય તેવા ફળોમાં કથ્થઇ તો ક્યારેક લાલ રંગની વિકૃતિ દેખાય છે. સફેદ ફળોની પ્રજાતિ કથ્થઇ અથવા ઘેરા રંગમાં ફેરવશે, જ્યારે જાંબલી ફળોની પ્રજાતિ જાંબલી અથવા ગુલાબી થશે. સામાન્ય રીતે ફળની માખી અને લાર્વા મોટી સંખ્યામાં હાજર હોય છે. ખાટા સડાના પ્રારંભિક લક્ષણો લીલા અને વાદળી ફૂગ જેવા જ હોય છે. ફૂગના દાણા ફળની દિવાલો અને રસ ધરાવતા ભાગને નાજુક, પાણીયુક્ત દ્રવ્યમાં ફેરવે છે. પ્રમાણમાં વધુ ભેજ હોય તો, આ ડાઘ યિસ્ટથી આવરિત તો ક્યારેક કરચલીવાળા સફેદ રંગના આવરણ વાળા હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ખાટા સડાના વિકાસને નિયંત્રિત કરવા માટે પેરોક્સિડેઝ યીસ્ટ (પીઓડી) અને સુપરોક્સાઇડ ડાયમ્યુટેઝ (એસઓડી) નો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય એન્ટિમિક્રોબાયબલ, જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને પોટેશિયમ મેટાબાયસલ્ફાઈટ નો ઉપયોગ કરો. સામાન્ય રીતે ડ્રોસોફિલા માખી સામે જંતુનાશક સારવાર સાથે જયારે એન્ટિમાઇક્રોબાયલ સારવાર પણ કરવામાં આવે ત્યારે તે વધુ અસરકારક બને છે. લણણીના 24 કલાકની અંદર ગુઝેટીન ફૂગનાશક લાગુ કરો.

તે શાના કારણે થયું?

કુદરતી રીતે થતી ફૂગના કારણે નુકસાન થાય છે. સામાન્ય રીતે ફળમાં જ્યાં નુકશાન થયું હોય તે જગ્યાએ પરોપજીવી દ્વારા આક્રમણ થાય છે, જે ઇજાઓ યાંત્રિક વૃદ્ધિ અથવા તિરાડ, જંતુ અથવા પક્ષીઓના કારણે અથવા પાવડરી ફૂગના ચેપના કારણે થઈ શકે છે. ગુચ્છેદાર ફળો અને પાતળી છાલ ઉપજને વધુ સંવેદનશીલ બનાવે છે. ગરમ ​​ભેજવાળી પરિસ્થિતિ અને ફળોમાં ખાંડનું વધુ પ્રમાણ જેવી અનુકૂળ પરિસ્થિતિઓ માખીને ફળોમાં સેંકડો ઇંડા મૂકવા માટે પ્રોત્સાહિત કરે છે. સામાન્ય રીતે પરોપજીવી જમીનમાં ઉત્પન્ન થાય છે અને પછી પવન કે પાણીના ઝપાટાં ના કારણે વૃક્ષ પરના ફળ પર ફેલાય છે. જેમ જેમ ફળો પરિપક્વ થાય છે, તેઓ ખાટા સડાના ચેપ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. રોગનો વિકાસ ભેજનું વધુ પ્રમાણ અને 10 ડિગ્રી સે. થી વધુ તાપમાન, મહત્તમ 25-30 ડિગ્રી સે, પર આધાર રાખે છે, ખાટા સડાના આગળના તબક્કાએ તેની સાથે સંકળાયેલા ખાટી ગંધ (ડ્રોસોફિલા એસપીપી) , માખીઓને આકર્ષે છે, જે ફૂગનો ફેલાવો કરી શકે છે અને અન્ય ઇજાગ્રસ્ત ફળને પણ ચેપ લગાડે છે. વારંવાર વપરાતા પાણીના કારણે ખાટા સડાના રોગ કણો જમીનમાં વસાહત ઉભી કરી શકે છે.


નિવારક પગલાં

  • વૃદ્ધિને લગતા કારણોના લીધે થતા ફળના નુકસાનને ઘટાની યોગ્ય કાપણી, યોગ્ય માત્રામાં ફળના ઝુમખા અને યોગ્ય સિંચાઇ આયોજનથી અટકાવી શકાય છે.
  • નુકસાન ઘટાડવા માટે તમારા છોડની ખૂબ કાળજીપૂર્વક સંભાળ લો.
  • ફૂદાંને નિયંત્રિત કરવા માટે છટકાં ગોઠવો અને તેના માળાને દૂર કરો.
  • પક્ષીઓના આક્રમણના કારણે થતા નુકસાનને અટકાવો.
  • વરસાદની પહેલાં લણણી કરવાથી, ખાટા સડા દ્વારા થતું નુકસાન ઘટાડવામાં મદદ મળી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો