Corynespora cassiicola
ફૂગ
ઋતુની શરૂઆતમાં સૌ પ્રથમ છોડના નીચલા પાંદડાંઓમાં લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ વાવેતરના પહેલા મહિના માં જ તે સમગ્ર છોડમાં ફેલાઈ જાય છે. શરૂઆતમાં પાંદડાં પર અનેક નાના, લાલ રંગના ટપકાં જોવા મળે છે જે ત્યાર બાદ ઘેરા રંગની કિનારી સાથે કથ્થાઈ રંગના બને છે, તેમ છતાં પાંદડાનો લીલો કે પીળો રંગ જળવાઈ રહે છે. ઝીંડવા કે તેની ભમરી પર ઝખ્મ જોવા મળે છે. આગળ જતાં આ ટપકાં આછી કે ઘેરા રંગની રિંગ નિર્માણ કરે છે. લગભગ 30 થી 40% પાંદડાં અકાળે ખરી પડવાથી ઉપજ ઓછી આવે છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત કપાસની ગુળવત્ત ઘટે છે અને તેમાં ચેપગ્રસ્ત કપાસિયા ઉત્પન્ન થાય છે.
કપાસના પાંદડાં પર કોરીનેસ્પોરાના ટપકાંના રોગ સામે બેસિલસ થુરીંગિએન્સીસ જૈવિક રીતે નિયંત્રણ પૂરું પાડી શકે છે તેવું જાણવામાં આવ્યું છે.
ફૂલ આવવાના પહેલા અને છઠ્ઠા અઠવાડિયાની વચ્ચે કાર્બેન્ડાઝીમ અને કોપર પ્રોડક્ટ જેવા ફૂગનાશકોનો ઉપયોગ કરી શકાય છે. ફૂલ આવવાના 1લા કે 3જા અઠવાડિયે ફુગનાશકનો ઉપયોગ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે, અને પછી જો જરૂર જણાય તો ફૂલ આવ્યાના 3જા કે 5મા અઠવાડિયે વચ્ચે ફરી લાગુ કરી શકાય. કે પછી, રોગના પહેલવહેલા ચિન્હો દેખાય ત્યારે ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય અને ત્યારબાદ જરૂરી લાગે તો બીજી વખત લાગુ કરી શકાય છે. બીજો વિકલ્પ એ છે કે પાનખર નિર્માણ થાય ત્યારે ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય અને ત્યારબાદ જરૂરી લાગે તો બીજી વખત લાગુ કરી શકાય છે. જો કે, નોંધ રાખો કે જો 25-30% પાંદડા ખરી પડ્યા હોય તો આ રોગને નિયંત્રિત કરવો મુશ્કેલ બની શકે છે.
25° સે થી 30° સે વચ્ચેનું તાપમાન, વધુ પડતો ભેજ અને વારંવાર વરસાદ, ઝાકળ કે ધુમ્મસના કારણે પાંદડાં લાંબા સમય સુધી ભીના રહેવા એ રોગના નિર્માણ અને તેનો ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. વધુ પડતા ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કપાસની પ્રજાતિ અને સિંચાઈ વાળી ખેતીમાં ચેપ વધુ ગંભીર હોય છે.