Peronosclerospora sorghi
ફૂગ
પાંદડાની ઉપર અને નીચે બંને સપાટી પર સફેદ રંગની ફુગનો વિકાસ થાય છે. પ્રકાંડની ગાંઠો વચ્ચે ઓછું અંતર હોવાના કારણે નબળો અને ગુચ્છેદાર વિકાસ થયેલો દેખાય છે. છોડ પર લીલા રંગના વણખીલેલા નર ફૂલો પર પણ ફૂગનો વિકાસ જોવા મળે છે. ડૂંડાં પર નાનાથી મોટા પાંદડાઓ જોવા મળે છે.
પ્રતિરોધક અને સંકર જાતો ઉગાડો.
હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારયુક્ત સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. મેટાલેક્સિલ અને મેન્કોઝેબ જેવા સક્રિય ઘટકો ધરાવતા પ્રણાલીગત ફૂગનાશક સાથે બીજની સારવાર કરો.
પાંદડાની બંને સપાટી પર સફેદ રંગની ફુગના વિકાસના કારણે નુકસાન થાય છે. જમીનમાં રહેલ રોગના કણો અને ચેપગ્રસ્ત મકાઈના બીજમાં હાજર નિષ્ક્રિય માયસિલિયમ ચેપ માટેનો પ્રાથમિક સ્રોત છે. ફૂગ એકવાર યજમાન પેશીમાં વસાહત કરે પછી તેના પર્ણરંધ્રમાંથી સ્પોરએન્જીઓફોર્સ બહાર આવે છે અને રોગના કણો ઉત્પન્ન કરે છે જે વરસાદ અને પવનના ઝાપટાં દ્વારા ફેલાય છે અને પછીના ચેપનું કારણ બને છે.