Alternaria porri
ફૂગ
લક્ષણો મુખ્યત્વે આસપાસના ભેજના પ્રમાણ (આરએચ) પર આધાર રાખે છે. શરૂઆતમાં જૂના પાંદડાં અને ફૂલની દાંડીઓ પર નાના, અનિયમિત, શોષાયેલા અને સફેદ પડતાં કણો દેખાય છે. આરએચ નીચા રહે તો કોઈ વધુ વિકાસ જોવા મળતો નથી. જોકે, વધુ આરએચ પર, આ જખમ આછાં અને ઘાટાં કેન્દ્રિત વિસ્તારવાળા લંબગોળ ભૂરા કે જાંબલી ચાઠાં નિર્માણ કરે છે. સમય જતાં, આ જખમ કેટલાંક સેન્ટિમીટરની લંબાઈ માં ફેલાય છે અને તેમની કિનારી પીળાશ પડતી હોય છે. જખમ એકરૂપ થાય છે અને પાંદડાને અથવા ફૂલની દાંડીને ઘેરી લે છે જેના કારણે કરમાઈ જાય છે અને મૃત્યુ પામે છે. જો લણણી દરમિયાન કંદને ઈજા પહોંચી હશે તો તેના પર પણ અસર થઈ શકે છે, મુખ્યત્વે ગરદન પર. સંગ્રહ ના ચિહ્નો ઘાટો - પીળો લાલાશ પડતો કંદના બાહ્ય અથવા આંતરિક સ્કેલના નરમ સડા તરીકે દેખાય છે. ડુંગળી, લસણ અને લીક પર આ રોગની અસર થઇ શકે છે.
અત્યાર સુધી ,આ રોગ માટે કોઈ અસરકારક જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ નથી.અલ્ટરનેરીયા પૉરરી ના રોગ પેદા કરતા જીવાણુ નું સજીવોમાં સંપર્ક અટકાવવા માટે વિરોધી ફૂગ ક્લાડોસ્પોરીયમ હરબારમ નો ઉપયોગ કરવામાં આવે છે, 66.6% ચેપનો ઘટાડો થાય છે. અન્ય ફુગ, ઘણી ઓછી અસરકારક હતી, ઉદાહરણ તરીકે પેનિસિલિયમ એસપી(54%) . અનેક વીરોધાત્મકો નું એક મિશ્રણ 79.1% સુધી ઘટાડો કરી શકે છે. જોકે, અત્યાર સુધી આ તારણો પર કોઇ પણ વ્યાપારી પેદાશો વિકસાવવામાં આવી નથી. અજદિરાચટા ઇન્ડિકા (લીમડાના) અને ધતૂરો સ્ટ્રામોનિયમ ( જીમસોંવિડ) ના દ્રવ્ય અર્ક નો જાંબલી ચાઠાં ના જૈવનિયંત્રણ માટે વાપરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોટા ભાગનો વ્યાપારી ડુંગળીનો પાક રક્ષણાત્મક ફુગનાશકો નો વારંવાર ઉપયોગ કરીને જાંબલી ચાઠાં થી સુરક્ષિત હોવો જોઈએ. રોપણી પછી નિવારક રીતે એક મહિનાથી શરૂ થતા પખવાડિયાના અંતરાલે બોસ્કલીડ, ક્લોરોથલોનીલ, ફેનામીડોન અને મંકોઝેબ (બધા @ 0.20 - 0.25%) પર આધારિત સંયોજનો નો છંટકાવ કરી શકાય છે. કોપર જંતુનાશકો નો જાંબલી ચાઠા ના નિયંત્રણ માટે નોંધણી કરવામાં આવી છે, પરંતુ તે વધારે અસરકારક નથી. પ્રતિકાર નો વિકાસ ટાળવા માટે વિવિધ પ્રકારના વૈકલ્પિક ફુગનાશકો નો ઉપયોગ કરવો.
જાંબલી ચાઠાં નો રોગ અલ્ટરનેરીયા પૉરરી ફૂગ ને કારણે થાય છે. તે શિયાળામાં ચેપગ્રસ્ત પાકનો કચરો અથવા માટીની સપાટી નજીક અસ્તિત્વ ધરાવે છે. તે વસંત ઋતુ માં ગરમ ,ભીનું વાતાવરણ થાય ત્યારે બીજકણો ઉત્પાદન કરી જીવનચક્ર શરૂ કરે છે. પવન, સિંચાઈનું પાણી અથવા વરસાદના છાંટા બીજકણો ને તંદુરસ્ત છોડ અને ખેતર માં ફેલાવે છે. રોગ 21-30ºC તાપમાન અને 80-90% ભેજ નું પ્રમાણ જેવી અનુકૂળ પરિસ્થિતિ માં થાય છે. રોગની ઘટના અને લક્ષણની તીવ્રતા મોસમ અને જગ્યાની સ્થિતિ પર આધાર રાખે છે. જ્યારે તે સ્ટેમફિલિયમ ફૂગ સાથે મળીને થાય છે, ત્યારે ગંભીર નુકસાન થાય છે. જાંબલી ચાઠાં નો પ્રતિકાર મુખ્યત્વે ઝાડની ઉપલી ત્વચાની જાડાઈને કારણે થાય છે. ઉદાહરણ તરીકે , આ પ્રતિકાર ને ખેતરમાં કામ દરમિયાન અથવા રેતીમાં તોફાન વિસ્ફોટ બાદ ઘટાડી શકાય છે.