Magnaporthiopsis maydis
ફૂગ
સામાન્ય રીતે રોગના લક્ષણો ફૂલ આવવાના તબક્કાએ અથવા પછી દેખાય છે અને મકાઈની જાત અને હવામાનની પરિસ્થિતિઓ પર આધાર રાખીને તેની તીવ્રતા અલગ અલગ હોય છે. છોડના પાયાના ભાગમાં રહેલ પાંદડાઓ કરમાય છે અને નબળા લીલા રંગના બને છે. જેમ જેમ રોગ ઉપર તરફ વધે છે, તે ધીમે ધીમે શુષ્ક બને છે અને અંદરની તરફ વળવાનું શરૂ કરે છે. અસરગ્રસ્ત છોડના ડૂંડા સારીરીતે વિકાસ પામતાં નથી, ડૂંડા પરના પાંદડાં પર જખમ દેખાય અને અનાજના દાણાનો વિકાસ નબળો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, સાંઠાના પાયામાં પીળાશ પડતા જાંબલી અથવા ઘેરા કથ્થાઈ રંગની રેખાઓ જોઇ શકાય છે. વાહક પેશીઓનો કેટલોક ભાગ તથા ગાંઠ વચ્ચેના સાંઠા રાતા બદામી બને છે, જે દાંડીનો આડો છેદ લેતા તેમાં સ્પષ્ટ દેખાય છે. આખરે તેઓ સૂકા, ચીમળાયેલ અને પોલા બની જાય છે.
સુક્ષ્મસજીવો પર આધારિત અનેક દ્રાવણોનું પ્રયોગશાળામાં બીજની સારવાર માટે અને / અથવા રોગાણુના બનાવોનું પ્રમાણ ઘટાડવા પરીક્ષણ કરવામાં આવ્યું છે : ટ્રાયચરસ સ્પાઇરાલીસ ફૂગ, સ્ટ્રેપ્ટોમાઈસીસ ગ્રામિનોફેસીન્સ, એસ. ગીબ્સોની, એસ. લાયડિક્સ, એસ. નોગૅલૅટર , એસ. રોચેઈ, એસ. એંન્યુલેટસ અને યીસ્ટ કેન્ડિડા મેલ્ટોસા, સી. ગ્લાબરાતા, સી. સલૂફી, રોડોટોરુલા રૂબ્રા અને ટ્રાયકોસ્પોરોન ક્યુટેનીયમ. વાવેતર સમયે ચેપગ્રસ્ત માટીમાં શત્રુતાપૂર્ણ જીવાણું બેસિલસ સબટાઇટલિસ ધરાવતા દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ચેપમાં ઘટાડો થાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ માટી અને બીજજન્ય રોગ છે, તેથી પ્રમાણિત સ્ત્રોતમાંથી જ બીજ ખરીદવાની ભલામણ કરાય છે. ફૂગનાશકવાળા પાણીથી બીજને સારવાર આપવાથી પણ મદદ મળી શકે છે. એઝોક્સીસ્ટરૉબિન અથવા કેપ્ટાન અથવા ફુગનાશકના સંયોજનો પર આધારિત ઉત્પાદનો ફૂગ સામે અસરકારક રહે છે.
રોગના લક્ષણો મેગ્નેપોરથીઓપસિસ માઇડીસ ફૂગ દ્વારા પેદા થાય છે, કે જે ઠંડી દરમ્યાન જમીનમાં અને કદાચ બીજ પર પણ ટકી રહે છે. માટી અથવા બીજજન્ય રોગના કણો નાના ઝખ્મ મારફતે રોપાના મૂળિયાને ચેપ લગાડે છે અને ધીમે ધીમે વિકાસ પામી પેશીઓમાં વસાહતો બનાવે છે. નળીઓમાંથી, તેઓ મૂળથી ઉપર વધીને સાંઠા અને ડૂંડા અને અનાજના દાનમા ફેલાય છે. રોગ વિકાસ માટે સાનૂકુળ વાતાવરણ છે : સતત 24° C આસપાસનું તાપમાન અથવા 20 અને 32° સે વચ્ચેનું કુદરતી રીતે બદલાતું તાપમાન. વધુ પડતું તાપમાન ફૂગની વૃદ્ધિને અટકાવે અને ઉદાહરણ તરીકે, 36 ° C પર રોગની ઓછી ઘટના જોવા મળી છે. વિશ્વના અનેક ભાગોમાં આ રોગ આર્થિક રીતે મુખ્ય છે.