ભીંડો

ભીનો સડો

Choanephora cucurbitarum

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પાણી શોષાવાથી નિર્માણ થતા વિસ્તાર દેખાય છે.
  • છોડ મૃત્યુ પામે.
  • ફૂગના વિકાસની ઘટના બને.
  • અસરગ્રસ્ત પુખ્ત ફળો, ડાળી અને ફૂલની કળીઓ.

માં પણ મળી શકે છે

21 પાક
કઠોળ
કારેલા
કોબી
ફુલેવર
વધુ

ભીંડો

લક્ષણો

પ્રારંભિક લક્ષણો ફૂલો, કળીઓ અથવા વધતી ટોચ(કુંપણો)માં ઘેરા રંગ અને કરમાશ દ્વારા જોઈ શકાય છે. પછી રોગ નીચે તરફ ફેલાય છે, અને પાંદડા પર પાણી શોષાવાથી થતા જખમ નિર્માણ કરી, તેને ચાંદી જેવો રંગ આપે છે. જૂના જખમ પીળાશ પડતાં અને સૂકાઇ ગયેલા દેખાય છે, અને પાંદડાની અણી અને કિનારી પર ફૂગ નિર્માણ થાય છે. ડાળી પર, સડાના ચિહ્નો કાળા-બદામી ચાઠાનાં સ્વરૂપમાં દેખાય છે અને મૃત્યુ પામે છે. આખરે, સમગ્ર છોડ કરમાઈ જાય છે. કાળો નરમ સડો સામાન્ય રીતે માંજરની અંતે, અને પુખ્ત ફળો પર પણ વિકસી શકે છે. બારીક નિરીક્ષણ કરવાથી, તમામ ચેપગ્રસ્ત પેશીઓ પર ચાંદી રંગની, વાળ જેવી વૃદ્ધિ જોઈ શકાશે. રોપાઓમાં, લક્ષણો ફાયટોફથોરા ફૂગ જેવા જણાય શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગને માટે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. બેનિનમાં, કોનેફોરા કુકુર્બીટરમ સામે હરીફ તરીકે અસર માટે બેક્ટેરિયમ બેસિલસ સબટાઇટલિસનું કેટલાક પાકોમાં હકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે. જોકે, મરી પર કોઈપણ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગના નિયંત્રણ માટે કોઈ ફુગનાશક નોંધાયેલ નથી તેથી નિવારણ જ એક ચાવી છે. લક્ષણોના વિકાસને મર્યાદિત કરવા ફુગનાશક મદદ કરી શકે છે પરંતુ ઘણીવાર તે અવ્યવહારુ છે, કારણ કે છોડ પર સતત ફૂલનો વિકાશ થતો રહે છે અને તેથી રોગ પેદા કરતા જીવાણુ માટે સંવેદનશીલ રહે છે.

તે શાના કારણે થયું?

રોગના લક્ષણો કોનેફોરા કુકુર્બીટરમ, એક તકવાદી ફૂગ, જે મુખ્યત્વે જંતુઓ કે યાંત્રિક માધ્યમ દ્વારા ખેતરમાં કામ કરતી વખતે નુકશાન પામેલ પેશીઓ પર હુમલો કરે છે , તેના કારણે થાય છે. તેના બીજ સામાન્ય રીતે પવન, પાણીના છાંટા અને ખેતીની સાધનસામગ્રી સાથે સંપર્કમાં આવે છે ત્યારે કપડાં દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે લાંબા સમય સુધીનું વરસાદી વાતાવરણ, ભેજનું ઊંચું પ્રમાણ અને ઊંચા તાપમાન દરમિયાન રોગ ફાટી નીકળતો જોવા મળે છે. આશ્ચર્યની વાત નથી કે, તે ઉષ્ણકટિબંધના વાતાવરણમાં વરસાદી ઋતુ દરમિયાન ઉગાડવામાં આવતાં મરી અને ભીંડીને તે સૌથી વધુ નુકસાન કારક બને છે. જે પાક આ પરિસ્થિતિને માટે પ્રતિકૂળ છે તે ખાસ કરીને આ રોગ માટે સંવેદનશીલ રહેશે. ફાયટોફથોરા ફૂગ સાથે તફાવત જોવા માટે, કોષોનું ભૂખરા વાળની હાજરી માટે (સવારે) અવલોકન કરો.


નિવારક પગલાં

  • રોગ ચિહ્નો માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • ખેતરમાં અને આસપાસમાંથી વૈકલ્પિક યજમાન અને નીંદણ દૂર કરો.
  • જો શક્ય હોય તો, માટીનું ઘનીકરણ ઘટાડો અને પાણીના નિકાલ માટેની નીકને સુધારો.
  • આરોપણ દરમ્યાન છોડના આધાર ભાગ પર કોઈપણ પ્રકારનું દબાણ ન હોય તેની ખાતરી કરો.
  • છોડ વચ્ચેનું અંતર વધારો અને ઊંચા ક્યારા અને ચાસનો ઉપયોગ કરો.
  • જો શક્ય હોય તો, ઉપરથી પડતાં પાણી વાળી સિંચાઈ ટાળો અને પાંદડાને સૂકા રાખો.
  • જે ગાઢ છત્ર નિર્માણ કરે તેવા વધુ પડતાં પોષક તત્વોનો ઉપયોગ ટાળો.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો