ટામેટા

ટમેટાના પાંદડામાં ફૂગ

Mycovellosiella fulva

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી ઉપર આછા લીલા અથવા પીળા રંગના પ્રસરેલા ટપકા.
  • નીચેની સપાટી ઉપર ઓલિવ લીલા થી રાખોડી જાંબુડી રંગના જખમ.
  • પાંદડા ગોળ વળે અને સુકાઈ જાય છે.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

રોગના લક્ષણો પાંદડાની બંને બાજુ અને ક્યારેક ફળ ઉપર પણ જોવા મળે છે. જુના પાંદડા પર સૌથી પહેલા અસર થાય છે અને પછી રોગ ધીમે-ધીમે ઉપરની બાજુ નવા પાંદડા પર ફેલાય છે. પાંદડાની ઉપરની સપાટી ઉપર અનિશ્ચિત કિનારી સાથે નાના, પ્રસરેલા, આછા લીલા અથવા પીળા રંગના ટપકા દેખાય છે. નીચેની સપાટી પર ટપકા ની નીચે, ઓલિવ લીલા થી રાખોડી જાંબુડી રંગના મખમલ જેવા જખમ નિર્માણ થાય છે. જે રોગના બીજકણ ઉત્પાદક માળખું અને રોગના બીજકણ (કોનિડીયા) નું બનેલું હોય છે. સમય જતાં, ટપકા મોટા થાય છે, ચેપગ્રસ્ત પાંદડાનો રંગ પીળાશ (ક્લોરોસિસ) માં થી કથ્થાઈ(નેક્રોસિસ) બને છે તથા પાંદડા વળવાનું અને સૂકાવાનું ચાલુ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, પાંદડાં ખરી પડે છે અને પાનખર સર્જે છે. ઘણી વખત, આ આ પરોપજીવી થી કડીઓ અને ફળ ઉપર પણ વિવિધ લક્ષણો જોવા મળે છે. ફૂલો કાળા પડે છે અને ફળ આવતા પહેલા નાશ પામે છે. લીલા અને પાક્કા ફળોમાં દાંડીના ભાગ બાજુ કાળા રંગનો લીસો વિસ્તાર નિર્માણ થાય છે. જેમ જેમ રોગ વિકાસ પામે છે, અસરગ્રસ્ત વિસ્તાર સંકોચાય, સુકાઈ અને ચામડા જેવો બને છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બિયારણ પર પરોપજીવી ને ટાળવા માટે બિયારણને ગરમ પાણી સાથે (25 મિનિટ સુધી 122 ° ફે અથવા 50 ° C) સારવાર આપવી જોઈએ. અક્રેમોનિયામ સ્ટ્રિક્ટમ, ડાયસિમા પલ્વીનેટ, ટ્રાયકોડર્મા હરજિનમ કે ટી. વીરિડ અને ટ્રાયકોથેસિયમ રોસિયમ ફૂગ એમ. ફૂલવા માટે શત્રુ છે અને તેને ફેલાતી અટકાવવા માટે ઉપયોગ કરી શકાય છે. ગ્રીનહાઉસ ટ્રાયલ માં ટમેટાં પર એમ. ફૂલવાની વૃદ્ધિ એ. સ્ટ્રિક્ટમ, ટ્રાયકોડેરમાં વીરિડ 3 અને ટી. રોસિયમ અનુક્રમે 53, 66 અને 84% થી નિવારી શકાય છે. નાના પાયે, સફરજનનો વિનેગર, લસણ અથવા દૂધનો છંટકાવ અને સરકાનું મિશ્રણ ફુગની સારવાર માટે વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિ રોગ ના વિકાસ માટે શ્રેષ્ઠ હોય ત્યારે ચેપ લાગતાં પહેલા સારવાર કરવી જોઈએ. ક્લોરોથેલોનીલ, મનેબ , મેન્કોઝેબ અને કોપર સંયોજનની ખેતરમાં ઉપયોગ માટે ભલામણ કરવામાં આવે છે. ગ્રીનહાઉસ માટે, ડાયફેનોકોનેઝોલ, મેન્ડીપ્રોપેમાઇડ, સાયમોકસનીલ અને સાયપ્રોડિનીલ ની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

રોગના લક્ષણો માયકોવેલોસીએલા ફૂગ ના કારણે નિર્માણ થાય છે, જેના બીજ ઓરડાના તાપમાને (બિન-ફરજી) છ મહિનાથી એક વર્ષ સુધી કોઈપણ યજમાન વગર ટકી શકે છે. લાંબા ગાળા સુધી પાંદડા ભીના રહેવાથી અને 85% થી વધુ ભેજવાળું વાતાવરણ રહેવાથી રોગના બીજ અંકુરણ પામે છે. બીજના અંકુરણ માટે તાપમાન 4 ° થી 34 ° C ની વચ્ચે હોવું આવશ્યક છે અને 24-26 ° C વચ્ચે નું તાપમાન શ્રેષ્ઠતમ છે. સૂકું વાતાવરણ અને પાંદડા પર છુટ્ટા પાણીનો અભાવ ચેપ થતો અટકાવે છે. ચેપ લાગ્યા ના દસ દિવસ પછી પાંદડાની બંને બાજુ ટપકા ના સ્વરૂપે લક્ષણો દેખાય છે. પાંદડાની નીચેની બાજુ, રોગના બીજ નિર્માણ કરતું મોટું માળખું રચાય છે અને આ રોગના બીજકણ એક છોડ પરથી બીજા છોડ પર પવન અને પાણીના છંટકાવ દ્વારા ફેલાય છે, પરંતુ સાધનો, કામદાર ના કપડા અને જંતુઓ મારફતે ફેલાતા નથી. ઉચ્ચ ભેજવાળા વાતાવરણમાં આ પરોપજીવી પાંદડા ઉપર રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા પાંદડાને અસર કરે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, પ્રમાણિત રોગ મુક્ત બિયારણ, પ્રતિકારક્ષમ અથવા સ્થિતિસ્થાપક જાતોની વાવણી કરવી.
  • રોગની ઉગ્રતા ઘટાડવા માટે વાવેતર વહેલું કરો.
  • હવાની સારી અવરજવર અને પાંદડા પર ભેજ ઓછો રહે તે રીતે ચાસ અને તેની વચ્ચેની જગ્યાની ગોઠવણ કરો.
  • રોગ માટે સતત નિરીક્ષણ કરો અને તે જણાતાં તુરંત જ ચેપગ્રસ્ત છોડ દૂર કરો.
  • વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળો.
  • ગ્રીનહાઉસમાં હવાની અવરજવર માટે વ્યવસ્થા કરો.
  • ભેજનું પ્રમાણ 85% થી નીચે અને રાત્રિનું તાપમાન બહારના તાપમાન કરતાં થોડું ઊંચું હોવું જોઈએ(ગ્રીનહાઉસ માટે યોગ્ય છે).
  • ટપક સિંચાઈનો ઉપયોગ કરો અને છોડના પાંદડા ઉપર પાણી આપવાનું ટાળો.
  • છોડને સીધો ઉભો રાખવા માટે આધાર નો, દોરીનો ઉપયોગ કરો અથવા છોડની છાંટણી કરો જેથી તેમાં અને આસપાસ હવાની અવરજવર પણ સારી રહે.
  • લણણી પછી છોડના અવશેષો દૂર કરો અને તેનો નાશ( સળગાવી દો) કરો.
  • બે પાકની વચ્ચે ગ્રીનહાઉસને ચેપમુક્ત કરો અને સ્વચ્છ સાધનો અને કામદારો સાથે સ્વચ્છતાના ધોરણ જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો