Peronospora manshurica
ફૂગ
રેસાવાળી ફૂગના પ્રારંભિક લક્ષણો કુમળા છોડ પર દેખાય છે પરંતુ વનસ્પતિની ફૂલ આવવાની પાછળની અથવા ફળ આવવાની શરૂઆતની અવસ્થા રોગ ખેતરમાં વિકાસ પામતો નથી. શરૂઆતમાં પાંદડાની ઉપરની સપાટી પર નાના, અનિયમિત આકારના, આછા પીળા ટપકાં દેખાય છે. પછીથી તે, આછા પીળાશ પડતી આભા સાથે રાખોડી-કથ્થાઈ રંગના બની જાય છે. પરોપજીવીની હાજરીને કારણે પાંદડાની નીચેની સપાટી ધૂંધળી રાખોડી રંગની બને છે. ઓછી માત્રામાં રોગના લક્ષણો છોડના સમગ્ર છત્ર પર જોવા મળે છે. જ્યારે શીંગોગ્રસ્ત થાય છે ત્યારે, શીંગોની અંદર પોપડા જેવી ફુગની વૃદ્ધિ જોઇ શકાય છે. ચેપગ્રસ્ત બીજ નિસ્તેજ સફેદ રંગ ધરાવે છે અને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ફૂગથી ઢંકાયેલ હોય છે. જખમનું કદ અને આકાર પાંદડાની ઉંમર પર આધાર રાખે છે. જુના જખમ પીળા અથવા લીલા રંગની કિનારી સાથે ઘેરો કથ્થાઈ અથવા રાખોડી કથ્થાઈ રંગના બને છે. ગંભીર ચેપ પામેલ પાંદડા પીળાશ પડતાં કથ્થાઈ બને અને અકાળે ખરી પડે છે.
આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજની સારવાર માટે મેટાલેક્ષીલ, ઓકસાડિકશીલ જેવા ફુગનાશક મેન્કોઝેબ, માનેબ કે ઝીનેબ સાથે આપી શકાય.
રેસાવાળી ફૂગનો રોગ ફૂગ જેવા સજીવ, પેરૉનૉસ્પોરા મેનશુરિકા ના કારણે થાય છે. તે ઠંડી દરમ્યાન જમીનમાં જાડી-દિવાલોથી ઘેરાયેલ રોગના બીજકણની અવસ્થામાં પાંદડાંના કચરા અને ઘણી વખત બીજમાં ટકી રહે છે. ફૂલ શરૂ થયા બાદ રોગ ઘણો સામાન્ય હોય છે. તાજાં પાંદડાં સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને ચેપી પાંદડા ઘણીવાર છોડની ટોચ પર જોવા મળે છે. જૂના સોયાબીનના છોડના પાંદડાં પર જખમ સંખ્યામાં વધારે અને કદમાં નાના હોય છે. મધ્યમ તાપમાન (20-22° સે) અને ભેજના વધુ પ્રમાણ હેઠળ રોગ વધુ ફેલાય છે. ખેતરમાં રેસાવાળી ફૂગ ઠંડી દરમ્યાન જાડી-દીવાલવાળા રોગના બીજકણ(ઉસ્પોરસ) તરીકે પાંદડાંના કચરા અને બીજમાં ટકી રહે છે. રોગનો વિકાસ મોટે ભાગે વાતાવરણ પર આધાર રાખે છે. જ્યારે ભેજ ઓછો થાય, રેસાવાળી ફૂગના પરોપજીવી અસર પામે છે અને ભવિષ્યમાં રોગનો ફેલાવો અટકશે. ભેજ વધુ હોય ત્યારે અને સતત વરસાદ ના કિસ્સામાં, રેસાવાળી ફૂગનો વિકાસ થાય છે.